ઇલેક્ટ્રિક સ્કુટર લેવાનું વિચારી રહ્યા છો? તો વાંચી લો આ માહિતી, જે આવશે ખૂબ કામમાં

કોરોના મહામારીને કારણે અનેક મોટા ગજાના ઉદ્યોગોને આર્થિક ફટકો પડયો છે. ખાસ કરીને પેટ્રોલ ડિઝલથી ચાલતા વાહનોના વેંચાણમાં પહેલાની સરખામણીએ નોંધનીય ઘટાડો નોંધાયો હોઈ શકે.

Bajaj Chetak Electric Scooter
image source

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં ઇલક્ટ્રિક વાહનોની માંગમાં વધારો થઈ રહ્યો છે અને પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર થવો પણ તેનું એક મુખ્ય કારણ છે. ડેલી કોમ્યુટર્સ માટે બેટરીથી ચાલતા વાહન એક કિફાયતી વિકલ્પ છે. આ સમયે ગ્રાહકો માટે બજારમાં બેટરીથી ચાલતા વાહનોના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં મોટા વાહન નિર્માતાઓની પ્રોડક્ટ એવી બજાજ ચેતક ને ટીવીએસ આઈક્યુબ પણ નોંધનીય છે.

TVS iQube
image source

જો કે આ બન્ને સ્કૂટર દેશમાં મર્યાદિત રૂપે ઉપલબ્ધ છે. બજાજ ચેતક પુણે અને બેંગલુરમાં વેંચાણ કરવામાં આવે છે જ્યારે તેની પ્રતિસ્પર્ધી કંપની ટીવીએસ આઈકયુબ બેંગલુરુ અને દિલ્હીમાં વેંચાણ કરે છે. તાજેતરમાં જ ટીવીએસ એ એવી જાહેરાત કરી હતી કે તે 20 ભારતીય શહેરોમાં તેના પ્રોડક્ટનું વેંચાણ શરૂ કરશે. તેનાથી કંપનીને બજાજ ચેતકની સરખામણીએ વધુ વેંચાણ કરવામાં મદદ મળશે.

બજાજે બનાવ્યો વેંચાણનો રેકોર્ડ

image source

ગયા મહિને બજાજ ઓટોએ પોતાના ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના 508 યુનિટ્સનું વેંચાણ કરવામાં સફળતા મેળવી હતી. જે એપ્રિલ 2021 માં વેંચવામાં આવેલા ટીવીએસ આઈકયુબની સંખ્યાની સરખામણીએ ઘણું વધુ છે. બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કુટરે વેંચાણનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આંકડાઓ અનુસાર માર્ચ મહિનામાં બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના 90 યુનિટ્સનું વેંચાણ થયું હતું. એપ્રિલ મહિનામાં આ આંકડો વધીને 508 યુનિટ્સ થઈ ગયો. એપ્રિલ મહિનામાં આ ઇ-સ્કુટરના વેંચાણમાં 464.44 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે આઈકયુબના વેંચાણમાં 13.52 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

image source

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં બજાજ ઓટોએ ચેતક માટે ફરીથી બુકીંગ શરૂ કરી દીધું હતું પરંતુ આ સ્કૂટરની જબરદસ્ત માંગનસ કારણે બુકીંગને ફક્ત 48 કલાકમાં જ ફરીથી બંધ કરી દેવું પડ્યું હતું. બજાજ ઓટોએ જણાવ્યું હતું કે તે માંગની સ્થિતિની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં આગળ બુકીંગ શરૂ કરશે તો જાણ કરશે.

વેંચાણના આંકડાઓને જોતા એમ લાગે છે કે ગ્રાહકોને ટીવીએસ આઈકયુબ ખરીદવાના પોતાના નિર્ણયને સ્થગિત કરી દીધો અને ચેતક ફરી વાર ઉપલબ્ધ થાય તેની રાહ જોઈ એવું એપ્રિલ 2021 માં બન્નેના વેંચાણના આંકડાઓ સ્પષ્ટ કહે છે.

image source

જાન્યુઆરીથી એપ્રિલ 2021 ના વેંચાણના આંકડાઓ જોઈએ તો જાણવા મળે છે કે ટીવીએસ આઈકયુબ હજુ પણ ચેતકથી આગળ છે. કારણ કે આ સમયગાળા દરમિયાન તેના કુલ 1076 યુનિટ્સના વેંચાણ થયા હતા જ્યારે ચેતકના 778 યુનિટ્સ વેંચાયા હતા.