Site icon News Gujarat

હંમેશા ઓફિસમાં રાખો આ 6 વસ્તુઓ, ધંધામાં થશે પ્રગતિ અને ક્યારે નહિં પડે પૈસાની તકલીફ

વાસ્તુ તેમજ ફેંગશુઈ અનુસાર જો તમે વેપાર અને ઘરનું વાતાવરણને સકારાત્મક બનાવવા માંગો છો, સુખ સમૃદ્ધિ લાવવા માંગો
છો, ધનના સંચયમાં વધારો કરવા માંગતા હોય તો લાફિંગ બુદ્ધા, ડ્રેગન, સોનાના સિક્કાવાળા જહાજ, ક્રિસ્ટલ ટ્રી વગેરે રાખો. આ
વસ્તુઓ રાખવાથી ધન પ્રાપ્તિ અને સફળતા મળે છે. આ વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને કામ દરમિયાન
આવતી અડચણ દૂર થાય છે.

સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે ડ્રેગન.

image source

વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર ડ્રેગન ઉર્જાનું પ્રતીક હોય છે. એના પ્રભાવથી આળસ દૂર થાય છે અને રચનાત્મક તેમજ સર્જનાત્મક કાર્યો
પ્રત્યે રસ વધે છે એટલે એને ઓફિસમાં રાખો. ડ્રેગનને ઘરમાં ન રાખવો જોઈએ ખાસ કરીને બેડરૂમમાં તો બિલકુલ નહિ. ડ્રેગનને
બેડરૂમમાં રાખવાથી વૈવાહિક જીવનમાં તકલીફો આવે છે.

અટકેલા કામને આગળ ધપાવે છે ક્રિસ્ટલ ટ્રી.

image source

વાસ્તુ અનુસાર ક્રિસ્ટલ ટ્રી વેપાર માટે ખૂબ જ શુભ હોય છે કારણ કે એને ઘર કે ઓફિસમાં રાખવાથી અટકેલા કામ અને યોજનાઓ
શરૂ થવાની શક્યતાઓ છે. ક્રિસ્ટલ ટ્રીને રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે. એને ઓફીસ અને ઘરે ક્યાંય પણ મૂકી શકાય છે.એ રોઝ
ક્વાર્ટઝ, એમેથીસ્ટ અને મોતીના બનેલા હોય છે. પોતાની રાશિ અનુસાર તમે એને બનાવડાવી શકો છો. એને ઓફીસ ડેસ્ક પર
રાખવાથી અધૂરા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થવાની શક્યતાઓ રહે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આવકમાં વૃદ્ધિનું પ્રતીક છે વાંસનો છોડ.

image source

વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર વાસનો છોડ આવકમાં વૃદ્ધિની સાથે સાથે સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. એને ઓફિસના ટેબલ પર
રાખવું ખૂબ જ ફાયદાકારક હોય છે. એની અસરથી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. આ છોડની વિશેષતા છે કે એને ખરીદવામાં
નથી આવતો. જો આ ગિફ્ટ તરીકે મળે તો જ એનો પ્રભાવ થાય છે.

ધન સંચય કરે છે લાફિંગ બુદ્ધા.

image source

ફેંગશુઈ અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરે, ઓફીસ, ફેકટરી વગેરે જગ્યા પર રાખી શકો છો. એને રાખવાના ઘણા ફાયદા છે જેમ કે સારી
હેલ્થ, કરિયર, ધન લાભ અને સંતાન પ્રાપ્તિ વગેરે. લાફિંગ બુદ્ધાને એ રીતે રાખવું જોઈએ કે એવું લાગે કે એ ઘરમાં પ્રવેશ કરતો હોય
એવું લાગે. એ ઘણા પ્રકારના હોય છે જેમ કે બુદ્ધાનો હસતો ચહેરો સકારાત્મક ઊર્જાનો પ્રતીક હોય છે. એને રાખવાથી ખોટા ખર્ચ
ઓછા અને ધનના સંચયમાં વધારો થાય છે. એટલે એને ઓફીસના ડેસ્ક પર રાખવો જોઈએ.

વેપારને વધારે છે સોનાના સિક્કાવાળું જહાજ.

image source

ફેંગશુઈ અનુસાર સોનાના સિક્કાવાળું જહાજ આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં મદદ કરે છે. જો તમે આવકના નવા સ્ત્રોત વિશે
જાણવા માંગતા હોય કે વેપારને આગળ વધારવા માંગતા હોય તો સોનાના સિક્કાવાળું જહાજ પોતાના ઓફીસ ટેબલ પર અને ઘરમાં
મુખ્ય દ્વાર પાસે રાખવું ફળદાયી છે. આ જહાજને સંપન્નતા, ઉન્નતિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જહાજને એ
રીતે રાખવું જોઈએ કે એ અંદર તરફ આવતું હોય એવું લાગે.

ફેંગશુઈ કાચબો.

image source

આ કાચબાને તમે ઘર કે ઓફીસ ક્યાંય પણ રાખી શકો છો. કાચબા પણ ઘણા પ્રકારના હોય છે જેનું અલગ અલગ મહત્વ હોય છે.
મોટા કચબાનું ઉપર નાનો કાચબો અને નીચે સિક્કા એ વાતનું પ્રતીક છે કે તમે રોજ પ્રગતિ કરશો. તમારા ધન સંચયમાં વૃદ્ધિ થશે
અને પોતાના સહકર્મીયો સાથે લઈને ચાલશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version