મેમો ફાટતો અટકાવવા માટે સ્માર્ટફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી લો ડ્રાઈવિંગ લાયસન્સ, જાણો પ્રોસેસ

જો તમને ભૂલવાની બીમારી છે કે પછી તમે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે જ ભૂલી જાઓ છો તો તમે DigiLocker કે mParivahan એપમાં તમારું ડ્રાઈવિંગ લાયસન્સ રાખી શકો છો અને જ્યાં ઇચ્છો તો ફોનમાં ડાઉનલોડ કરીને ડ્રાઈવિંગ લાયસન્સ દેખાડી શકો છો. તમારે ફક્ત તેના માટે સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના રહે છે.

How to download driving license on smartphone, license in Digi locker
image source

ખાસ કરીને લોકો સાથે એવું થાય છે કે પોલીસવાળા ડ્રાઈવિંગ લાયસન્સ માંગે છે અને તેમનું લાયસન્સ ઘરે રહી જાય છે તો આવી સ્થિતિમાં બચવા માટે તમને તમારો સ્માર્ટફોન મદદ કરશે. તમે ડ્રાઈવિંગ લાયસન્સને સ્માર્ટફોનમાં પણ રાખી શકો છો. તમે ડ્રાઈવિંગ લાયસન્સની સોફ્ટ કોપીને પણ દેખાડીને પોતાના વાહનનો મેમો ફાટવાથી બચી શકો છો. તમે ડ્રાઇવિંગ લાયસન્સની હાર્ડ કોપીને ડિજિટલ લોકરમાં રાખી શકો છો અને સોફ્ટ કોપીને ફોનમાં ક્યાંય પણ બતાવીને મુશ્કેલીથી બચી શકો છો.

image source

જો તમે તમારા ડોક્યૂમેન્ટ્સને કે ડ્રાઈવિંગ લાયસન્સને ડીજીલોકર કે એમ પરિવહન એપમાં રાખો છો તો તે તમારી કોઈ પણ સ્થિતિમાં મદદ કરી શકે છે. જ્યારે તમારી પાસે હાર્ડ કોપી હોતી નથી કો તમે તમારા ફિઝિકલ ડ્રાઈવિંગ લાયસન્સને ઘરે ભૂલી જાવ છો તો આ સ્માર્ટફોન તમારી મદદ કરશે. આ રીતના કેસમાં તમે સ્માર્ટફોનમાં ડ્રાઈવિંગ લાયસન્સને બતાવીને મેમો ફાડવાથી અટકાવી શકો છો. વર્ષ 2018ના સરકારી નિયમ અનુસાર જો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ ડીજી લોકર કે એમપરિવહન એપ રાખ્યું છે તો ફિઝિકલ રાખવાની જરૂર નથી. તેનાથી તમે ડ્રાઈવિંગ લાયસન્સના ખોવાવવાનો કે ચોરી થવાનો ડર પણ રાખશો નહીં. અહીં આપેલા સિમ્પલ સ્ટેપ્સની પ્રોસેસથી તમે તમારા કામ સરળતાથી કરી શકો છો અને સાથે જ સ્માર્ટફોનમાં ડ્રાઈવિંગ લાયસન્સને પણ ડાઉનલોડ કરી શકો છો,જરૂર પડે ત્યારે તમે તેને પોલીસને બતાવીને કામ પતાવી શકો છો.

આ રીતે ફોનમાં ડાઉનલોડ કરી લો ડ્રાઈવિંગ લાયસન્સ

image source

સૌ પહેલા તમારી પાસે DigiLocker માં એકાઉન્ટ હોવું જરૂરી છે.

જો તમારું એકાઉન્ટ DigiLocker પર નથી તો તમે તેના માટે આધાર કાર્ડથી સાઈન અપ કરી શકો છો.

તમારે તેના માટે ફોન નંબરની જરૂર પડે છે.

DigiLocker માં સાઈન ઈન કર્યા બાદ તમને સર્ચ બારમાં ડ્રાઈવિંગ લાયસન્સ નાંખવાનું રહેશે.

અહીં તમારે તે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહે છે જે સ્ટેટમાં તમે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવ્યું હતું તમે ઓલ સ્ટેટ પણ સિલેક્ટ કરી શકો છો.

image source

અહીં તમારે તમારા ડ્રાઈવિંગ લાયસન્સનો નંબર નાંખવાનો રહે છે.

આ પછી Get Document બટન પર ક્લિક કરો.

હવે તમે DigiLocker કે Issued Documents લિસ્ટમાં જઈને તમારા ડ્રાઇવિંગ લાયસન્સને ડાઉનલોડ કરી શકો છો કે જોઈ શકો છો.

DigiLocker ને બદલે તમે mParivahan એપનો ઉપયોગ પણ કરી શકો છો.

આ સ્થિતિમાં તમે ફોનમાં ડ્રાઈવિંગ લાયસન્સને ડાઉનલોડ કરીને બતાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *