Site icon News Gujarat

મલાઈકા અરોરા વિશે વાત કરતાં અર્જુન કપૂરે કહ્યું- મારે કંઈક છુપાવવું હોય તો પણ મલાઈકા સમજી જાય છે

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડના સર્વશ્રેષ્ઠ કપલમાંથી એક છે. બંને તેમના ચાહકો સાથે અવારનવાર સુંદર તસવીરો શેર કરતા રહે છે અને નવી અપડેટ આપતાં રહે છે. તેઓ નિયમિતપણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ બધું શેર કરતા જોવા મળે છે. આ અગાઉ તેમના સંબંધોને લઈને અનેક અટકળો થઈ હતી.

image source

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વિશે વાત કરીએ તો આ જોડીએ 2019માં ઈન્ડિયા મોસ્ટ વોન્ટેડની રિલીઝ દરમિયાન તેઓ પ્રથમ વખત પબ્લિકલી સામે આવ્યા હતાં. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેની લવર મલાઇકાને તેનાં વિશે શું જાણે છે. તાજેતરમાં જ અર્જુને રેડિયો હોસ્ટ સિધ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અભિનેત્રી સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો છે.

image source

વાતચીત દરમિયાન અર્જુનને એવા કોઈનું નામ પૂછવામાં આવ્યું હતું જે તેને સારી રીતે જાણે છે. આ દરમિયાન તેણે મલાઈકા સિવાય બીજું કોઈનું નામ લીધું નહીં. મળતી માહિતી મુજબ તેણે જાહેર કર્યું કે તે તેને અંદરથી અને બહારથી સારી રીતે ઓળખે છે. આ અંગે પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું હતું કે મલાઈકા મને અંદરથી ખૂબ સારી રીતે જાણે છે. અર્જુને આગળ વાત કરતાં કહ્યું કે હતું કે જો હું કંઈક છુપાવવાનો પ્રયત્ન કરું છું અથવા કોઈ દિવસ કંઈક ખોટું કહ્યું હોય તો પણ તે તરત જ સમજી જાય છે. આ બંનેની જોડીએ ચાહકોને ખૂબ આકર્ષ્યા છે.

image source

બંને ઘણી વાર એક સાથે જોવા મળે છે. આ કપલ સોશિયલ મીડિયા પર પણ એકબીજા સાથેની તસવીરોથી ભરેલ છે. જાણવા મળ્યું છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુને મલાઈકા સાથેના તેના સંબંધો વિશે વધુ ખુલાસો કર્યો હતો. ફિલ્મ કમ્પેનિયન સાથેની વાતચીતમાં અભિનેતાએ તે વાત કરી હતી કે તે કેવી રીતે તેના અંગત જીવનમાં બહુ વતુડા નથી. મળતી માહિતી મુજબ અભિનેતા અર્જુન કપૂર કરતાં મલાઈકા અરોરાની વય ઘણી મોટી છે, પરંતુ આ છતાં બંને એક બીજાને ખૂબ ચાહે છે.

image source

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવુડના તે કપલમાંથી એક છે, જેમના અફેરની ચર્ચા ખૂબ રહે છે. બંને ઘણીવાર એકબીજાની સાથે આઉટિંગ અથવા પાર્ટીમાં જોવા મલે છે. આમ તો બંને પોતાના રિલેશનશિપ વિશે જાહેરમાં વાત કરતાં નથી, પરંતુ આ રીતે હવે અર્જુન કપૂરે પોતાની લેડી લવ મલાઈકાની પ્રશંસા કરતાં ઘણું બધુ કહી દીધું છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version