આ વિશ્વની સૌથી મોટી આંખોવાળી બિલાડી છે, આંખોમાં દેખાય છે આખુ બ્રહ્માંડ…

ભગવાને ખૂબ જ સમજી વિચારને જ વિશ્વમાં બધું જ બનાવ્યું છે. જ્યારે કેટલીક વસ્તુઓ અત્યંત સુંદર લાગે છે, તો ક્યારેક એ જ વસ્તુઓ ને જોઈ ને કેટલાક લોકો ડરી પણ જાય છે. પીકો નામની બિલાડીની તસવીરો આજ કાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. લીલી આંખો વાળી બિલાડીની આંખોને ચેપ થી નુકસાન થયું હતું, જે પછી તે આંધળી થઈ ગઈ હતી.

image source

પીકોને લીલી આંખોમાં ચેપ લાગ્યો હતો. જે બાદ તેની આંખો ની રોશની જતી રહી હતી. પીકો તેની લીલી અને મોટી આંખોને કારણે ખૂબ ગુંજી રહ્યો છે. જ્યારે લોકો નવ વર્ષના પિકોને જુએ છે, ત્યારે તેઓ વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ બિલાડી ને કેનેડિયન ના દંપતીએ તેમની સત્તર વર્ષની પુત્રી માટે દત્તક લીધી છે. સત્તર વર્ષીય મોનિકા તેને ખૂબ પ્રેમ કરે છે.

image source

પીકો એ તેની આંખોમાં ચેપને કારણે ઘણા વર્ષો એકલા વિતાવવા પડ્યા હતા. ઘણા વર્ષો પછી, મોનિકા ના માતા પિતાએ તેને દત્તક લીધી અને તેને ઘરે લઈ આવી, જ્યાં પિકોને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. પિકો આખો દિવસ મોનિકાને અનુસરે છે. મોનિકા જેમ કરે તેમ જ પીકો કરે છે. સાથે જ હવે તે બગીચાની આસપાસ ફરે છે. મોનિકા અને તેના માતા પિતા પણ પિકોને ખૂબ જ પ્રેમ કરે છે.

image source

પીકો ની સ્થિતિ સમજાવતાં મેરી-જોસે સમજાવ્યું હતું, કે ભૂતકાળમાં પીકોની આંખો લીલી હતી. પછી એક દિવસ તેની આંખોમાં ચેપ લાગ્યો, જેના કારણે તેની આંખમાં ઝામર આવી ગયો. એ પછી ધીમે ધીમે તેની આંખોની રોશની જતી રહી. જોકે પિકો હંમેશાં મોનિકા સાથે ઘરે જ હોય છે, કેટલીક વાર ચાલતી વખતે તેને ઘરના ફર્નિચર થી ઈજા થાય છે.

image source

તેની આંખોને કારણે પિકો સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. પિકો સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે. ટિકટોક પર તેના ઘણા ફોલોઅર્સ પણ છે. તેનો આ અનોખો લુક અને તેની સ્ટોરી જોતા જ વાયરલ થઈ જાય છે. લોકો તેના ફોટા પર વિવિધ ટિપ્પણીઓ પણ કરે છે. જ્યારે કેટલાક પીકો ને તેની ઉણપ સાથે સુંદર માને છે, તો કેટલાક એવા પણ છે, જે તેને ડરામણું માને છે. એક યુઝરે લખ્યું કે આખું બ્રહ્માંડ તેની આંખોમાં જોઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *