થાઇરોઇડની તકલીફ હોય તો પાલકના જ્યૂસમાં આ વસ્તુ એડ કરીને પીવો, થઇ જશે કંટ્રોલમાં, જાણો બીજા ફાયદાઓ પણ

પાલકમાં એવા ઘણા ઔષધીય ગુણો છે જે મોટાભાગે જુદા જુદા ફળોમાંથી મળે છે. પાલક મહિલાઓ માટે ખાસ લાભદાયી છે, કારણ કે એમાં લોહીની ઉણપ દૂર કરવા અને સુંદરતા નિખારવાનો ખાસ ગુણ છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં બીટા કેરોટીન, લ્યુટીન તેમજ જેકસેટીન જેવા કેરોટીનાઇડ્સ ગુણ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ ઉપયોગી છે પાલક કારણ કે એમાં વિટામિન એ, વિટામિન બી 2, સી, ઇ, કે, કેલ્શિયમ, સિલેનિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ તેમજ ફાઇબર હોય છે. ગર્ભવતી સ્ત્રીઓએ પાલક જરૂર ખાવી જોઈએ, જેનાથી એમનું વજન કન્ટ્રોલમાં રહે છે. સ્ટ્રેસ ઓછું કરવા માટે અને બ્લડ પ્રેશરને ઠીક રાખવા માટે પાલક ખાવી લાભદાયક હોય છે.

image source

ઘરેલુ નુસ્ખા.

થાઇરોઇડની તકલીફ હોય, તો પાલકના રસમાં એક ચમચી મધ અને અડધી ટીસપુન જીરા પાઉડર ભેળવીને રોજ રાત્રે સૂતા પહેલા સેવન કરવાથી લાભ થાય છે.

આંખોની રોશની વધારવા માટે ઓલિવ ઓઈલ સાથે તૈયાર કરેલા પાલકના સલાડને ખાઓ.

ધાધર- ખંજવાળ જેવી તકલીફમાં પાલકના બીજને પીસીને લગાવવાથી આરામ મળે છે.

કબજિયાતથી હેરાન હોવ તો નિયમિત રીતે પાલકનું સૂપ સવાર સાંજ પીવો.

આંખોની નીચે થતા ડાર્ક સર્કલની સમસ્યામાં રૂની મદદથી પાલકના રસ પ્રભાવિત જગ્યા પર લગાવો.

Spinach
image source

જો પેટમાં જીવડાની સમસ્યા હોય તો પાલકના પાનને અજમાં સાથે પીસીને પાણીમાં ઘોળીને સુતા પહેલા ત્રણ દિવસ સુધી પીવાથી પેટના જીવડાં મરી જાય છે કે નીકળી જાય છે

નિયમિત રીતે ગરમ ગરમ પાલકનું સૂપ પીવાથી શરીરની કમજોરી અને લોહીની ઉણપ દૂર થાય છે.

આંતરડાની બીમારીઓમાં દરરોજ પાલકનું શાક ખાવાથી ફાયદાકારક રહે છે.

પાલકમાં રહેલા એમિનો એસિડ સ્કિન એજિંગની સમસ્યામાં રાહત આપે છે. એ માટે બે કપ સમારેલી પાલકની પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવો. પાંચ મિનિટ પછી ધોઈ લો. આને અઠવાડિયામાં બે વાર કરો.

Spinach
image source

પાલકનો ક્ષાર શરીરના સોજા ઘટાડે છે.

નાકમાંથી લોહી પડવું કે નકસીરની તકલીફમાં પાલકને દાડમના દાણા સાથે ભેળવીને કાચું ખાવાથી કે પછી શાક બનાવીને ખાવાથી આરામ મળે છે અને લોહી પડવાનું બંધ થઈ જાય છે.

ધાધર તેમજ ખંજવાળ પર પાલકના બીજને છાશ સાથે પીસીને લગાવો.

સ્કિન ખીલી ખીલી રહે એ માટે અડધો કપ સમારેલી પાલકમાં 1 1 ટીસ્પૂન લીંબુનો રસ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. સ્કિનને પાણીથી ધોઈ સારી રીતે લૂછીને આ પેસ્ટ લગાવો. 15- 20 મિનિટ પછી ધોઈ લો. એવુ અઠવાડિયામાં બે વાર કરો.

image source

રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે એક ગ્લાસ પાલકનું જ્યુસ પીવો. એને સવારે પીવું વધારે ફાયદાકારક છે.

આ સિવાય પાલકને શાક, શુપ, સલાડ, જ્યુસ, પરોઠા, પાલક પનીર, દાલ પાલક વગેરે રીતે નિયમિત રૂપે યોગ્ય માત્રામાં ખાઓ.

કેન્સરથી બચાવે છે.

કેન્સર માટે પણ પાલક ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાલકમાં બીટા કેરોટીન અને વિટામિન સી હોય છે. આ બંને પોષકતત્વો વિકસિત થઈ રહેલી કેન્સર કોશિકાઓથી સુરક્ષા પ્રદાન કરે છે. એ સિવાય એ એન્ટીઓક્સીડેન્ટની જેમ ફ્રી રેડીકલ્સ અને કારસીનોજન પદર્શ જેનાથી કેન્સર થઈ શકે છે એને પણ રોકે છે. પાલક ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાઓ 44% ઓછી કરી શકાય છે.

હેલ્થ એલર્ટ.

image source

એક્સપર્ટ અનુસાર જરૂરત કરતા વધારે પાલકનો ઉપયોગ કરવાથી પણ બચો, નહિ તો એનાથી પેટ ફુલવું, કબજિયાત, ડાયરીયા, કિડનીમાં પથરી જેવી તકલીફ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત