હેલ્મેટ ખરીદતા કે વેચતા પહેલા નવો નિયમ જાણી લેજો નહીં તો ખાવી પડશે જેલની હવા

રસ્તા પર ટુ વ્હીલર ચલાવતા સમયે સારા હેલ્મેટનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારું હેલ્મેટ હંમેશાં અકસ્માતમાં થતાં નુકસાનથી બચાવે છે. કેટલીકવાર બાઈકસવારનું જીવન ફક્ત સારા હેલ્મેટને કારણે જ બચી જાય છે. પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે લોકો રસ્તા પર ગમે ત્યાંથી સસ્તા હેલ્મેટ ખરીદીને નાણાં બચાવવાનો પ્રયત્ન કરે છે.

image source

પરંતુ હવે આવુ ચાલશે નહીં, કારણ કે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 1 જૂન, 2021થી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અથવા આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ મુજબ, ટુ-વ્હીલર્સ પર આઇએસઆઈ માર્કવાળા હેલ્મેટનો ઉપયોગ ન કરતા ડ્રાઇવરો પર કેસ દાખલ કરી શકાય છે અને દંડ પણ વસુલી શકાય છે.

Those selling helmets with non-ISI mark can be jailed for one year and fined up to 5 lakhs
image source

ડ્રાઈવરો ઘણીવાર દંડથી બચવા માટે હલકી ગુણવત્તાવાળા હેલમેટનો ઉપયોગ કરે છે. તેમને આ હેલ્મેટ ફૂટપાથ પર 200 થી 250 રૂપિયામાં મળી જાય છે. રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક કર્મચારીઓ ટુ વ્હિલરના ચાલકને માથામાં હેલ્મેટ જોઇને જવા દેતા હોય છે. પરંતુ નવા નિયમો અનુસાર હવે ચાલકોએ માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ સલામતી માટે સારી ગુણવત્તાની હેલ્મેટ પહેરવાની રહેશે. હાલમાં લોકોને આ માટે જાગૃત કરવામાં આવશે, ત્યારબાદ તેમને આઈએસઆઈ માર્કનું હેલ્મેટ ન હોવા અંગેના ચલણ આપવામાં આવશે.

કાયદેસરની કાર્યવાહી થશે

image source

કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ જો કોઈ આઈએસઆઈ માર્ક વિના હેલ્મેટ વેચે અથવા ખરીદે તો બંને સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે કે હવે ટૂ વ્હીલર ડ્રાઇવરોએ આઇએસઆઈ માર્કવાળા હેલ્મેટ પહેરવા જરૂરી બની ગયું છે. આ હેલ્મેટ BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) પ્રમાણિત હોવું જોઈએ.

ગયા વર્ષે જાહેરનામું બહાર પાડ્યું

image source

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 26 નવેમ્બર 2020 ના રોજ જાહેર કરેલા જાહેરનામું મુજબ, ટુ વ્હીલર મોટર વ્હીકલ ડ્રાઇવરો માટે હેલ્મેટ્સ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2020” જણાવે છે કે તમામ ટુ-વ્હીલર્સ માટે ઉપયોગમાં લેવાતા હેલ્મેટ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) પ્રમાણિત હોવા જોઈએ અને તેમના પર 1 જૂનથી ભારતીય ધોરણ (આઈએસઆઈ)ની નિશાની હોવી જોઈએ.

આટલો દંડ થઈ શકે છે

image source

આ નવા નિયમો દ્વારા કેન્દ્ર સરકાર માર્ગ પર દ્વિચક્રી વાહન ચલાવનારાઓની સલામતી સુધારવાનો છે. નવા કાયદાનું પાલન નહીં કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઉલ્લંઘન કરનારાઓને દંડ પણ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આઈએસઆઈ માર્ક વગર હેલ્મેટનું ઉત્પાદન કરે છે, સ્ટોર કરે છે, વેચે છે અથવા આયાત કરે છે, તો તેને એક વર્ષ સુધીની મુદત માટે કેદની સજા અથવા એક લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!