Site icon News Gujarat

આ જગ્યાએ આજે પણ જોવા મળે છે ભગવાન ભોળાનાથના પદચિન્હો, જાણો ક્યાં આવેલું છે આ ધામ

મિત્રો, આપણો દેશ એ અનેકવિધ દિવ્ય અને આધ્યાત્મિક ગાથાઓથી પરિપૂર્ણ છે. આ ગાથાઓ આપણા જીવન માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામા આવે છે. આ ગાથાઓમા અમુક એવા સચોટ રહસ્યો જણાવવામા આવ્યા છે જેના વિશે તમે જાણી લો તો તમે તમારા જીવનની અનેકવિધ સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો. આજે આ લેખમા અમે તમને પ્રભુ શિવ સાથે સંકળાયેલી આવી જ એક ચમતકારીક અને પૌરાણિક ગાથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ આ ગાથા અને તેના મહત્વ વિશે.

image source

સનાતન હિંદુ ધર્મમા ભગવાન શંકર એ ત્રિદેવોમાના એક દેવ છે અને તેમનુ નિવાસસ્થાન કૈલાસ પર્વત છે. ભગવાન શંકરને સંહારનો દેવતા પણ કહેવામા આવે છે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાન શંકર કૈલાસ પર્વત પર રહેતા હતા ત્યારે આકાશ માર્ગ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હતા.

મુસાફરી કરતી વખતે ભગવાન શંકરે પૃથ્વી પર જે-જે જગ્યાએ પગ મૂક્યો હતો ત્યા ભગવાન શંકરના પદચિહ્ન હજી પણ જોવા મળે છે. તો ચાલો આજે આ લેખમા માહિતી મેળવીએ કે, આપણા દેશના કયા-ક્યા સ્થળો એવા છે કે, જ્યા ભગવાન શંકરના પગના નિશાન હજુ પણ જોવા મળે છે.

image source

આપણા દેશના દેવભૂમિ તરીકે ઓળખાતા રાજ્ય ઉત્તરાખંડના અલમોધા જિલ્લાથી ફક્ત ૩૬ કિલોમીટર દૂર જકેશ્વર મંદિર નામની ટેકરી છે. આ ટેકરી પર જંગલમા ચાર કિલોમીટર ચાલતા એક સ્થળ જોવા મળે છે, જ્યા તમને ભગવાન શંકરના પગના નિશાન જોવા મળે છે.

પ્રભુ શંકરના આ પદચિહ્નો વિશે એવી માન્યતા છે કે, જ્યારે પણ પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે પાંડવો એ પ્રભુ શિવની મુલાકાત લેવા અને તેમની નિકટતામા રહેવાની ઇચ્છા ધરાવતા હતા. બીજી તરફ પ્રભુ શિવ ધ્યાન કરવા માટે કૈલાસ પર્વત પર જવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ, પાંડવ તેમની આ વાત સાથે સહમત ના હતા.

image source

પ્રભુ શિવ પાંડવોને ચકમો આપી અને કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. એવુ માનવામા આવે છે કે, તેમના પગના નિશાન હજુ પણ તે જ સ્થળે જોવા મળી શકે છે, જ્યાથી ભગવાન શિવ કૈલાસ પર્વત પર જવા માટે રવાના થયા હતા. તમિલનાડુના થિરુવેંગડુ અને તિરુવન્ના મલાઈમાં ભગવાન શંકરના પગના નિશાન જોવા મળ્યા હતા.

image source

આપણા દેશના તમિલનાડુના થિરુવેંગડુમાં શ્રીસ્વેદરયાનેશ્વરનું મંદિર છે. આ જ મંદિરમાં ભગવાન શંકરના પદચિહ્નો આવેલા છે. અહીં આવેલા આ પદચિહ્નોને ‘રુદ્ર પદમ’ તરીકે પણ ઓળખવામા આવે છે. જ્યારે તમિલનાડુના રુહવન્ના મલાઈમાં ભગવાન શંકરના પગનું બીજુ નિશાન પણ હાજર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version