વડોદરાની આ હોસ્પિટલ પર ગંભીર આરોપો, પરિવારજનોંની આપવીતી સાંભળીને ધ્રુજી ઉઠશો, સવારે સારું તો બપોરે મોત

આપણે અવાર નવાર એવા કિસ્સા સાંભળતા આવીએ છીએ કે સાંજે વાત કરી અને સવારે મોત થયું. અથવા તો સવારે વાત કરી અને બપોરે મોત થયું. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં દર્દીના મોત પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. તો આવો જોઈએ વિગતે કે શું છે આ કિસ્સો. આજવા રોડ પર આવેલા પાયોનિયર ન્યૂ લાઈફ લાઈન હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત થતાં હોસ્પિટલની બહાર એકઠા થયેલા અન્ય દર્દીઓના સ્વજનોએ પણ હોબાળો મચાવ્યો હતો અને દવાખાના પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તો આ તરફ હોસ્પિટલ તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ તેમને મળવા સુદ્દા પણ ન આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આટલી મોટી બેદરકારીનો કિસ્સો ચારેબાજુ વખણાઈ રહ્યો છે.

image source

એક બે નહીં પણ ઘણા પરિવારોએ આ હોસ્પિટલ પર ગંભીર આરોપો નાંખ્યા છે અને ત્યાંના અઘર અઘરા કિસ્સા વિશે વાત કરી છે. મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરવામાં આવે તો આજવા રોડ પરની પાયોનિયર ન્યૂ લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ વ્રજલાલ મકવાણાના પરિજન નૂતનબેને જણાવ્યું હતું કે છેલ્લા રવિવારે ન્યુ સમા રોડ પર રહેતા 78 વર્ષના વ્રજલાલ મકવાણાને સયાજી હોસ્પિટલમાં દાખલ હતા તેઓની સ્થિતિ સારી હોવાથી પાયોનિયરમાં શિફ્ટ કરીએ છીએ તેમ વાત કરવામાં આવી. ત્યારબાદ બે દિવસ સુધી તેમનો મોબાઈલ ફોન પણ ચાલુ રહ્યો અને સરસ રીતે વાત પણ કરતાં હતા

image source

પછીની વાત કરતાં પરિજનોએ કહ્યું કે પછીથી સતત મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. અમે કન્ટ્રોલ રૂમમાં જાણ કરી દર્દીની વાત કરાવો તેમ કહેતા સ્ટાફે વાત નહીં કરી શકો એમ પણ કહ્યું અને દર્દીને ઘેનના ઈન્જેક્શન અપાતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો હવે કહી રહ્યા છે કે આમાં કોનો વિશ્વાસ કરવો. વાત આગળ કરીએ તો સોમવારે સવારે 10 વાગે પૂછ્યું તો સ્ટાફે કહ્યું કે તબિયત સારી છે, 7 કિલો ઓક્સિજન અપાય છે.

image source

હવે પછીની વાત છે એ ખરેખર ચોંકાવનારી છે. જ્યારે પરિવારે હોસ્પિટલ પહોંચી ડિસ્ચાર્જની વાત કરી તો વેન્ટિલેટર પર છે અને થોડા સમય બાદ તેઓની ડેથ થઈ હોવાનો મેસેજ મળ્યો હતો. હોસ્પિટલના જિલ્લા આરોગ્ય અમલદાર ડો. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, બીજા ગંભીર દર્દીઓની સારવારમાં સ્ટાફ વ્યસ્ત હોય છે પરંતુ હોસ્પિટલનો જવાબદાર અધિકારી દર્દીના પરિવારજનોને બહાર જઇ મળે તેવી કોઈ વ્યવસ્થા નહિ થઈ શકે. ત્યારે હવે આ બેદરકારી આખા ગામમાં ચર્ચાઈ રહી છે અને લોકો દવાખાને જતાં પણ ડરી રહ્યા છે.

image source

હોસ્પિટલમાં દાખલ સુધાબેન પટેલના પુત્ર સચિનભાઈ જણાવ્યું હતું કે ત્રણ દિવસથી મારા માતા ત્યાં દાખલ છે. મેં વાત થાય તે માટે ફોન મોકલાવ્યો તો જાણવા મળ્યું કે માતા સુધી મોબાઈલ પહોંચ્યો નથી. આ સાથે જ મૃતકના પુત્રી સ્નેહા મિસ્ત્રીએ પોતાનો અનુભવ શેર કર્યો હતો કે મારા પપ્પાને પણ એક સપ્તાહ પહેલા પાયોનિયર હોસ્પિટલમાં લાવ્યા હતા. લાવ્યા ત્યારથી જ તેમની કોઈ માહિતી આપવામાં આવતી ન હતી. ગઈકાલે વાત થઈ તો જાણવા મળ્યું કે તેમને સારું છે. પછી જાણવા મળ્યું કે તેઓ ખાવાનું ખાતા નથી. સાંજે તબિયત ખરાબ છે તેમ અમને કહેવામાં આવ્યું. અમે જમવાનું મોકલીએ તો તેમના સુધી પહોંચતું ન હતું. આજે સવારે ફોન આવ્યો કે એમના ધબકારા ઓછા થઈ ગયા છે. સ્ટાફના લોકો કે પછી સિસ્ટર કોઈ જ સરખી વાત નથી કરતું. આવા કિસ્સા જેમ જેમ સામે આવતા જાય છે લોકોમાં પણ એક ડરનો માહોલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!