Site icon News Gujarat

નહીં જોયો હોય માન્યતા દત્તનો આ લૂક, ક્યારેક દેસી તો ક્યારેક લાગે છે ગ્લેમરસ

માન્યતા દત્ત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહે છે. અનેક વાર તે પોતાના ખાસ લૂકના ફોટો શેર કરતી રહે છે. અનેક વાર તે પોતાનું ગ્લેમરસ ફોટો શૂટ પણ કરાવે છે. માન્યતા અનેક વાર પોતાની સાથે સાથે પરિવારના ફોટોઝ પણ શેર કરતી રહે છે. આ સિવાય તે અલગ અલગ આઉટફિટ પહેરેલી જોવા મળે છે. માન્યતા પરંપરાગત અને વેસ્ટર્ન તમામ પ્રકારના આઉટફિટ પહેરે છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ તેમને ખૂબ પસંદ કરે છે અને તેમના ફોટો પર કમેન્ટ પણ કરતા રહે છે.

image source

માન્યતા ફક્ત મોર્ડન કપડામાં નહીં પણ પોતાની અદાઓને લઈને પણ ફેન્સમાં જાણીતી છે. જ્યારે તે પરંપરાગત વસ્ત્રોમાં પોતાના ફોટો શેર કરે છે તો તેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. ડ્રેસ, સાડી કે પછી કોઈ પરંપરાગત પરિધાનને દરેક રૂપમાં તેને ફેન્સ પસંદ કરે છે. તેમના ફોટોમાં અનેક રંગો હોય છે. ફોટોની વેરાયટીને પણ ફેન્સ પસંદ કરે છે. આ સાથે તેમના ફોટો પરથી એક વાત સાબિત થાય છે કે તે દરેક રંગના અને દરેક પ્રકારના કપડા સારી રીતે કેર કરવાનું પણ જાણે છે.

image source

હાલમાં જ માન્યતાએ ઈદનો તહેવાર ઉજવ્યો. તેઓએ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સંજય દત્ત અને તેમના 2 બાળકો શાહરાન અને ઈકરાની સાથે માન્યતા દત્ત ખુશ જોવા મળી રહી છે. તેઓએ એક સાથે પિંક શેડના આઉટફિટ પહેરી રાખ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર સંજય અને માન્યતાનો ફોટો ફેન્સને પસંદ આવી રહ્યો છે.

image source

માન્યતાની વાત કરીએ તો તે સંજય દત્તની સાથે સુખ હોય કે દુઃખ સાથે જ રહે છે. ગયા વર્ષે સંજય દત્તના કેન્સરના સમાચાર આવ્યા હતા. આ સમયે તે મુશ્કેલ સમયમાં માન્યતાએ પરિવારને સંભાળ્યો. સંજય દત્તે પોતાની સારવારના કારણે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ જોવા મળી રહ્યા છે.

image source

માન્યતા દત્તનું સાચું નામ દિલનવાજ શેખ છે. તેનો જન્મ મુંબઈમાં 1979માં 22 જુલાઈએ થયો હતો. માન્યતા દુબઈમાં મોટી થઈ છે અને ફિલ્મો મેળવવા મુંબઈ આવી હતી.

image source

ઈન્સ્ટાગ્રામ પર માન્યતાના 20 લાખ જેટલા ફોલોઅર્સ છે. હાલમાં માન્યતા સંજય દત્તના પ્રોડક્શન હાઉસની સીઈઓ છે.

Exit mobile version