મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા બદલાતા જતા ટ્રેન્ડ સાથે દરેક વ્યક્તિ ફેશનની દ્રષ્ટિએ અપડેટ રહેવા ઈચ્છે છે. જો કે, લેટેસ્ટ ફેશન વિશે જાણવુ એ કોઈ સરળ કામ નથી.
આજે આ લેખમા અમે તમને પાંચ એવા ફેશન પ્રભાવકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના વિશે તમે ફેશન અને ગ્લેમર વિશેની સરળતાથી માહિતી મેળવી શકો છો અને તેને અનુસરી શકો છો. તો ચાલો આપણે આ વિશે જાણીએ.
દીપા બુલર ખોસલા :
આ સ્ત્રીનુ નામ ફેશન જગતમા ખુબ જ જાણીતુ નામ બન્યુ છે. તેણીએ નેસ્ટ ટ્રાવેલર ઇન્ડિયા, બ્લીવ્સ, ટ્રાવેલ અને લેસર ઇન્ડિયા જેવા ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ આવી છે. આ સિવાય તેણી એસ્ટી લોડર અને મેબ્લીનની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે.
નિર્દોષ મિનાવાલા :
આ વ્યક્તિએ કિનેસ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની ઓળખ બનાવી છે. તે ઘણી મોટી બ્રાન્ડના રાજદૂત રહ્યા છે. તે નાના ફેશન વીડિયો બનાવીને દરેક બજેટમાં સારી બ્રાન્ડની માહિતી પણ પૂરી પાડે છે. હાલ, તે ખુબ જ ટ્રેન્ડમા છે.
કોમલ પાંડે :
યુટ્યુબ વીડિયોથી પોતાની એક સફળ કારકિર્દીની શરૂઆત કરનાર આ વ્યક્તિએ આજે ફેશન વર્લ્ડમા પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણીમાં એક વિશેષ પ્રતિભા છુપાયેલી છે. તે ૧૦ જુદી-જુદી રીતે એક જ કપડું પહેરી શકે છે. તેમને બોલ્ડ સ્ટાઇલ અને કપડાં સાથેનો નવો પ્રયોગ ગમે છે.
આશ્ના શ્રોફ :
તે મુંબઈમા એક ફેશન અને બ્યુટી પ્રભાવક તરીકે ઓળખાય છે. તેણીએ પોતાની કારકિર્દીની શરૂઆત ફેશન બ્લોગથી કરી હતી. તેણે ફેસબુક પર તેની ઇ-શોપને પ્રમોટ કરી હતી પરંતુ, હવે તે ફેશન ઉદ્યોગ સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે. તે લોકોને નવીનતમ વલણ વિશે અપડેટ કરતી રહે છે.
જુહી ગોડનબે :
તે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ભરત ગોડનબેની પુત્રી છે. જુહી બાળપણથી જ ગ્લેમરની દુનિયાથી ખુબ જ સારી રીતે પરિચિત છે પરંતુ, સોશિયલ મીડિયા પર તેની એક અલગ જ શૈલી છે. જો તમને રોજિંદી શૈલી અને ફેશન પર કેટલીક ટીપ્સની જરૂર હોય તો તમે તેને અવશ્યપણે અનુસરી શકો છો.
તો આ હતા અમુક એવા ચહેરાઓ કે જેમણે ફેશનજગતમા હલચલ મચાવીને રાખી છે. આજે લાખો લોકો આ લોકોની ફેશનને ફોલો કરી રહ્યા છે. જો તમને પણ ફેશનનો કીડો છે તો એકવાર આ લોકોને અવશ્યપણે અનુસરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!