વિદેશ જવાની હોડ લઈને બેઠેલા લોકો ખાસ વાંચે આ કિસ્સો, સાઉદી અરેબિયામા બે ભારતીયોને થયો કડવો અનુભવ

હાલમા સાઉદી અરેબિયામા બંધક બનેલા બે વ્યક્તિનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ બન્ને રાજસ્થાનના બુંદી અને ભરતપુર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ બે ભારતીય નાગરિકોને સાઉદી અરેબિયામાં બંધક બનાવી લેવામાં આવ્યા છે.

image source

હવે બંને નાગરિકો તેમના વતન પાછા ફરવા અને તેમના પરિવારોને મળવા વિનંતી કરી રહ્યાં છે. તેમણે વીડિયો મોકલીને તેના બંધક બનાવ્યા હોવાની માહિતી આપી છે. જાણવા મળ્યું છે કે સાઉદી અરેબિયાના યંબુ શહેરમાં બંને નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ બધી વાત તેમણે પોતે પોતાના વીડિયોનાં માધ્યમથી કહી છે.

image source

આ બન્ને વિશે જાણવાં મળી રહ્યું છે કે રાજસ્થાનના બુંદી જિલ્લામાં રહેતો ગફ્ફર મોહમ્મદ અને ભરતપુર જિલ્લાનો વિશ્રામ જાટવ સાઉદી અરેબિયામાં રોજગાર માટે ગયા હતા. બન્નેએ જે કંપનીમાં કામ કરી રહ્યાં હતાં ત્યા તેમનો કામ માટે થયેલો કરાર પણ પૂર્ણ થઈ ચૂક્યો છે.

image source

આ પછી તેમણે તેના પરિવાર પાસે ભારત જવાની ઇચ્છા વ્યક્ત કરી તો કંપનીએ તેને ભારત મોકલવાને બદલે તેને ત્યાં બંધક બનાવ્યાં છે. સાઉદી કંપનીએ બંને ભારતીય નાગરિકો પર અત્યાચારની બધી મર્યાદા ઓળંગી નાખી છે અને તેમને ખાવા-પીવાનું આપવાનુ પણ બંધ કરી દીધું છે અને છેલ્લા ઘણા મહિનાથી પગાર પણ આપ્યો નથી.

image source

આ અંગે જાણવા મળી રહ્યું છે કે બંન્ને ભારતીય નાગરિકોને ખાવા-પીવાનુ ન મળતા મરવા જેવી હાલત થઈ ગઈ છે. જેથી હાલમા તેમણે રાજસ્થાન કોંગ્રેસના નેતા ચર્મેશ શર્માને એક વીડિયો મોકલ્યો છે. જાણવા મળ્યું છે કે કોંગ્રેસના આ નેતા વિદેશમાં પરેશાન ભારતીયોની મદદ માટે કામ કરે છે. જેથી આ બન્નેએ તેમની વ્યથા ચર્મેશ શર્માને વ્યક્ત કરી છે. આ સાથે ભારત સરકાર પાસે મદદ માંગી છે.

મળતી માહિતી મુજબ યુથ કોંગ્રેસના નેતા ચર્મેશ શર્માએ શનિવારે વિદેશ મંત્રાલયમાં વિદેશ પ્રધાન એસ જયશંકર પીએમઓને એક નિવેદન મોકલીને આ મામલે ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે. તેમણે ભારત સરકારને સાઉદી અરેબિયામાં ફસાયેલા બે ભારતીય નાગરિકોની સલામત પાછા લાવવા માટેની ઝુંબેશ શરૂ છે. વીડિયો જોતા જાણવા મળે છે કે ખરેખર આ બન્નેની હાલત ખુબ જ ખરાબ છે. હાલમા આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!