આ પાંચ રત્નોને માનવામાં આવે છે ખુબ જ શક્તિશાળી, જાણો રાશી મુજબ પહેરવાથી થતા આ લાભ વિશે

મિત્રો, આપણા પૌરાણિક જ્યોતિષશાસ્ત્રમા નવ ગ્રહોનુ વર્ણન કરવામા આવેલુ છે. આ દરેક ગ્રહ પોતાનુ એક આગવુ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત આ દરેક ગ્રહ કોઈને કોઈ રત્ન સાથે પણ જોડાયેલા હોય છે. આ રત્નોમા અનેકવિધ ક્ષમતાઓ સમાવિષ્ટ છે, જે તેમને સામાન્ય પથ્થરોમાથી રત્ન બનાવે છે.

image source

જ્યારે પણ કોઈ ગ્રહ અશુભ સ્થિતિમા હોય છે ત્યારે તેને અનુકૂળ બનાવવા અને સમસ્યાઓથી મુક્ત થવા માટે આ રત્ન ધારણ કરવામા આવે છે પરંતુ, દરેક વ્યક્તિ દરેક રત્નને ધારણ કરી શકતો નથી. દરેક રત્નની અસર જુદા-જુદા પ્રકારની હોય છે એટલે તેને ધારણ કરતા પહેલા યોગ્ય જ્યોતિષીય સલાહ લેવી અત્યંત આવશ્યક છે.

આપણા જ્યોતિષશાસ્ત્રમા પાંચ રત્નોને ખૂબ જ શક્તિશાળી ગણાવવામા આવ્યા છે. આ પાંચેય રત્નો ખૂબ જ ઝડપથી પોતાનો પ્રભાવ બતાવે છે. તો ચાલો જાણીએ કે, આ કયા પાંચ રત્નો છે કે, જેમને ધારણ કરવાથી તમારા જીવનમા આવી શકે છે અનેકવિધ બદલાવ, ચાલો જાણીએ.

માણેક રત્ન :

image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રત્ન ગ્રહોના રાજા સૂર્ય સાથે સંબંધ ધરાવે છે. એવુ માનવામા આવે છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિ માણેક ધારણ કરે છે અને તેમના પર કોઈ સંકટની ઘડી આવે છે તો આ રત્નનો રંગ એકદમ ફીકો થવા લાગે છે. મેષ , વૃશ્ચિક, ધનુ અને કર્ક રાશિના લોકો માટે આ રત્ન ધારણ કરવો શુભ માનવામા આવે છે.

પન્ના રત્ન :

image source

આ રત્ન લીલો રંગનો હોય છે. આ રત્ન બુદ્ધિ સાથે સંબંધિત છે. જો કોઈની કુંડળીના સાતમા સ્થાને બુધ નબળો હોય તો પછી તેમના માટે આ રત્ન ધારણ કરવો ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. વૈવાહિક સમસ્યાઓ દૂર થશે. શિક્ષણ, કળા, લેખન, વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ રત્ન ધારણ કરવુ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. મિથુન અને કન્યા રાશિના લોકો માટે આ રત્ન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

પોખરાજ રત્ન :

image source

જે વ્યક્તિની કુંડળીમા ગુરુ નબળો હોય તેમના માટે આ પોખરાજ ધારણ કરવુ અત્યંત શુભ માનવામાં આવે છે. મીન અને ધન રાશિવાળા લોકોએ પોખરાજ ધારણ કરવો જોઈએ. જેથી, તેમના જીવનમા લગ્ન અને પૈસાથી સંબંધિત તમામ સમસ્યાઓનુ સમાધાન થાય છે.

હીરો :

image source

આ રત્ન ખૂબ મૂલ્યવાન તેમજ ખૂબ જ પ્રભાવશાળી છે. આ રત્ન શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. તુલા, વૃષભ, મિથુન અને મકર રાશિના લોકો માટે આ રત્ન ધારણ કરવુ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે.

નીલમ રત્ન :

image source

આ રત્ન શનિ ગ્રહ સાથે સંકળાયેલ છે. આ રતનને જ્યોતિષશાસ્ત્રમા ખૂબ જ શક્તિશાળી માનવામા આવે છે. કુંભ રાશી તથા મકર રાશિજાતકો માટે આ રત્ન શુભ સાબિત થઇ શકે છે. આ રત્ન ધારણ કરવાથી તમને અથાગ પરિશ્રમનુ ફળ વહેલી તકે મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ