મુકેશ અંબાણી મિટીંગની શરૂઆત હોય કે અંત હોય, પણ હંમેશા પૂછે છે આ 2 પ્રશ્નો જ, જે જાણીને તમને પણ થશે આશ્વર્ય

દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાની સાથે મીટીંગ દરમિયાન માત્ર આ બે જ પ્રશ્નો પૂછે છે, આ પ્રશ્નો જાણીને આપને ખુબ જ નવાઈ લાગશે.

image source

દેશના સૌથી ધનવાન વ્યક્તિઓમાં પહેલા નંબરે આવતા મુકેશ અંબાણી પોતાની કંપની કામ કરવા માટે IAS ઓફિસર પર જ પસંદગી ઉતારે છે. જયારે મુકેશ અંબાણી કોઈ કલેકટરને મળવા જાય છે અને તેમને એવું લાગે છે કે, આ અધિકારી પાસે જ્ઞાન વધારે છે.

ત્યારે આવા સમયે મુકેશ અંબાણી કલેકટર ઓફિસરને સીધું જ પૂછી લે છે કે, આપની ઉમર કેટલી અને સરકાર તરફથી આપને કેટલો પગાર આપવામાં આવે છે? આપને જોઈ તો હોય એટલો પગાર આપવાની વાત કરીને તે IAS ઓફિસરને રિલાયન્સ કંપનીમાં નોકરી માટે બોલાવી લે છે.

image source

ત્યાર બાદ રિલાયન્સ કંપનીમાં આવી ગયા બાદ મુકેશ અંબાણી આ IAS ઓફિસરને સીધા જ પૈસા આપી દે છે અને મારે ૧ વર્ષના સમયમાં આટલા પૈસા જોઈએ આપને જે કરવું હોય તે કરી શકો છો. ફક્ત આટલું જ કામ મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવે છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાની સાથે મીટીંગ દરમિયાન ફક્ત આ બે જ પ્રશ્નો પૂછે છે.

image source

ઉદાહરણ તરીકે, મારી પાસે એક પાવર પ્લાન્ટ છે જેની હાલની કેપેસીટી ૫૦૦ મેગાવોટ છે તો એક વર્ષમાં ૧ હજાર મેગાવોટ સુધીની કેપેસીટી જોઈએ છે અને એના માટે આપને કેટલા પૈસા જોઈએ છે. બસ ફક્ત આ બે જ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નના જવાબમાં ચીફ એન્જીનીયર એવું કહે છે કે, મારે ૫૦૦ કરોડ રૂપિયા જોઈએ છે તો મુકેશ અંબાણી તે સમયે ફક્ત એટલું જ કહે છે કે, આપને ૫૦૦ કરોડ રૂપિયા મળી જશે. મારે ૧ વર્ષમાં ૭૫૦ કરોડ રૂપિયા જોઈએ.

એના માટે આપને જે કરવું હોય તે કરી શકો છો અને આપને જેટલા વ્યક્તિઓને નોકરી પર રાખવા હોય, કોઈને ફ્લેટ ભાડે આપવો હોય, આપને જે કરવું હોય તે કરી શકો છો મને કઈ પૂછવાની જરૂરિયાત નથી. માટે ફક્ત ૧ વર્ષમાં જેટલા કહ્યું છે એટલા પૈસા જોઈએ.

image source

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની આવી રીતે જ આગળ આવી શકી છે. અત્યારના સમયમાં રિલાયન્સ કંપની ખુબ જ મોટી કંપની બની ગઈ છે. જામનગર રીફાઈનરીના જનરલ મેનેજર જેઓ પુરેપુરી રીફાઈનરીનો વહીવટ સાંભળી રહ્યા છે. તેમને મુકેશ અંબાણી તરફથી પ્રાઈવેટ પ્લેન આપવામાં આવ્યું છે. જેથી કરીને તેઓ દર શનિવાર અને રવિવાર મુંબઈમાં રહેતા પોતાના પરિવારની સાથે રહી શકે. તેમજ હાલના સમયમાં જામનગર રીફાઈનરીના જનરલ મેનેજર રોજ જામનગર પ્લેન લઈને આવે છે અને સાંજે કામ પતાવીને પાછા મુંબઈ ચાલ્યા જાય છે. આવી રીતે કામ કરે છે રિલાયન્સ કંપની.