એક બે નહીં પણ 3 વાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ પ્લેન હવામાં એક કલાક આંટાફેરા કરતાં રહ્યું, મુસાફરો રડવા લાગ્યા

આજે એક એવી ઘટના બની કે જે જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અમદાવાદથી છે અને એક ફ્લાઈટ સાથે જોડાયેલી છે. આમ તો થોડી રમુજી કહી શકાય એવી ઘટના છે, પણ ગંભીરતમા એટલી જ જરૂરી હતી. તો આવો વિગતે વાત કરીએ આ ઘટના વિશે. અમદાવાદથી પ્લેન જેસલેમર માટે રવાના થયું પણ પછી કંઈક એવું થયું કે અમદાવાદથી જૈસલમેર પહોંચેલી સ્પાઇસઝેટની ફ્લાઇટ એક કલાક સુધી હવામાં જ આંટાફેરા કરતી રહી અને જેના કારણે મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બન્યું એવું કે જેસલમેર એરપોર્ટ લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો, પાઈલટે બીજો પ્રયાસ કર્યો તે પણ નિષ્ફળ, ત્રીજો પ્રયાસ કર્યો એમાં પણ નિષ્ફળ. કહેવામાં આવે છે આ પ્લેન ટેકનિકલ ખામીને કારણે લેન્ડ થઈ શક્યું નહોતું.

image source

આ વિશેની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આ સમયે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો એટલા ગભરાઇ ગયાં હતા કે તેઓ ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. બાદમાં વિમાનને પાછું અમદાવાદ લાવવામાં આવ્યું અને જ્યાં તેનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બાદમાં અન્ય પાયલટ દ્વારા વિમાન પાછું જેસલમેર લઇ જવામાં આવ્યું હતું. જ્યાં સફળ લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સ્પાઈટજેટનું વિમાન એસજી 3012એ અમદાવાદથી જેસલમેર માટે શનિવારે લગભગ 12.05એ ઉડાન ભરી હતી. લગભગ 1 વાગ્યે આ વિમાન જેસલમેર એરપોર્ટ પહોંચ્યું હતું. વિમાનના પાઈલોટ દ્વારા વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમાં તેને સફળતા મળી નહોતી.

image source

ત્યારબાદની વાત કરીએ તો વિમાનને ફરીથી આકાશમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ બે વખત અલગ અલગ ડાયરેક્શનથી વિમાનને લેન્ડિંગ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પાઈલોટને તેમાં સફળતા મળી નહોતી. ટેકનિકલ ખામીના કારણે વિમાનની લેન્ડિંગ શક્ય બની નહોતી એવું પણ કહેવામાં આવ્યું છે. આ રીતે વિમાન લગભગ 1 કલાક સુધી આકાશમાં આંટાફેરા કરતું રહ્યું હતું. ત્યારબાદ લગભગ બે વાગે વિમાનના પાઈલોટે વિમાનને પાછું અમદાવાદ લાવવું પડ્યું હતું. જ્યાં 02.40એ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લગભગ બે કલાક પછી વિમાનને ફરીથી જેસલમેર માટે ઉડાન ભરી હતી, અને જેસલમેર લગભગ 5.15એ પહોંચ્યું હતું. જ્યાં જેસલમેર એરપોર્ટ પર વિમાનની સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવી હતી.

image source

જો વિગતે વાત કરીએ તો જ્યારે વિમાનમાં રહેલા મુસાફર મયંક ભાટિયા સાથે તેના અનુભવ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે, આ ઘટના સાચી છે, અમદાવાદથી સ્પાઇસજેટની વિમાન એસજી 3014એ પોતાના નિર્ધારિત સમય મુજબ જેસલમેર માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે જેસલમેર એરપોર્ટના રન-વે પર પાયલોટ બરાબર લેન્ડિંગ કરાવી શક્યા નહોતા. જો કે, પાઈલોટે 3 વખત પ્રયાસ કર્યો હતો.

image source

એક વાર સાઉથ ટૂ નોર્થ એટલે કે ખુહડી તરફથી અને બે વાર નોર્થ ટૂ સાઉથ એટલે કે મૂળસાગર તરફથી લેન્ડિંગ કરાવવાની કોશિશ કરી, પરંતુ વિમાન નીચે આવ્યા બાદ વિમાનની લેન્ડિંગ રનવે પર થઈ શકતી નહોતી, તેના કારણે દર વખતે લેન્ડિંગ પછી પાઈલોટ વિમાનને આકાશમાં લઈ જતો હતો. લગભગ 1 કલાક સુધી હવામાં વિમાન ચક્કર મારતું રહ્યું, જેના કારણે અનેક મુસાફરો ગભરાઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *