Site icon News Gujarat

શું ખરેખર મહામારીમાં સંકટ ઊભું કરવા આ 7 લોકો જવાબદાર છે?

આરોગ્ય નિષ્ણાંતોએ વર્તમાન સ્થિતિને લઇને સલાહ આપી છે કે, કોવિડ ગાઇડલાઇન જેમ કે માસ્કનો ફરજીયાત ઉપયોગ, હાથ ધોતા રહેવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોને જીવનના એક ભાગ બનાવી લેવો જોઇએ. જેથી એકહદ સુધી આ ઘાતક સંક્રમણ સામે રક્ષણ મેળવી શકાય.કોરોના વાયરસના કારણે દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસના નવા કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. હવે રોજ નોંધાતા નવા દર્દીઓના મામલે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. ડૉ. યોગેશ ગુપ્તાએ કહ્યું કે જનતાને સદંતર ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવે છે કારણ કે કોઈ જ પ્રકારની જવાબદારી નથી. ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, કોરોના વાયરસની બીજી લહેર ભારત પર એવી કહેર બનીને તૂટી છે કે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે મહામંથનમાં આવેલા નિષ્ણાત તબીબ ડૉ. યોગેશ ગુપ્તાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

image source

યોગેશ ગુપ્તાએ કહ્યું કે અત્યારે અમે લોકો એકદમ જ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છીએ. તેમણે કહ્યું કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એવું લાગતું હતું કે કોરોના વાયરસના દર્દી આવે તેને કઈ રીતે સારવાર આપવી એ અમને આવડી ગયું હતું. કયા દર્દીને શું દવા આપવાની છે તે પણ આવડી ગયું હતું. પણ ખબર ન હતી માર્ચ મહિનામાં એવી સ્થિતિ થશે કે જે મેડિકલ વસ્તુઓ જોઈતી હશે તે મળશે જ નહીં. યોગેશ ગુપ્તાએ કહ્યું કે પરિસ્થિતિ એવી છે કે જો માઈલ્ડ કોરોના થાય અને સાજા થઈ ગયા તો સારું પરંતુ જો દાખલ થવાનો વારો આવશે તો બેડ નથી, ઑક્સીજન નથી, રેમડેસિવિર નથી, વેન્ટિલેન્ટર નથી. એવું લાગે છે કે અમે એવા સૈનિક છે જે પાકિસ્તાન અને ચીન સામે લાકડી લઈને લડી રહ્યા છે

image source

ડૉ. યોગેશ ગુપ્તાએ કહ્યું કે જનતાને સદંતર ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવે છે કારણ કે કોઈ જ પ્રકારની જવાબદારી નથી. નેતાઑ લડ્યા રાખે છે પરંતુ જવાબદારી કોની તે કોઈ કહેતું નથી. પણ આખી પરિસ્થિતિ માટે 7 જ જણા જવાબદાર છે. પહેલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ, વર્ષોથી આ કંપની ભારતને લૂંટે છે પરંતુ જ્યારે ટાઈમ આવ્યો ત્યારે તમારા પાસે માલ નથી? કંપનીઓને હક કોણે આપ્યો રિટેલમાં આપવા માટે? કંપનીઓને કોઈ પૂછતું નથી કે રેમડેસિવિર તમાંને 78 રૂપિયામાં પડે છે તો તમે ચારથી પાંચ હજાર રૂપિયા કઈ રીતે લઈ શકો?

ડૉ. યોગેશે કહ્યું કે બીજું કોઈ જવાબદાર હોય તો ICMR છે. 2020માં ખબર પડી કે 2021માં પરિસ્થિતિ ખરાબ થવાની છે પરંતુ બધી જ લેબને કેમ મંજૂરી ન આપી? અમુક જ કંપનીઓ એવી છે જે હજારો ટેસ્ટના રિપોર્ટ તૈયાર કરે છે.

image source

ડૉ. યોગેશે કહ્યું કે ત્રીજા કોઈ જવાબદાર હોય તો ફેક ન્યૂઝ વાળા : પહેલા પણ વેક્સિન એક્સપર્ટ આવીને કહ્યું કે વેક્સિન સેફ છે પરંતુ વિરોધીઓએ તેનો વિરોધ કર્યો કે આ સેફ નથી અને રસીકરણમાં અડચણ ઊભી થઈ ગઈ. ગેરમાર્ગે દોરવામાં આવ્યા જેથી સમસ્યાઓ ઊભી થઈ.

ડૉ. યોગેશે કહ્યું કે ચોથી જવાબદારી હોય તો વેક્સિન બનાવતી કંપનીઓની છે. અદાર પૂનાવાલાએ પહેલા કહ્યું હતું કે મારી પાસે તો વેક્સિનનો ઢગલો થઈ ગયો છે. છેલ્લી ઘડીએ કેમ કહ્યું કે રૉ મટિરિયલ નથી.

આ સિવાય તેમણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ જે ઝઘડા કરી રહ્યા છે, બંને સાથે મળીને કેમ કામ નથી કરી રહ્યા?

image source

નિષ્ણાત યોગેશ ગુપ્તાએ પછી કહ્યું કે પછી જવાબદારી હોય તો હોસ્પિટલોની છે. લોકો આરોપ લગાવે છે કે ડૉક્ટરો બિલ બનાવે છે, પરંતુ ડૉક્ટરો બિલ નથી બનાવતા હોસ્પિટલો બનાવે છે. હોસ્પિટલ બિઝનેસ બની ગયો છે. હોસ્પિટલો આજની તારીખમાં પણ બેડ નથી આપી રહી. ICU તો અઢળક છે છતાં તેને કેમ કોવિડ માટે કન્વર્ટ ન કર્યા. ઑક્સીજનની અછત ઊભી થઈ તે માટે આ હોસ્પિટલો જવાબદાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version