Site icon News Gujarat

ગોવિંદે સાબિત કરી બતાવ્યું કે માનવતા હજી જીવે છે, એક-એક દર્દીઓ સાથે વહેંચે છે ખુશી, ફ્રીમાં આપે છે ભોજન

દેશ કોરોનાથી થતાં મોતનો આંકડો વધી રહ્યો છે. બીજી લહેરમાં વાયરસે પોતાનું પ્રોટીન બંધારણ પણ બદલી નાખ્યું છે જેથી લક્ષણો પણ અલગ જોવા મળી રહ્યાં છે અને વાયરસે વધારે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. લોકોમાં શ્વાસની તકલીફ વધારે જણાઈ રહી છે જેથી ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે તો બીજી તરફ બેડ મળી રહ્યાં નથી. આ અનેક લોકો એવા પણ છે જેમને સમયસર ભોજન પણ મળતું નથી. એવામાં લોકો જિંદગીથી નિરાશ થઈ રહ્યાં છે. જો કે આ સમયે ઘણાં લોકો એવા છે જે મદદના મેદાને આવ્યાં છે. તેઓ હારી ગયેલાં અને વાયરસનાં કારણે જિંદગીથી થાકી ગયેલાં લોકોને મદદ કરી રહ્યાં છે અને પોઝિટિવ વાતાવરણ બનાવી રહ્યાં છે. અહીં આવા જ બે લોકોની વાત કરવામાં આવી રહી છે.

image source

પહેલી પોઝિટિવ કહાની દિલ્હીથી સામે આવી છે. આ સમયે જ્યારે કોરોના લોકોનાં જીવ ભરખી રહ્યો છે ત્યારે કોઈ દર્દી ભૂખ્યો ન રહે તે માટે આ મહિલા મદદ કરી રહી છે. આ માટે તે સોશિયલ મીડિયાનાં ઉપયોગથી કેમ્પેન ચલાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલાનું નામ ઈરા ભાર્ગવ સિંઘલ છે અને તે જયપુરની મૂળ રહેવાસી છે. તે પોતે એક હોમ શેફ છે અને અત્યારે તે દિલ્હીમાં રહે છે. સોશિયલ મીડિયા પર ગત મહિને તેણે કોવિડ પેશન્ટ્સને ફૂડ પ્રોવાઈડ કરાવવા માટે શરૂઆત કરી હતી. આ માટે તેણે કિચન ઓફ ફ્લેવર્સ નામથી એક ગ્રૂપ બનાવ્યું અને તેમાં દેશભરમાંથી લોકોને જોડાવાનાં શરૂ કર્યાં હતાં. તેણે આ રીતે લગભગ 35 લોકો વોલિન્ટિયર્સ તરીકે ભેગા કર્યાં છે.

આ લોકો પોતાના ઘરેથી ભોજન તૈયાર કરીને દર્દીઓ સુધી પહોંચાડે છે. આ ટીમમાં શરૂ કરનાર ઈરા સાથે જ્યારે વાતચીત કરવામાં આવી છે ત્યારે તેણે કહ્યું હતું કે અમે સોશિયલ મીડિયા અને બેનર પોસ્ટર્સ દ્વારા લોકેશન વાઈઝ પોતાના નંબર્સ શેર કર્યા છે. આથી જે પણ વ્યક્તિને ફૂડની જરૂર હોય છે તેઓ કોલ કરીને પોતાનું બુકિંગ કરાવી શકે છે. અમારી ટીમ કોશિશ કરે છે કે એ વ્યક્તિ સુધી અમે યોગ્ય સમયે ભોજન પહોંચાડી શકીએ. મળતી માહિતી મુજબ ગત વર્ષે તે પોતે ખુદ કોરોના સંક્રમિત થઈ હતી અને તે સમયે તેને ભોજન માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે કહે છે કે અનેક લોકો શહેરોમાં ન્યુક્લિયર ફેમિલી તરીકે તો અનેક લોકો એકલા રહે છે. જો તેઓ કોવિડનો શિકાર થાય તો તેમના ભોજનની વ્યવસ્થા કરવી ખૂબ અઘરી બની જતી હોય છે. ઘણાં એવા પણ કિસ્સાઓ સામે આવે છે જ્યાં પૈસા તો છે લોકો પાસે પણ તેમના ઘરે ભોજન પહોંચાડવા તૈયાર હોતું નથી. તેણે પોતે પણ આ મુશ્કેલીનો સામનો કર્યો છે જેથી આ વર્ષે આ કામની શરૂઆત કરી છે.

image source

તેણે આગળ વાત કરતાં કહ્યું હતું કે તે પોતાનાં કિચનમાં જ આ ખોરાક બનાવે છે અને દિલ્હીના અનેક વિસ્તારોમાં મોકલાવે છે. તેઓ દિવસભર બે વખત 50-50 પેકેટ્સ ફૂડ મોકલે છે. જો કે તેણે આ કામ માટે એક ડિલિવરી બોય પણ રાખ્યો છે જેથી લોકોને યોગ્ય સમયે ફૂડ પેકેટ પહોંચાડી શકાય. આ રીતે ટીમ બનાવી અને તે કોવિડ પેશન્ટ્સને મફતમાં તેમના ઘર સુધી ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે. અત્યારે દિલ્હી, મુંબઈ, લખનૌ સહિત દેશના 30થી 35 શહેરોમાં તેમની ટીમ કામ કરી રહી છે.

તેની કોવિડ પેશન્ટ માટે ફૂડ્સનું પેકેજિંગ થઈ રહેલી તસવીરો પણ જોવા મળી હતી. જાણવા મળ્યુ છે કે આ કામ માટે ઈરા કોઈની પાસેથી પૈસાની મદદ પણ લેતી નથી. તે કહે છે કે જો કોઈ રાશનની મદદ કરવા માગે છે તો અમે તેમને આવકારીએ છીએ. તે કહે છે કે અમારી સાથએ દેશના દરેક ખૂણામાંથી પણ જે લોકો જોડાયેલા છે તેમાંથી મોટાભાગના લોકો કોઈ પણ પૈસા લીધાં વગર જ આ કામ કરી રહ્યાં છે. જો કે આ કામને વધારે સમય ચાલુ રાખી શકાય અને કોઈ પર આર્થિક લોડ ન પડે તે માટે કેટલાક લોકો આ ખૂબ જ ઓછો ચાર્જ લઈ રહ્યાં છે. આ સાથે તેણે કહ્યું કે જો કોવિડ પેશન્ટ ફૂડની કિંમત આપવામાં સક્ષમ છે તેમની પાસેથી જ પૈસા લઈએ છીએ પરંતુ જે લોકો ગરીબ છે તેમને મફત જ ટિફિન આપવામાં આવે છે.

image source

આ સાથે વાત કરવામાં આવે તેનાં દ્વારા તૈયાર થઈ રહેલા આ ટિફિનનાં મેન્યુ વિશે તો તેણે પોતે ડોક્ટરો સાથે ચર્ચા કર્યા પછી ટિફિનનું મેન્યુ તૈયાર કર્યુ છે. તે કહે છે કે મે ડોકટર સાથે વાત કરી કે કોરોના સંક્રમિત લોકોને કેવા પ્રકારનું ભોજન લેવાનું ધ્યાન રાખવું અને તેમણે શું ખાવું જોઈએ અને આ પછી ભોજનનું એક મેન્યુ તૈયાર કર્યુ છે. જેને અમે અમારા તમામ વોલિન્ટિયર્સ સાથે શેર કર્યું છે. આ મેન્યુમાં સમાવેશ થતી ચીજો ભાત, સાદી રોટલી, દાળ, શાકભાજી, થોડો ગ્રીન સલાડ છે. આ બધી ચીજોને એક પેકેટમાં ભરીને કોરોના સંક્રમિત દર્દીના ઘરે ડિલિવરી કરવામાં આવે છે અને આ રીતે દિવસમાં બે વખત પેકિંગ કરીને લોકોને પહોંચાડવામાં આવે છે.

બીજી પોઝિટિવ કહાની મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. મધ્ય પ્રદેશમાં આવેલાં રતલામથી આ કાકા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને યોગ કરાવે છે અને પોઝિટિવ વાતો કહીને મોટિવેટ કરે છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશનાં રતલામ જિલ્લાનાં રહેવાસી ગોવિંદકાકા આ સમયે અનોખો પહેલ કરી છે. આમ તો તેઓ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. પરંતુ તેઓ અત્યારે જે કામ કરી રહ્યાં છે તે સરાહનીય છે. તેઓ લાવારિસ પડેલી લાશોનાં અંતિમ સંસ્કાર કરે છે. આ સિવાય તેઓ રસ્તા પર નીકળે છે અને જે માનસિક રીતે અસ્વસ્થ લોકો જણાય તેનો ઈલાજ કરાવે છે અને તેમને તેમના પરિવારજનો સાથે મેળવી આપવામાં મદદ કરે છે. તેઓ આ કામ ઘણાં સમયથી કરતાં આવ્યાં છે પણ કોરોના આવ્યાં બાદ તેમણે એક નવી પહેલ કરી છે.

image source

આ સમયે જ્યારે લોકો એકબીજાથી દૂર ભાગી રહ્યાં છે ત્યારે તેઓ પોતાના જીવની પરવા કર્યા વિના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વચ્ચે જઈને તેમને મોટિવેટ કરવાનું કામ કરે છે. તેમની આ પહેલથી દર્દીઓને કોરોના સામે લડવામાં મજબૂતી મળી રહી છે. જાણવા મળ્યું છે કે રતલામ મેડિકલ કોલેજથી એક હજારથી વધુ દર્દી સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. નવાઈની વાત એ છે કે તેમનું આ કામ એટલું રંગ લાવ્યું છે કે હવે મોટિવેશન માટે વિદેશોથી પણ કોલ આવવા લાગ્યાં છે. ત્યાંના સ્ટાફે જણાવ્યું હતું કે ગોવિંદ દરરોજ સાંજે 4 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી મેડિકલ કોલેજના તમામ વોર્ડમાં ફરીને કોરોનાના દરેક દર્દીને મળે છે અને તેઓ નિયમિત યોગ અને પ્રાણાયામ કરાવે છે.

ગોવિંદકાકા સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે વર્ષો અગાઉ એક માનસિક રોગી રસ્તા પર મળ્યો હતો. હોસ્પિટલે લઈ જઈને તેની ટ્રીટમેન્ટ કરાવી અને મોટિવેટ કર્યો. જેનાથી તે ઝડપથી સાજો થઈ ગયો. તે પછી મે વિચાર્યુ કે આ બાબતે મારાથી થતી મદદ હું કરીશ અને આ અભિયાનની શરૂઆત થઈ. તેના પછી મેં નક્કી કર્યુ કે જે પણ વધારાનો સમય મારી પાસે હશે એ લોકોની સેવા અને તેમનું જીવન બચાવવામાં વિતાવીશ. આ સિવાય તેઓ જ્યારે દર્દીઓને મળે છે ત્યારે વધારે હિંમત આપવા માટે દર્દીઓને તેમના પરિવારજનો સાથે વીડિયો કોલ પર વાત કરાવે છે કે જેથી દર્દીનું મનોબળ વધે.

image source

ત્યાંનાં સ્ટાફનું કહેવું છે કે હવે અહીંના દર્દીઓ પણ તેમના આવવાની આતુરતાથી રાહ જોતા હોય છે અને જો તેમને આવવામાં મોડું થાય તો તે બધા ગોવિંદકાકાથી નારાજ થઈ જાય છે. દર્દી અને કાકા વચ્ચે એક અલગ જ નાતો બંધાઈ ગયો હોય તેવું લાગે છે. ગોવિંદકાકા વાત કરતાં જણાવ્યું કે જ્યારે કોરોનાકાળ શરૂ થયો ત્યારે ઘણાં કિસ્સાઓ એવા સામે આવ્યા કે જેમાં દર્દી કોરોના કરતાં વધુ ગભરાટથી મરે છે. આ વિશે મે ડોક્ટર્સ સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું કે અમે દવા આપી રહ્યાં છે અને ઘરના લોકો દુઆ કરી રહ્યા છે અને જે રીતે તમે કહો છો તેમ તમે હિંમત અને પોઝિટિવ થીંકીંગનું કામ કરી શકો છો અને તે પછીથી તરત મે આ કામ કરવાનું ચાલુ કર્યું હતું

ગોવિંદકાકાનાં આ કામને ડોક્ટર્સ વધાવી રહ્યાં છે. જ્યારે રતલામ મેડિકલ કોલેજના ડીન ડો. જિતેન્દ્ર ગુપ્તા સાથે ગોવિંદ કાકા વિશે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે ગોવિંદકાકા આ કોરોનાકાળમાં શાનદાર કામ કરી રહ્યાં છે. દર્દીઓને દવાઓ તો મળી રહી છે તે છતાં બીકમાં મરી રહેલાં ઓ માટે મોટિવેશનની જરૂર છે કારણ કે આ સમયે તેઓ ઘરથી દૂર અને એકલા રહેવા મજબૂર છે. આ સાથે અહી હોસ્પિટલોમાં થતાં મોત તેમને વિચલિત કરે છે. એવામાં દર્દીને દવા, દુઆની સાથે મોટિવેશનની ખૂબ જરૂર છે.

image source

તેમણે આગળ વાત કરતાં કહ્યું કે અમે જોયું છે કે કાકાની એક એક બેડ પર જઈને દર્દી સાથે વાત કરે છે, તેમની સમસ્યા સમજવાની કોશિશ કરે છે અને પોતે તેમનાં જ પરિવારનાં સભ્ય હોય તેવી રીતે વર્તે છે. આ સાથે તેમની એક બાબત જે આકર્ષિત કરે છે કે તેઓ દરેક દર્દીની સમસ્યાને કાગળ પર લખે છે અને પછી તે કાગળ લઈને અમારી સાથે ચર્ચા કરવા આવે છે અને તેના વિશે જાણવાનો પ્રયત્ન કરી પોતાનાથી બનતી રીતે મદદ કરતાં દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version