આ રીતે સૂર્યદેવની આરાધના કરવાથી મળે છે અપાર ફળ અને સમૃદ્ધિ

હિંદુ ધર્મમાં પંચદેવમાં સૂર્યદેવ પણ એક દેવ માનવામાં આવ્યા છે. જ્યોતિષમાં પણ સૂર્ય દેવનું અનેકગણું મહત્વ છે. જ્યોતિષ અનુસાર સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. મનુષ્યના જીવનમાં માન, સમ્માન, પિતા પુત્ર અને સફળતાનો કારક માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર સૂર્ય દર મહિને એક રાશિથી અન્ય રાશિમાં પ્રવેશ કરે છે. આ રીતે 12 રાશિમાં સૂર્ય એક વર્ષમાં પોતાનું ચક્ર પૂરું કરે છે. સૂર્યને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. સૂર્યના પ્રકાશથી જ પૃથ્વી પર જીવન શક્ય છે. સૂર્યને પ્રતિદન જળ ચઢાવવાથી લાભ મળે છે. સૂર્ય દેવની કૃપા મેળવવા અને કુંડળીમાં સૂર્યની અુકીળતા બનાવી રાખવા માટે રોજ સૂર્યને અર્ધ્ય આપવું. આમ કરવાથી સમાજમાં માન સમ્માન પણ વધે છે.

આ રીતે કરો સૂર્ય દેવની આરાઘના

image source

તમે તમારા જીવનમાં સફળતા મેળવો છો પરંતુ સૂર્ય દેવને જળ આપતી સમયે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને જો સૂર્ય દેવને જળ અર્પિત કરાય છે તો જીવનની અનેક બાધાઓ દૂર થાય છે અને દરેક કામ પણ સુધરી જાય છે. દર રવિવારે સૂર્ય પૂજન અને સૂર્ય મંત્રનો 108 વાર જાપ કરો. આ એક ખાસ પ્રયોગ છે. રવિવારના દિવસે નીચે આપેલા મંત્રમાંથી જે મંત્ર તમને સરળતાથી યાદ રહે તેની મદદથી સૂર્ય દેવની આરાધના કરો. મનોકામના મનમાં બોલો. ભગવાન સૂર્ય નારાયણ તમારી મનોકામના પૂરી કરશે.

ડૂબતા સૂર્યને પણ આપી શકાય છે અર્ધ્ય

image source

સૂર્ય દેવને ન ફક્ત ઉદય સમયે પણ અસ્ત થતી સમયે પણ પૂજા કરવી જોઈએ, સૂર્ય દેવની ડૂબતા સમયે સાધના સૂર્ય ષષ્ઠીના પર્વએ કરવામાં આવે છે જેને છઠ પૂજાના રૂપે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવતાને અર્ધ્ય આપવાથી તેના જન્મની સાથે સાથે કોઈ જન્મમાં કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય છે.

જાણો શા માટે કરાય છે સૂર્ય દેવના 3 પ્રહરની સાધના

image source

સૂર્યના 3 પ્રહરની સાધના વિશેષ રીતે ફળદાયી હોય છે. સવારના સમયે સૂર્યની સાધનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. બપોરના સમયે સૂર્યની સાધના સાધકને માન અને સમ્માનમાં વૃદ્ધિ અપાવે છે. સંધ્યા સમયે કરાતી સૂર્યની પૂજા સાધના અને સૌભાગ્યને જગાડે છે અને સાથે સંપન્નતા લાવે છે.

સૂર્ય દવેના આ મંત્રનો જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે.

image source

સૂર્ય દેવની સાધનામાં મંત્રનો જાપ કરવાથી મનોકામના જલ્દી પૂરી થાય છે. સુખ અને સમૃદ્ધિ અને સારી હેલ્થથી આર્શિવાદ મળી રહે છે. અનેક પ્રકારની બીમારી અને જીવન સાથે જોડાયેલા અપયશ દૂર થાય છે. સૂર્યના આર્શિવાદથી તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થાય છે. તો વાંચો આમાંથી કોઈ પણ સૂર્ય મંત્ર.

1. ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:

2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।

3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:

image source

4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ

5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः

6. ॐ सूर्याय नम:

7. ॐ घृणि सूर्याय नम:

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ