માનવતા: પરિવારે સાથ છોડ્યો તો આ હિન્દુ મહિલાની અર્થીને મુસ્લિમ ભાઈઓએ કાંધ આપીને કર્યા અંતિમ સંસ્કાર

કોરોનાનાં બીજા સ્ટ્રેનમાં નોંધાયેલા કેસોની સંખ્યા ખુબ જ વધારે છે. એક તરફ દેશભરમાં વેક્સિન આપવાનું કામ ખુબ તેજીથી ચાલી રહ્યું છે તો બીજો તરફ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગઈ છે. આ સાથે દેશભરનાં સ્મશાનઘાટમાં પણ મૃતકોનાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગેલી જોવા મળી રહી છે. આ સમયે ખરી માનવતા દેખાડતો એક કિસ્સો સામે આવ્યો છે જેની અહીં વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હાપુંડ સ્ટેન્ડ નજીક રહેતી સુષ્મા અગ્રવાલ નામની એક મહિલાની થોડા દિવસોથી તબિયત બરાબર નહોતી. આ વચ્ચે તેની તબિયત એક દિવસ વધારે લથડી હતી જેના પછી તેનું મોત નીપજ્યું હતું.

मेरठ में महिला की अर्थी को कंधा देते मुस्लिम समाज के लोग
image source

પત્નીના મોતના સમાચાર સાંભળીને પતિ વારાણસીથી મેરઠ પહોંચ્યો. તેણે બાકીના સંબંધીઓની રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. આ વિશે વિગતે વાત કરીએ તો આ કિસ્સો ઉત્તર પ્રદેશના મેરઠનો છે જ્યાં એક મહિલાની મૃત્યુ બાદ જ્યારે તેનાં કોઈ પોતાનાં તેની અર્થીને ખંભો આપવા પહોંચ્યો નહીં ત્યારે મુસ્લિમ ભાઈઓએ આર્થીને ખંભો આપ્યો હતો. મુસ્લીમ ભાઈઓ આ સ્ત્રીની અર્થીંને ઉપાડી અને તેને સૂરજકુંડ સ્મશાનમાં લઈ જતાં જોવા મળ્યાં હતાં અને જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુસ્લિમ ભાઈઓ અર્થીને ઉપાડી અને જતાં જોવા મળી રહ્યાં છે.

image source

આ દરમિયાન તેઓ હિન્દુ ધર્મ મુજ રામ નામ સત્ય છે બોલતાં પણ વીડિયોમાં સંભળાય છે. આસપાસનાં લોકો દ્વારા મળતી માહિતી મુજબ આ મહિલાનું જ્યારે મોત થયું ત્યારે તેના પતિ અને પરિવારને જાણ કરવામાં આવી હતી પરંતુ કલાકો સુધી રાહ જોયા પછી પણ કોઈ આવ્યું ન હતું. રાહ જોવામાં ઘણો સમય પસાર થયાં બાદ પણ કોઈ ન આવતાં કેટલાક મુસ્લિમ યુવાનોએ તે મહિલાનો અર્થીને ખભા પર રાખી અને અને હિન્દુ રિવાજ દ્વારા અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. કોરોનાએ લોકોના મનમાં એવો ડર ફેલાવી મૂક્યો છે કે પરિવારનાં કોઈ સભ્ય આ મહિલાની અંતિમ યાત્રામાં સામેલ થવા પણ રાજી નથી. આવા મુશ્કેલ સમયમાં મુસ્લિમ યુવાનો સૈનિકોની જેમ આ પરિવાર સાથે ઉભા જોવા મળ્યા હતા.

image source

જાણવા મળ્યું છે કે આ મહિલાનો પતિ તેની મોતનાં સમાચાર સાંભળીને મેરઠ પહોંચ્યો અને સબંધીઓની રાહ જોતો હતો પણ કોઈ આવ્યું નહીં અને તેને આવવામાં મોડું થઈ ગયું હતું. ત્યારબાદ તેહસીન અન્સારી તેના કેટલાક સાથીઓ સાથે ત્યાં પહોંચ્યો હતો. તેણે ખભા પર અર્થી લીધી અને સ્મશાનગૃહ તરફ જવા નીકળ્યાં અને હિન્દુ રિવાજથી જ અંતિમ સંસ્કાર કર્યાં હતાં. આ કિસ્સો દેશભરમાં આ સમયે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી રહ્યો છે.

image source

હાલ આ ઘટનાની તસવીરો વાયરલ થઇ રહી છે. આવા ઘણા કિસ્સા ફક્ત મેરઠથી જ નહીં પરંતુ આખા દેશમાંથી આવી રહ્યા છે જ્યાં લોકો કોઈ ધર્મ અને જાતિને જોયા વિના મદદ માટે આગળ આવી રહ્યાં છે. કોરોના સમયગાળાએ દરેકને માનવતાના આ બે પાસા બતાવ્યા છે. દરેક વ્યક્તિ દવા, ખોરાક અને અન્ય સહાય માટે પણ એક બીજાની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *