જો હથેળીમાં આ રેખા હોય તો અચાનક જ થશે ધનની પ્રાપ્તિ, સાથે ખુલી જશે ભાગ્યના દ્રાર

મિત્રો, આપણે સૌ એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, આપણો દેશ એ અદ્યતન અને પૌરાણિક સંસ્કૃતિનો દેશ છે. અહી અનેકવિધ સંસ્કૃતિઓનુ મિશ્રણ તમને એકસાથે જોવા મળે છે. આ સંસ્કૃતિને દર્શાવતા અનેકવિધ શાસ્ત્રો પણ આવેલા છે. આ શાસ્ત્રોમા આપણા જીવનની તમામ સમસ્યાઓનુ નિવારણ પણ છુપાયેલુ છે. તો ચાલો આજે આ અંગે થોડી હજુ વિસ્તૃત માહિતી મેળવીએ.

image source

હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીમા બનેલી રેખાઓ અને પર્વતોનો અભ્યાસ કરીને ભવિષ્યનુ કથન પણ કહી શકાય છે.આ શાસ્ત્ર મુજબ હથેળીમા બનતી રેખાઓ પરથી જે-તે વ્યક્તિના ભાગ્ય વિશે જાણી પણ શકાય છે. આ સિવાય હથેળીમા અમુક વિશેષ રેખાઓ પણ હોય છે, જેના વિશે આપણને જાણ હોતી નથી.

હથેળીની આ રેખાના માધ્યમથી વ્યક્તિ ખુબ જ આર્થિક રીતે સુખી અને સમૃદ્ધિથી ભરપુર જીવન પણ જીવે છે. આજે આપણે હથેળીમા રહેલા આવા શુભ ચિહ્ન અંગે વાત કરીશુ. આ સિવાય અંગૂઠાની નીચે બનેલ ઉપરના ભાગને શુક્ર પર્વત તરીકે ઓળખવામા આવે છે.

image source

આ ઉપરાંત જો કોઇ વ્યક્તિનો શુક્ર પર્વત ઉપરની તરફ હોય તો તે ખુબ જ શ્રીમંત હોય છે. આ જાતક કાયમી સુખ-સમૃદ્ધિ ભોગવે છે અને વૈભવમા પણ જીવન વિતાવે છે. આ સિવાય જો હથેળી પર કોઇક રેખા ભાગ્યરેખા અને સૂર્યરેખા પર આવી જાય તો સમજો આવી વ્યક્તિને એકાએક ધનલાભ પ્રાપ્ત થાય છે.

image source

સામુદ્રિક શાસ્ત્ર મુજબ હથેળી પર માછલીનુ નિશાન હોય તો તેને ખુબ જ શુભ માનવામા આવે છે. આ સિવાય જો આ ચિહ્ન પર ચંદ્રમા હોય તો વિદેશ જવાના યોગ બની રહે છે અને તમને ભરપૂર સુખ અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થશે. આ સિવાય જો મણીબંધથી નિકળીને સીધી અને સ્પષ્ટ રેખા શનિ પર્વત પર જતી હોય તો આવી વ્યક્તિ ખુબ જ ભાગ્યશાળી અને ધનવાન બની શકે છે.

image source

આ સિવાય જો તમારી હસ્તરેખામા ભાગ્યરેખા એ મુખ્યરેખા પર જતી હોય છે તો તે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો ભાગ્યરેખા પર ત્રિકોણનુ નિશાન દેખાય તો આ જાતક કુબેર જેવો ધન વૈભવ પ્રાપ્ત કરાવી શકે છે. આ સિવાય જો તમારી મસ્તિષ્ક રેખા પર ત્રિકોણનુ નિશાન જોવા મળે તો તે જાતક પણ ખુબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને તેને પૈતૃક સંપત્તિમા પણ ભાગ મળે છે.

image source

આ ઉપરાંત જો કોઇ વ્યક્તિની હથેળી પર બે સૂર્યરેખા આવતી હોય તો આવી વ્યક્તિને સમાજમા વિશેષ માન-સન્માન મળે છે. આ સિવાય તમને ધન સંપત્તિ પણ મળી રહે છે. આ સિવાય જો કોઇ વ્યક્તિની હથેળી પર શુક્રનો પર્વત હોય અને તેના પર કોઈ વિશેષ પ્રકારનુ નિશાન જોવા મળે તો તેનો વિવાહ ખુબ જ શ્રીમંત પરિવારમા થાય છે અને લગ્ન બાદ તેનો ભાગ્યોદય પણ થાય છે. આ સિવાય જો ગુરૂ પર્વત પર ક્રોસનુ નિશાન હોય તો આવી વ્યક્તિને વિવાહ પછી ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ