અંડરવર્લ્ડની બીકે રાતોરાત બોલીવુડ છોડીને ગાયબ થઈ ગઈ હતી આ અભિનેત્રી, અને હવે જીવી રહી છે ગુમનામી જિંદગી.

ક્યારેક પોતાની સુંદરતાના જોરે ચર્ચામાં રહેનારી અભિનેત્રી સાક્ષી શિવાનંદનો જન્મ વર્ષ 1977માં મુંબઈમાં જ થયો હતો. એમને હિન્દી સિવાય તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. એક દિવસ અચાનક જ ગ્લેમરની દુનિયાને છોડીને ગાયબ થઈ ગઈ. આજે એમના ફેન્સ ગૂગલ પર એમના વિશે જાણવા માંગે છે પણ કઈ ખાસ જાણકારી મળતી નથી. આજે અમે તમને સાક્ષી શિવાનંદ વિશે જણાવીશું.

image source

સાક્ષીને ફિલ્મ ક્રોધમાં સુનિલ શેટ્ટીની બહેનનું પાત્ર ભજવ્યું જતું. એ સિવાય એ જંજીર, જનમ કુંડલી, પાપા કહેતે હે અને આપકો પહેલે ભી કભી દેખા હે જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. સાક્ષીની ડેબ્યુ હિન્દી ફિલ્મ જનમ કુંડલી હતી પણ એ ફ્લોપ રહી હતી. જો કે એમની એક્ટિંગના ઘણા જ વખાણ થયા હતા.

image source

આપકો પહેલે ભી કહી દેખા હે ફિલ્મ એમના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં એમની સાથે પ્રિયાશું ચેટરજી દેખાયા હતા. ફિલ્મનું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું હતું. ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. ધીમે ધીમે સાક્ષીને લોકપ્રિયતા મળવા લાગી પણ એ પહેલાં કે એ બોલીવુડમાં વધુ નામ.મેળવી શકતી અંડરવર્લ્ડનો કિસ્સો એમની સામે આવી ગયો અને એમને બૉલીવુડ છોડી દીધું.

image source

સાક્ષીએ વર્ષો પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અંડરવર્લ્ડની બીકે એમને ઇન્ડસ્ટ્રી છોડી દીધી. સાક્ષીએ કહ્યું હતું કે હું ખરાબ રીતે ડરી ગઈ હતી જ્યારે મને ખબર પડી કે જે ફિલ્મમાં હું કામ કરવા જઈ રહી છું એ અંડરવર્લ્ડમાંથી છે. મને દરેક વ્યક્તિએ જણાવ્યું કે બોલિવુડ અને અંડરવર્લ્ડના ગાઢ કનેક્શન રહ્યા છે. હું ડરી ગઈ, ચહેરા ઓર બાર વાગી ગયા અને ત્યારે મેં બૉલીવુડ છોડી દીધું અને સાઉથમાં જતી રહી.

સાક્ષી એટલી હદે ડરી ગઈ હતી કે જે પ્રોડ્યુસર જેના કનેક્શન અંડરવર્લ્ડ સાથે હતા અને જેની ફિલ્મ એમને સાઈન કરી હતી એ પણ એમને કરતો હતો પણ સાક્ષીએ પોતાનો નંબર જ બદલી નાખ્યો. પછી ખબર પડી કે સાક્ષીએ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને એમને ક્યારેય પાછું વળીને બૉલીવુડ સામે જોયું પણ નથી.

image source

સાક્ષી શિવાનંદ હવે સાઉથની ફિલ્મોમાં કામ કરી રહી છે અને ત્યાંની એ પોપ્યુલર હિરોઇનમાંથી એક છે. એમને હવે લગ્ન પણ કરી લીધા છે. એમના પતિનું નામ સાગર છે. સાક્ષીએ પોતાના સાઉથ ફિલ્મોના કરિયરની શરુઆત ચિરંજીવીની ફિલ્મ માસ્ટરથી કરી હતી. જો કે લાંબા સમયથી એમને સાઉથમાં પણ કોઈ ફિલ્મ નથી કરી.

image source

વર્ષ 2019માં સાક્ષી ત્યારે ચર્ચામાં આવી જ્યારે દિલ મિલ ગયેની એક્ટ્રેસ રહી ચુકેલી ઓહના શિવાનંદે પોતાની બહેન સાક્ષી શિવાનંદની સાસુ પર એના અને એની માતાની હત્યાના પર્યટનનો આરોપ લગાવ્યો હતો. સીરિયલમાં રિદ્ધિમાં ગુપ્તાનું પાત્ર નિભાવનાર ઓહાના શિવાનંદે એક ફેસબુક પોસ્ટ લખીને અટેમ્પટ ટુ મર્ડરનો આરોપ લગાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *