પિતાને બચાવવા દીકરીનું હૈયાફાટ રૂદન: સાંસદ સામે દીકરી રડી પડી ધ્રુસકેને ધ્રુસકે અને કહ્યું…’જો મારા પિતા જ નહીં રહે તો હું જીવીને શું કરીશ’

વડોદરામાં પણ દર્દીઓની લાચારીના દ્રશ્યો ઠેરઠેર જોવા મળે છે. દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર પોક મૂકીને રડતા જોવા મળે છે, પરંતું તેમ છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને આ દ્રશ્યો જોતું રહે છે. ત્યારે આજે વડોદરામાં એક લાચાર દીકરી પોતાના પિતાને સારવાર અપાવવા માટે મહિલા સાંસદ સામે રડી પડી હતી.  કોરોના મહામારીમાં સતત વઘી રહેલા સંક્રમણને કારણે હવે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓની અછત ઊભી થઇ રહી છે, ત્યારે હોસ્પિટલોની બહાર દર્દીઓનાં સ્વજનોની લાચારીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પિતાને યોગ્ય સારવાર ન મળતાં દીકરી વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ સામે પોક મૂકીને રડી પડી હતી અને દીકરીએ સાંસદને કહ્યું હતું કે ‘જો મારા પિતા જ નહીં રહે તો હું જીવીને શું કરીશ’.

image source

દર્દીને યોગ્ય સારવાર ન મળતી હોવાના આક્ષેપ સાથે સ્વજનોનો હોબાળો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ પટેલ સયાજી હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસથી સારવાર લઇ રહ્યા છે. જોકે તેમની યોગ્ય સારવાર ન થઇ રહી હોવાના આક્ષેપ સાથે દર્દીનાં સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. પિતાને બચાવવા માટે લાચાર દીકરી સાંસદ રંજનબેન ભટ્ટ સામે રડી પડી હતી. દીકરીએ સાંસદ રંજનબનને કહ્યું હતું કે જો મારા પિતા જ જીવતા નહીં રહે તો હું જીવીને શું કરીશ. જોકે સાંસદ રંજનબેન ભટ્ટે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને દર્દીની વિગતો લઇને સારવારમાં મદદરૂપ થવાનું આશ્વાસન આપ્યું હતું.

image source

પિતાને દાખલ કરવા માટે દીકરીને એકપણ ખાનગી હોસ્પિટલમાં બેડ ન મળ્યો દર્દીની દીકરી નિકિતા પટેલે જણાવ્યું હતું કે મારા પિતા હર્ષદભાઈ પટેલ હોસ્પિટલમાં દાખલ છે અને અમે માંજલપુર વિસ્તારમાં રહીએ છીએ. મારા પિતાનો થોડા દિવસો પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ પહેલાં પણ તેમની સારવાર ચાલી રહી હતી.

image source

આ દરમિયાન અમે ખાનગી હોસ્પિટલમાં ખૂબ તપાસ કરી, પણ બેડ મળ્યું નહોતું. છેલ્લે, અમે 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવ્યા હતા.

મારા પિતાને ક્યાં દાખલ કર્યાં છે એ પણ કોઇ કહેતું નથી દીકરી નિકીતા પટેલે સાંસદ રંજન બેનને કહ્યું કે ,અમે માંજલપુરમાં રહીએ છીએ.

મારા પિતા હર્ષદભાઈ પટેલ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી. ખાનગી હોસ્પિટલમાં અમે બહુ જ તપાસ કરી હતી, પણ બેડ મળ્યા ન હતા.

image source

પણ છેલ્લાં 108 ની મદદે અમે અહી આવ્યા હતા. એસએસજીમાં 22 તારીખથી મારા પિતા એડમિટ કર્યાં છે. અત્યાર સુધી સતત તેમનું ઓક્સિજન ડાઉન બતાવે છે. એમને જુદા વોર્ડમાં મૂકી દે છે તો જણાવતા નથી. અમે ક્યારના ફાંફા મારીએ છીએ કે તે ક્યાં દાખલ છે તે કહેતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!