ભૂલથી પણ ઘરમાં ક્યારે ના લગાવો હનુમાનજીની આ તસવીર, નહિં તો થઇ જશો કંગાળ અને સાથે આવશે આ ઉપાધિઓ પણ..

મિત્રો, જ્યાં પણ સંકટમોચન હનુમાનજીનુ નામ પડે છે ત્યા તેમના શ્રદ્ધાળુઓ પર આવનાર તમામ કષ્ટો તથા મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. અમુક માન્યતાઓ મુજબ જો કોઈ ભક્ત સાચા મનથી તેમને યાદ કરે છે અને તેમનુ પૂજન-અર્ચન કરે છે તો બજરંગબલી જલ્દીથી પ્રસન્ન થાય છે.

image source

તેમની પૂજાપાઠમા વિશેષ કોઈ વિધિ કરવાની જરૂરીયાત રહેતી નથી. કદાચ આ જ કારણોસર પ્રવર્તમાન સમયે બજરંગબલીના શ્રદ્ધાળુઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. પ્રભુ શ્રી બજરંગબલી એ રામભક્ત છે અને તેમની શરણમા જવા માત્રથી ભક્તોના તમામ સંકટ દૂર થઈ જાય છે. ઘણા લોકો પોતાના ઘરમા હનુમાનજીની ફોટો રાખતા હોય છે પરંતુ, આ ફોટો લગાવતા સમયે અમુક વિશેષ પ્રકારની સાવચેતીઓ અવશ્યપણે રાખવી નહીતર ઘરમા અશાંતિ અને વાદ-વિવાદથી ભરેલુ વાતાવરણ સર્જાશે.

ઘરમા કઈ પ્રકારની ફોટોસ ના લગાવવી જોઈએ?

image source

કોઈપણ વ્યક્તિએ પોતાના ઘરમા બજરંગબલીની એવી ફોટો કે મૂર્તિ ક્યારેય પણ ના લાવવી કે, જેમા તે પોતાની છાતી ચીરીને સામે ઉભા હોય. જે ફોટામા સંજીવની લેવા માટે બજરંગબલી આકાશમા ઉડે છે,તેવા ફોટા પણ ઘરમા ના લગાવવા. બજરંગબલી રાક્ષસોનો સંહાર કરતા હોય તેવી ફોટો પણ તમારે ઘરમા લગાવવી ના જોઈએ.

image source

આ સિવાય બજરંગબલીના ખભા પર પ્રભુ શ્રી રામ તથા લક્ષ્મણ બેઠા હોય તેવી ફોટો પણ તમારે ના લગાવવી. આ સિવાય પ્રભુ શ્રી બજરંગબલી લંકાનુ દહન કરતા હોય તેવી ફોટો પણ ઘરમા ના લગાવવી. જો તમે આમાંથી કોઈપણ એક ફોટો ઘરમા લગાવો છો તો તમારા ઘરની સુખ-સમૃદ્ધિમા ઘટાડો થાય છે.

કેવી ફોટો લગાવવી જોઈએ?

image source

પ્રભુ શ્રી બજરંગબલી યુવા અવસ્થામા પીળા રંગના વસ્ત્ર પહેરેલ હોય તેવી ફોટો ઘરમા લગાવવી અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય જો બજરંગબલી લંગોટ પહેરીને બેઠા હોય તેવી ફોટો ઘરમા લગાવવામા આવે તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે, તેનાથી અભ્યાસમા તમારુ મન ખુબ જ એકાગ્ર બને છે. આ સિવાય પ્રભુ શ્રી બજરંગબલી ભગવાન રામની સેવા કરતા હોય તેવી ફોટો ઘરમા રાખવામા આવે તો પણ તમારા ઘર પર ધનની વર્ષા થાય છે.

image source

આ સિવાય જો ઘરના મુખ્યદ્વાર આગળ પંચમુખી હનુમાનજીની પ્રતિમા કે ચિત્ર લગાવવુ. આનાથી તમારા ઘરમા ક્યારેય પણ નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી અને ઘર પર કોઈપણ પ્રકારનુ સંકટ આવતુ નથી. પ્રભુ શ્રી બજરંગબલીની બેઠેલી મુદ્રાવાળી ફોટો ઘરમા લગાવવાથી તમામ પ્રકારના ઝઘડાઓનો અંત આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ