વિવાદોમાં રહેવા છતાં સંજુ બાબાએ કર્યા ત્રણ લગ્ન, જેમાં અફેર તો એટલા બધા કે…આ લવ સ્ટોરી વાંચવાની તમને પણ મજા પડશે

બોલિવુડના સુપરસ્ટાર સંજય દત્તની જિંદગીમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, પણ વિવાદોમાં રહેવા છતાં લન સંજુ બાબાની જિંદગીમાં પ્રેમની કોઈ કમી નથી રહી.

image source

સંજય દત્તના અફેરની ચર્ચા માધુરી દીક્ષિત, રિયા પિલ્લાઈ, ટીના, રિચા શર્મા, નાડીયા દુરાની, લિઝા રે, રેખા જેવી એક્ટ્રેસ સાથે રહી છે. સંજય દત્તે 3 લગ્ન કર્યા અને એમના અફેરનું લિસ્ટ તો ખૂબ જ લાંબુ છે. તો ચાલો જાણી લઈએ સંજય દત્તની પ્રેમ કહાનીઓ અને લગ્ન વિશે.

સંજય દત્ત અને ટીના મુનિમ

image source

સંજય દત્તની જિંદગીમાં પહેલી છોકરી ટીના મુનિમ હતી. બંને બાળપણના મિત્રો હતા અને પછી બન્નેને પ્રેમ થઈ ગયો. સંજય દત્તે જ્યારે રોકી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું ત્યારે પણ સંજય દત્ત અને ટીના મુનિમનું અફેર ચાલી રહ્યું હતું પણ સંજુ બાબાની દારૂની લતથી પરેશાન થઈને ટીનાએ સંજય સાથે સંબંધ તોડી નાખ્યો.

સંજય દત્ત અને રિચા શર્મા.

image source

ટીના મુનિમ પછી સંજય દત્તની જિંદગીમાં આવી રિચા શર્મા. સંજય દત્તે જ્યારે રિચાનો ફોટો એક મેગેઝીનમાં જોયો હતો, એ પછી સંજય એમના દીવાના થઈ ગયા. પછી એક ફિલ્મના મુહૂર્ત પર બંનેની મુલાકાત થઈ. સંજય દત્તે રિચાને ત્યારે પ્રપોઝ કર્યો હતો જ્યારે એ ફિલ્મ આગ હી આગનું શૂટિંગ કરી રહી હતી. રિચાએ પહેલાં તો સંજયમાં કોઈ રસ ન દાખવ્યો પણ જ્યારે સંજય એમને જવાબ આપવા માટે વારંવાર ફોન કરવા લાગ્યા તો રિચાએ એમને હા પાડી દીધી. રિચા શર્મા સંજય દત્તની પહેલી પત્ની છે અને બંનેના લગ્ન વર્ષ 1987માં થયા હતા. લગ્નના એક વર્ષ પછી એમની દીકરી ત્રીશાલાનો જન્મ થયો. બધું બરાબર ચાલી રહ્યું હતું પણ દીકરીના જન્મના બે વર્ષ પછી ખબર પડી કે રિચાને બ્રેઇન ટ્યુમર છે. સંજય દત્ત અને રિચા શર્માનો સાથ લાંબો નહોતો. વર્ષ 1996માં રિચાનું નિધન થઈ ગયું.

સંજય દત્ત અને માધુરી દીક્ષિત.

image source

સંજય દત્તના જીવનમાં માધુરી દીક્ષિત એ સમયે આવી જ્યારે એમની પહેલી પત્ની રિચા શર્માની અમેરિકામાં બ્રેઇન ટ્યુમરની સારવાર ચાલી રહી હતી. વિવાહિત અને એક દીકરીના પિતા હોવા છતાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત ફિલ્મ સાજનના શૂટિંગ દરમિયાન એકબીજાને દિલ આપી બેઠા. એ સમયે બન્નેના અફેરની ખબરોએ જોર પકડ્યું હતું. બન્નેએ એક સાથે આઠ ફિલ્મોમાં કામ કર્યું પણ એમનો સંબંધ પણ આગળ ન વધી શક્યો. 1993માં સંજય દત્ત અવેધ હથિયાર રાખવાના ગુનામાં અરેસ્ટ થયા. ખબરો અનુસાર સંજયના અરેસ્ટ થતા જ માધુરી દીક્ષિતે એમની સાથે પોતાના સંબંધ ખતમ કરી નાખ્યા અને સંજય દત્તથી અંતર બનાવી લીધું. એટલે સુધી કે એ એમને જેલમાં મળવા પણ ન ગઈ. જો કે સંજય સાથે પોતાના અફેર વિશે માધુરી દીક્ષિતે ક્યારેય કઈ નથી કહ્યું. સંજય દત્તે પણ પોતાના ઇન્ટરવ્યૂમાં હમેશા એવું જ કહ્યું કે એ બંને ફક્ત કો સ્ટાર્સ છે અને એમની વચ્ચે ક્યારેય કોઈ સંબંધ નથી રહ્યો.

સંજય દત્ત અને રિયા પિલ્લાઈ.

image source

પોતાની પહેલી પત્ની રિચા શર્માના મોત પછી સંજય દત્તની મુલાકાત મોડલ રિયા પિલ્લાઈ સાથે થઈ. આ એ સમયની વાત છે જ્યારે સંજય દત્ત 13 મહિના જેલની સજા ભોગવી રહ્યા હતા, એ દરમિયાન રિયા પિલ્લાઈ એમની નજીક આવી. એટલે સુધી કે એ સંજયને મળવા જેલમાં પણ જતી હતી. પછી બન્નેએ લગ્ન કરી લીધા પણ આ લગ્ન પણ બહુ લાંબો ટાઈમ ન ટક્યા અને વર્ષ 2005માં સંજય દત્ત અને રિયા પિલલાઈના ડિવોર્સ થઈ ગયા.

સંજય દત્ત અને નાડીયા દુરાની.

image source

સંજય દત્તની જિંદગીમાં નાડીયા દુરાની ત્યારે આવી જ્યારે સંજુ બાબા રિયા પિલ્લાઈના પતિ હતા. નાડીયા દુરાની ફિલ્મ કાંટેમાં સંજય દત્તની કોસ્ટાર હતી. ખબરો અનુસાર નાડીયા દુરાનીના કારણે જ સંજય દત્ત અને રિયા પિલ્લાઈના લગ્ન તૂટ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે સંજુ બાબાના લગ્ન તૂટ્યા પછી પણ સંજય દત્ત અને નાડીયા દુરાનીનું અફેર ન ટકી શક્યું અને બંને અલગ થઈ ગયા.

સંજય દત્ત અને લિઝા રે.

image source

ખબરો અનુસાર સંજય દત્તનું દિલ લિઝા રે પર પણ આવ્યું હતું. સંજય દત અને લિઝા રેનું અફેર થોડા સમય સુધી ચાલ્યું પછી એ બન્ને અલગ થઈ ગયા.

સંજય દત્ત અને રેખા.

image source

સંજય દત્ત અને રેખાના અફેરની ખબર ત્યારે ઉડી જ્યારે એ બન્ને ફિલ્મ જમીન આસમાનની શૂટિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન રેખાનું નામ અમિતાભ બચ્ચન સાથે પણ જોડાયું હતું. એ સમયે એવી ખબર પણ આવી રહી હતી કે અમિતાભને બડાવવા માટે રેખાએ સંજય સાથે અફેર કર્યું હતું. એ સમયે આ ખબર પણ હતી કે સંજય દત્ત અને રેખાએ લગ્ન કરી લીધા છે. સંજય દત્ત અને રેખાના અફેરની જેટલી વધુ ઉડી એટલી જ જલ્દી શાંત પણ થઈ ગઈ હતી.

સંજય દત્ત અને માન્યતા.

image source

સંજય દત્ત એકસાથે ઘણા અફેર કરવા માટે જાણીતા છે. એનું જ મજેદાર ઉધાર4 છે દિલનવાઝ શેખ એટલે કે માન્યતા સાથે એમનું અફેર. ખબરો અનુસાર સંજય દત્ત જે સમયે નાડીયાને ડેટ કરી રહ્યા હતા એ સમયે એમનું દિલ જુનિયર આર્ટિસ્ટ માન્યતા પર પણ આવી ગયું હતું. સંજય દત્તને માન્યતાની સાદગી ખૂબ જ ગમી ગઈ હતી અને એમને એમની સાથે લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. એમના બે જુડવા બાળકો છે.