Site icon News Gujarat

બાળક પર હાથ ઉપાડતા પહેલા વાંચી લો આ વાત, નહિં તો તમે પણ જીંદગીભર પસ્તાશો

ઘરમાં નાનું બાળક કે બાળકો હોય તો તે તોફાન કરે તે સ્વાભાવિક છે. જો માતા કે પિતા કોઈ કામમાં પરોવાયેલા હોય અને બાળક સતત તોફાન કરે અને કામમાં અડચણ ઊભી કરે તો માતા હોય કે પિતા બાળક પર ગુસ્સે થઈ જાય છે. ઘણા માતાપિતા બાળકોને ફક્ત ખિજાયને વાત અટકાવી દેતા હોય છે. પરંતુ કેટલાક માતાપિતા બાળકના તોફાન પર ગુસ્સે થઈ અને તેને થપ્પડ મારી દેતા હોય છે. આમ કરવાથી બાળક તોફાન કરવાનું તો બંધ કરી દેશે પરંતુ સાથે જ તેને ગંભીર નુકસાન પણ થશે.

image source

એક સંશોધનમાં થયેલા ખુલાસા અનુસાર જ્યારે બાળક પર તેના પરીજન હાથ ઉપાડે છે ત્યારે બાળકના માનસિક વિકાસમાં અવરોધ ઊભો થાય છે. આ સંશોધન અનુસાર બાળકને જો તેના માતા કે પિતા મારે છે તો બાળકના મનમાં ભય ઊભો થાય છે. આ ભયના કારણે બાળકના મગજના એક ખાસ ભાગમાં કેટલીક ગતિવિધિઓ થાય છે. આ ગતિવિધિઓ બાળકના મગજના વિકાસને અવરોધીત કરે છે.

image source

આ સંશોધનમાં એમ પણ જણાવાયું છે કે જે બાળકને વારંવાર અને વધારે માર મારવામાં આવે છે તે બાળકના મગજના પ્રિફન્ટલ કોર્ટેક્સના ભાગમાં ન્યુરલ રેસ્પન્સ વધુ રહે છે. આવા બાળકોમાં નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેઓ કોઈપણ સમસ્યા સામે લડવાની બાબતમાં પણ પ્રભાવી રહેતા નથી. તે આવી સ્થિતિમાં ગભરાઈ જાય છે.

image source

બાળકને જો કોઈ લાંબા સમય સુધી મારે તો બાળકના વર્તનમાં પણ ફેરફાર થવા લાગે છે. તેના વ્યવહારમાં બેચેની, હતાશા જેવી સ્થિતિ જોવા મળે છે. બાળકનો વ્યવહાર અન્ય બાળક કરતાં અલગ થઈ જાય છે અને આગળ જતાં તે અન્ય માનસિક સમસ્યાનું કારણ બન છે. આવા બાળકો ઘણીવાર અન્ય હિંસાનો પણ ભોગ બને છે અને ઘણીવાર તેમનું વર્તન પણ હિંસક થઈ જાય છે.

image source

જણાવી દઈએ કે આ સંશોધન માટે નિષ્ણાંતોએ 3 વર્ષથી લઈ 11 વર્ષ સુધીના 147 બાળકોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. આ તમામ બાળકોનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. તમામના એમઆરઆઈ પરથી વધુ માર ખાનાર બાળકો અને માર ન ખાનાર બાળકોની માનસિક સ્થિતિની સરખામણી કરવામાં આવી. તેમાં જાણવા મળ્યું કે જે બાળક સાથે વધુ કડકાઈથી વર્તન થાય છે તેવા બાળકો માટે અનેક માનસિક સમસ્યા ઊભી થાય છે.

તેથી જો તમે પણ બાળક સાથે કડકાઈથી વર્તન કરો છો તો આજથી જ આ આદતને બદલી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version