જાણો આ વ્યક્તિ વિશે કે જેણે ૧ કરોડના ખર્ચે પોતાની જમીનમા ડચ રોઝ વાવ્યા…

મિત્રો, આજે આ લેખમા અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમણે મઘમઘતા ગુલાબની ખેતીમા રૂપિયાનુ રોકાણ કર્યુ અને સફળ ઉત્પાદન પણ કર્યુ પરંતુ, તેને યોગ્ય માર્કેટ ના મળતા તેણે આ નવતર પ્રયોગમા પીછેહઠ કરવી પડી. તો ચાલો જાણીએ, શું કહે છે ખેડૂત આ વિશે.

image source

આપણા ગુજરાત રાજ્યમા ગુલાબની ખેતી અંગેની વાત આવે એટલે સૌથી પહેલા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામા લક્ષ્મીપુરાના કિસાન રમેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલનુ નામ અવશ્યપણે લેવામા આવે છે. આપણા ગુજરાત રાજ્યમા ડચ રોઝની સફળ ખેતી માટે તેમની ખ્યાતી ગામેગામ પ્રસરી ચુકી હતી.

image source

સાબરકાંઠાના આ કિસાન રમેશભાઈએ પોતાની ૫૦ એકર જમીન એટલે કે ૧૦૦ વિઘાની અંદર ડચ રોઝની ખેતી કરી હતી. આ સિવાય તેમણે અહી તાઈવાનના પપૈયા અને મરચાનુ પણ વાવેતર કર્યું હતુ. તદુપરાંત તેમણે આમળા, શક્કરટેટી, તરબૂચ, લીંબુ, દુધી, રીંગણ, કોબીજ, બટટા સહિત અનેકવિધ સબ્જીનુ વાવેતર પણ કર્યુ હતુ. આ સિવાય તેમણે કપાસ અને દિવેલની પણ ખેતી કરી હતી.

image source

આ દરમિયાન તેમણે સો એ સો ટકા ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને પોતાના ૦.૮૫ હેક્ટરમા ગ્રીન હાઉસ કરીને ગુલાબનુ વાવેતર કર્યુ હતુ. તેમણે ડચ રોઝના આ સાત લાખ છોડ પુનાથી ખરીદી કર્યા હતા. હોલેન્ડની એક ટીમ આ ખેડૂતના ખેતરની વિશેષ મુલાકાતે પણ આવી હતી. તેમના આ ગુલાબની વિદેશમા ખુબ જ વધારે ડીમાંડ છે. તેમણે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પાછળ ૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ પ્રોજેક્ટ અંતર્ગત તેમનુ ઉત્પાદન પણ ખુબ જ સારુ થયુ હતુ.

image source

આ ડચ ગુલાબને દિલ્હી, મુંબઈ, જયપુર અને અમદાવાદ જેવા મેગા સીટીમા મોકલવામાં આવતા હતા પરંતુ, જે પ્રમાણે ઉત્પાદન થયુ તે પ્રમાણમા રમેશભાઈને યોગ્ય માર્કેટ નહોતુ મળ્યું એટલે આખરે તેમણે આ પાકના પ્રોજેક્ટને તિલાંજલી આપી અને તેમણે ગ્રીન હાઉસપણ કાઢવું પડ્યું.

image source

ગુલાબના વેંચાણ માટે હમેંશા એક પ્રોપર માર્કેટની આવશ્કતા રહે છે. હાલ, ખેડૂતોને ખેત ઉત્પાદનોમા યોગ્ય માર્ગદર્શનની સાથે-સાથે તેમને તેમની પ્રોડક્ટના વેચાણ માટે પણ સરકાર મદદ કરે છે, જેથી ઘણા પ્રગતિશિલ ખેડૂતો ખેતી કરવા તૈયાર થયા છે. રમેશભાઈ આ અંગે જણાવે છે કે, મને ગુલાબના ૧૦-૧૫ રૂપિયા મળતા હતા અને એ જ ગુલાબ વેપારી ૭૦ રૂપિયામા વેચતા હતા. મને યોગ્ય બજાર ના મળવાને કારણે આખરે મારે પાછુ હટવું પડ્યું પરંતુ, જો મને હજુ મોકો મળશે તો હુ હજુ આવી ખેતી ફરીથી કરીશ અને આ વખતે તેનુ યોગ્ય માર્કેટ મેળવવાના પ્રયાસ પણ કરીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત