શાકભાજી ખરીદતા પહેલા વાંચી લો આ ટિપ્સ, ભાવમાં સસ્તુ પડશે અને સાથે સારું પણ આવશે

શાકભાજી આપણે બધા ખરીદતા જ હોઈએ છીએ. પરંતુ તમે તેમને ખરીદતી વખતે તેમની કિંમત કરતા ભાગ્યે જ તેમના પર વધુ ધ્યાન આપી શકો છો. પરંતુ શાકભાજી ખરીદતી વખતે તેની કિંમત, ગુણવત્તા અને તાજગી પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. ફક્ત તેના નીચા ભાવેને લીધે, આપણે એવું સમજવું ન જોઈએ કે આપણે ઓછા ભાવે શાકભાજી મેળવી રહ્યા છીએ, તે જ આપણા માટે પૂરતું છે. આ લેખમાં એવી કેટલીક કેટલીક ટિપ્સ અને યુક્તિઓ વિશે પણ જાણવું ખુબ જરૂરી છે, જે તમને શાકભાજી ખરીદવામાં અને સસ્તી કિંમતે સારી શાકભાજી ખરીદી કરવામાં તમારી મદદ કરશે.

એકવાર ફરીથી જરૂર જોઈ લેવુ :

image source

જ્યારે તમે શાકભાજી લો છો, ત્યારે તેને ચારે બાજુથી સારી રીતે જોઈ લેવું જેથી તેમાં કોઈ પણ ખરાબી ના હોય. ઘણી વાર કેટલાક લોકો ખરાબ શાકભાજીના ડાઘને છુપાવીને રાખે છે. તેથી કોઈ પણ શાકભાજીને સારી રીતે જોયા પછી જ તેની ખરીદી કરવી.

કોઈપણ વસ્તુને સુંધીને તેની ઓળખ કરવી :

image source

જો તમે કોઈ પેકેટની વસ્તુઓ લઈ રહ્યા છો, તો તેમાં ખાતરી કરો કે તે તાજી છે કે નહિ. તે ખાતરી કરવા માટે તેને નાકથી થોડા અંતરે મશરૂમ, મકાઈ, ફણગાવેલા કઠોળ જેવી અનેક વસ્તુના પેકેટની ગંધ આવી શકે છે. તે ગંધથી તમે તેને ખરાબ હોવાનો અનુભવ કરી શકો છો.

આ વસ્તુઓને વધુ પડતી ના ખરીદવી જોઈએ :

image source

શાકભાજી લેતી વખતે જોઈ કોઈ વસ્તુ ઓછા ભાવે મળે તો તેને વધારે ખરીદવું ન જોઈએ. કેટલાક શાકભાજી લાંબા સમય સુધી ચાલે છે, પરંતુ કેટલાક શાકભાજીને લાંબા સમય સુધી રાખી શકતા નથી. તેથી તેની જરૂરિયાત મુજબ જ પાંદડાવાળા શાકભાજી, કોથમીર, ટામેટાં જેવા બીજા કેટલાક શાકભાજી વધુ ખરીદવા ન જોઈએ. તેથી તેને આપણી જરૂરિયાત મુજબ જ ખરીદવા જોઈએ.

તેને દબાવીને તેની ખાતરી કરી લો :

image source

જ્યારે તમે શાકભાજી ખરીદો છો, ત્યારે તેને એક વાર ખાસ કરીને ટામેટાં, ડુંગળી, બટાકા વગેરે લો છો, ત્યારે તેને તમારે હળવા હાથે દબાવીને જાણો કે તે અંદર ખરાબ તો નથી. કેટલીક વાર શાકભાજી બહારથી જોવામાં આવે ત્યારે સારા હોય છે, પરંતુ તે અંદરથી ખરાબ નીકળે છે. તેથી કોઈ પણ વસ્તુ ખરીદતા સમયે સાવચેત રહેવું.

આ સાવચેતીઓ ખાસ લેવી :

image source

જ્યારે તમે કોઈ પાસેથી પાંદડાવાળા શાકભાજીની ખરીદી કરતા હોય, ત્યારે તેની ખાસ ખાતરી કરો કે તેમના પાંદડા પીળા ન હોય અથવા તો કોઈપણ જગ્યાએથી ખરાબ ના હોય કેમકે, તે ત્યાંથી ખરાબ થઈ જાય છે. તેમની વચ્ચે કોઈ જંતુઓ પણ હોઈ શકે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પાંદડાવાળા શાકભાજી પાણીમાં બહુ ભીના ન હોવા જોઈએ. તેને લીધે તે ઝડપથી બગડી પણ જાય છે. તેથી કોઈ પણ શાકભાજી લો તે ચોખ્ખુ લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત