ખુદ ગૃહમંત્રીએ જ પોલીસ અધિકારીને આપ્યો હતો 100 કરોડની વસૂલીનો ટાર્ગેટ, પૂર્વ પોલીસ કમિશનરનો ઘટસ્ફોટ

ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમબીરે લખ્યું છે કે, ‘તમને જણાવવા માગુ છું કે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન
વઝેને અનેક વખત પોતાના સત્તાવાર બંગલા જ્ઞાનેશ્વરમાં બોલાવ્યા અને ફંડ કલેક્ટ કરવાના આદેશ આપ્યાં છે.

image source

તેમને આગળ લખ્યું છે કે તેઓએ આ પૈસા મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામ પર જમા કરવાનું કહ્યું હતું. આ
દરમિયાન તેમના પર્સનલ સેક્રેટરી મિસ્ટર .મેળવી શકાય છે. તેઓએ કહ્યું હતું કે એવું કરીને 40થી 50 કરોડ રૂપિયા સહેલાયથી જમા
કરી શકાય છે.’ પરમબીરે લખ્યું, ‘સચિન વઝે તે દિવસે જ મારી પાસે આવ્યા અને આ ચોંકાવનારો ખુલાસો કર્યો.’

દેશમુખના PAએ ACP પાસેથી પણ પૈસા લેવાનું કહ્યું

image source

પણ ત્યાંજ હાજર રહેતા હતા. ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયા જમા કરવાનો ટાર્ગેટ આપ્યો હતો.’

આ સમગ્ર મામલે પરમબીરે આગળ લખ્યું છે કે, ‘મેં આ મામલાને લઈને ડેપ્યુટી CM અને NCPના ચીફ શરદ પવારને પણ બ્રીફ કર્યું હતું. મારી સાથે જે કંઈ પણ ખોટું થયું તેની જાણકારી મેં શરદ પવારને પણ આપી છે.’

image source

રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વઝેને કહ્યું હતું કે મુંબઈના 1750 બાર રેસ્ટોરન્ટ અને અન્ય પ્રતિષ્ઠાનોથી 2થી અઢી લાખ
રૂપિયા કલેક્ટર કરવાનો આ ટાર્ગેટ સરળતાથી પૂરો કરી શકાય છે. તેમને કહ્યું હતું કે એવું કરીને 40- 50 કરોડ રૂપિયા સરળતાથી
મેળવી શકાય તેમ છે. પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે કહ્યું કે સચિન વઝે એમની પાસે આવીને આ ખુલાસા કર્યા હતા પરમવીર સિંહે પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે “‘થોડા દિવસ પછી ગૃહ મંત્રી અનિલ દેશમુખે ACP સોશિયલ સર્વિસ બ્રાંચ સંજય પાટિલને પણ પોતાના ઘરે બોલાવ્યા અને હુક્કા પાર્લરને લઈને વાત કરી.

image source

અનિલ દેશમુખના પર્સનલ સેક્રેટરીએ સંજય પાટિલને 40થી 50 કરોડ રૂપિયા 1750 બાર રેસ્ટોરન્ટ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટથી
જમા કરવાનું કહ્યું હતું.

તેમને પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે “‘ગૃહ મંત્રી અનિલ દેશમુખ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પછી વઝે અને પાટિલે અંદરોદર વાતચીત કરી અને બંને મારી પાસે આ કેસ લઈને આવ્યા હતા.

ગૃહ મંત્રી અનિલ દેશમુખ સતત આ પ્રકારની બાબતમાં જોડાયેલા રહ્યા છે અને તેઓ અનેક વખતે મારા અધિકારીઓને બોલાવીને
આ પ્રકારનું કામ તેમની પાસે કરાવે છે.

image source

તેઓ મારી જાણકારી વગર મારા અધિકારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવતા હતા. આ દરમિયાન તેઓ તેને ઓફિશિયલ
એસાઈનમેન્ટ અને ફાયનાન્સિયલ ટ્રાંજેક્શનથી રિલેટેડ આદેશ આપતા હતા, જેમાં પૈસાનું કલેક્શન સામેલ છે. આ પ્રકારની કરપ્ટ
મલપ્રેક્ટિસ મારા અધિકારીઓ દ્વારા અનેક વખતે મારી સામે લાવવામાં આવી છે.’

તેમના પત્રમાં આગળ લખ્યું છે કે ‘દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની મોત થઈ એ મામલે પણ ગૃહ મંત્રી અનિલ દેશમુખ
તરફથી સતત મારા પણ દબાણ બનાવવામાં આવ્યું કે આ કેસને આત્મહત્યા માટે ઉશ્કેરવા અંગેનો કેસ દાખલ કરું મેં કેટલાક લીગલ લોકો પાસેથી સલાહી લીધી અને તે વાત સામે આવી કે અબેટમેન્ટ ઓફ સુસાઈડનો મામલો જો હોય તો પણ તે દાદરાનગર હવેલી સાથે જોડાયેલો છે તેથી ત્યાંની પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. અને મેં ગૃહમંત્રી અનિલ દેશમુખનું ધાર્યું ન કર્યું એટલે મારે તેમની નારાજગી સહન કરવી પડી. છેલ્લા એક વર્ષમાં મેં એવું અનુભવ્યું કે ઘણીવાર મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ મારા અનેક અધિકારીઓને પોતાના સત્તાવાર નિવાસસ્થાન જ્ઞાનેશ્વર પર બોલાવ્યા અને તેમને વિભિન્ન કેસમાં પોતાની રીતે તપાસ કરાવી.

આ રીતે રાજકીય દબાણ માનનીય સુપ્રીમ કોર્ટની નજરમાં ગેરકાયદે અને ગેરબંધારણીય છે. હું વિનમ્રતાથી તમને કહેવા માગુ છું કે હું
મારી પોલીસ ફોર્સની સંપૂર્ણ જવાબદારી મારા ખભ્ભા પર લઉં છું.’

image source

પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહનો આ પત્ર વાયરલ થયા પછી ગૃહમંત્રી અનિલ દેશમુખની ચોખવટ પણ સામે આવી છે.

તેઓએ કહ્યું કે એન્ટિલિયા અને મુકેશ હિરેન કેસમાં સચિન વઝેની ડાયરેક્ટ લિંક દેખાઈ રહી છે. અને એટલે જ પરમબીર સિંહ ડરી
ગયા છે કે ક્યાંક આ કેસ તેમના સુધી પણ ન પહોંચી જાય. અને એટલે જ એ પોતાને બચાવવા માટે મારા પર ખોટો આરોપ લગાવી
રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!