વાહ ગુજરાતનું ટેલેન્ટ વાહ, સુરતના 13 વર્ષના બાળકોએ ઈન્ટરનેશનલ લેવલે વૈજ્ઞાનિકોને વિચારતા કરી દીધા

કહેવાયને શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી. જો મહેનત અને લગનથી કામ કરો તો જરૂર સફળતાં સુધી પહોંચી શકાય છે. અહી જે બાળકોની વાત થઈ રહી છે તેમણે આ વાતને સાબિત કરી બતાવી છે. આપણે સંભાળતા હોઇએ છીએ કે ઘણી નાની ઉંમરના બાળકો પણ જોરદાર દિમાગ લગાવીને અવનવી શોધ કરતાં હોય છે. જે બાળકોમાં કઈક નવું જાણવાની જિજ્ઞાસાઓ હોય તેવા બાળકો આ રીતે અલગ તરી આવતા હોય છે. અહીં પણ એવાં જ બે બાળકોની વાત થઈ રહી છે. સુરતના બે વિદ્યાર્થીઓએ એક ખુબ જ સરસ શોધ કરી છે. આ બે બાળકોએ મળીને કોરોનલ માસ ઈજેક્શન રિસર્ચ કર્યુ છે.

image source

આ બાળકોના નામ ધ્વનિત દેસાઈ અને તનય મન્દના છે. વિજ્ઞાનના શબ્દોમાં આ વિશે વાત કરીએ તો સૂર્યના ક્ષેત્રમાંથી આવતા પાર્ટીકલ જે પૃથ્વીને નુકશાન કરી શકે છે. તેને અટકાવવા માટે રીસર્ચના પરિણામ રૂપે એક સોફ્ટવેર આ બંને બાળકોએ શોધી કાઢ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ બંને ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ આ બંનેના આ રિસર્ચથી પ્રભાવિત થઇ ન્યૂયોર્ક, કેનેડા અને સિંગાપોરના વૈજ્ઞાનિક પણ આ બાળકોને ખુબ વધાવી રહ્યાં છે. માત્ર આટલું જ નહીં વૈજ્ઞાનિકોના સંગઠનો દ્વારા તેમને પોતાના દેશમાં પણ બોલાવવામાં આવ્યા છે.

image source

આ સાથે જ બાળકો વિશે જાણવા મળી રહ્યું છે કે હવે આ બંને વિદ્યાર્થીઓ ત્રણેય દેશમાં જઈ પોતાનું રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરશે. જે આખા દેશ માટે ગૌરવની વાત છે. ચારે તરફ આ બાળકોની વાહ વાહ થઈ રહી છે. તેમનાં રિસર્ચ વિશે વિગતે વાત કરીએ તો સૂર્યના ક્ષેત્રમાંથી અમુક પાર્ટીકલ બહાર આવે છે જે 3000 હજાર કિમી પ્રતિ સેકન્ડ કે તેથી વધુ ઝડપે આવી પૃથ્વી સાથે ટકરાય છે. આવું થવાથી પૃથ્વી આસપાસ બનેલા સ્તરને મોટું નુકસાન પહોંચી શકે છે. કોરોનલ માસ ઈજેકશન જ્યારે થાય ત્યારે મિલિયન્સ કિલોગ્રામ પાર્ટીકલ્સ નીકળે છે. જે ખુબ ગંભીર બાબત ગણી શકાય.

image source

આવું થવાનાં કારણે અવકાશમાં તરી રહેલા સેટેલાઇટને પણ નુકશાન પહોંચવાની શક્યતાઓ છે. અમેરિકાની સ્પેશ એજન્સી નાસાની સેટેલાઈટ હંમેશા સૂર્યનું નિરિક્ષણ કરે છે. જાણવા મળી રહ્યું છે કે આ નુકશાનને રોકવા માટે બંને વિદ્યાર્થીઓએ નાસાની રજીસ્ટ્રીમાંથી ડેટા લઈ 10 વર્ષનો ડેટા એનાલિસીસ કર્યો છે. આ રીસર્ચના પરિણામરૂપે આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર તૈયાર કર્યું છે.

image source

આ સોફ્ટવેર કઈ રીતે કામ કરશે તે અંગે વાત કરીએ તો ધ્વનિત દેસાઈ અને તનય મન્દનાએ બનાવેલા સોફ્ટવેરમાં ડેટા નાંખીને અનુમાન લગાવી શકાશે કે સુર્ય દ્વારા ઉત્સર્જન થતાં આ પાર્ટિકલ ક્યારે નીકળશે અને ક્યારે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેમજ આ ડેટા સૂર્યના વાતાવરણને સમજવામાં આપણી ક્ષમતા વધારે છે. જે આપણા સેટેલાઈટને બચાવવામાં મદદ કરી શકે છે.

image source

આ કેસમાં સૌથી સારી વાત એ છે કે હવે નાના ભૂલકાઓને આ રિસર્ચ માટે આંતરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઓફર થયું છે. આ રિસર્ચ હવે આંતરાષ્ટ્રીય સ્તરે એપ્લાય કરવામાં આવ્યું છે. ત્રણેય દેશોના વૈજ્ઞાનિકોએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં બોલાવી વિદ્યાર્થીઓને પોતાનું રિસર્ચ પ્રેઝન્ટ કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. હવે આગામી દિવસોમાં આ રિસર્ચ તા.30 માર્ચના રોજ આઈસીએએસએસ કેનેડા તા. 25 માર્ચના રોજ એનયુએસએસ સિંગાપોર અને તા. 22 એપ્રિલના રોજ આઈસીઈએસએસઈ ન્યૂયોર્કની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં જઈ ભારતને રિપ્રેઝન્ટ કરશે. ત્યારે હવે લોકો આ બાળક પર ગૌરવ લઈ રહ્યા છે અને સ્ટોરી વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!