ગૌહર ખાનથી લઇને આ અભિનેત્રીઓ પરણી છે નાની ઉંમરના પુરુષો સાથે, જેમાં નંબર 2 વિશે ખાસ જાણજો કારણકે…

વર્તમાન સમયમાં લગ્ન માટે યુવક અને યુવતી ઉંમરને વધારે મહત્વ આપતા નથી. લગ્ન માટે સામાન્ય રીતે ઉંમરને મહત્વ આપવામાં આવે છે અને યુવકની ઉંમર યુવતી કરતાં મોટી હોય તેવું ખાસ જોવામાં આવે છે. પરંતુ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓએ આ નિયમને તોડી અને લગ્ન કર્યા છે. લગ્ન માટે ઉંમર વધારે મહત્વ નથી રાખતી. મહત્વ હોય છે કે યુવક અને યુવતીમાં પ્રેમ કેટલો છે. આ વાતને ધ્યાનમાં રાખી અને બોલિવૂડની કેટલીક હસીનાઓએ પોતાનાથી નાની ઉંમરના યુવકો સાથે લગ્ન કર્યા છે. આ અભિનેત્રીઓ કઈ કઈ છે ચાલો જાણીએ.

અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠી

image source

અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠીની જોડીને બધા જ જાણે છે. બંને જાણીતા કલાકાર છે. પરંતુ તેમના ફેન્સ કદાચ એ નહીં જાણતા હોય તે પરમીત સેઠી અર્ચના પૂરન સિંહ કરતાં આઠ વર્ષ નાના છે. અર્ચના અને પરમીતે 30 જૂન 1992ના રોજ લગ્ન કર્યા હતા. તેમણે લગ્નની વાત ચાર વર્ષ સુધી જાહેર કરી ન હતી.

નેહા કક્કડ અને રોહનપ્રીત

image source

નેહા કક્કડ જાણીતી ગાયિકા છે. તેણે તાજેતરમાં જ પોતાનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સાથે લગ્ન કર્યા છે. બંનેએ લવ મેરેજ કર્યા છે અને તેમના લગ્ન 24 ઓક્ટોબર 2020ના રોજ દિલ્હીમાં થયા હતા. બંને ઘણા સમયથી રિલેશનશીપમાં પણ હતા.

ગૌહર ખાન અને ઝૈદ દરબાદ

image source

ગૌહર ખાને પણ થોડા સમય પહેલા જ પોતાનાથી નાની ઉંમરના ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 25 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ઝૈદ દરબાર જાણીતા સંગીતકાર ઈસ્માઈલ દરબારના દીકરો છે.

કિશ્વર મર્ચંટ અને સુયશ રાય

image source

બીગ બોસ 9માં જોવા મળેલી ટીવી જગતની અભિનેત્રી કિશ્વર મર્ચંટે પોતાનાથી આઠ વર્ષ નાના સુયશ સાથે લગ્ન કર્યા છે. તેઓ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા અને ત્યારબાદ 16 ડિસેમ્બર 2016ના રોજ તેમણે લગ્ન કર્યા હતા.

યુવિકા ચૌધર અને પ્રિંસ નરુલા

image source

રિયાલિટી શો બિગ બોસની સ્પર્ધક રહેલી યુવિકા ચૌધરીએ પ્રિંસ નરુલા સાથે લગ્ન કર્યા છે. પ્રિંસ યુવિકા કરતાં સાત વર્ષ નાનો છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

ભારતી સિંહ અને હર્ષ

image source

કોમેડિયન ભારતી સિંહે હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા છે. બંને લગ્ન પહેલા લાંબો સમય રિલેશનશીપમાં હતા. તેમણે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. હર્ષ ભારતી કરતાં આઠ વર્ષ નાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *