વિવાદના વંટોળ વચ્ચે બોર્ડે નિર્ણય ફેરવ્યો, ધોરણ. 10ની LCમાં પણ હવે ‘માસ પ્રમોશન’ નહીં લખાય, જાણો વધારે વિગત

કોરોનાના કારણે પહેલાં તો એ દ્વિધા હતી કે પરીક્ષા લેવી કે નહીં અને પછી કેન્સલ કરી તો પરિણામ કઈ રીતે આપવું એ સમસ્યા ઉભી થઈ. ત્યારે હવે ફરીથી સરકારે એક નવો નિર્ણય કર્યો છે જે દરેક વિદ્યાર્થી માટે જાણવો ખુબ જ જરૂરી છે. હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરણ.10ના વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)માં પણ હવે માસ પ્રમોશન લખવામાં નહીં આવે. એલસીમાં માસ પ્રમોશન એવી નોંધ કરવાના બોર્ડના નિર્ણયથી ભારે વિવાદ થયો હતો અને જેના કારણે હવે બુધવારે શિક્ષણ બોર્ડ માસ પ્રમોશન લાખવાનો નિર્ણય ફેરવી તોળતો પરપિત્ર પ્રસિદ્ધ કર્યો છે જે દરેકે ખાસ નોધમાં લેવા જેવો છે.

image source

આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, LCમાં માસ પ્રમોશનના બદલે માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં એવું લખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગની કમિટી દ્વારા કરાયેલા સૂચનો મુજબ ધોરણ.10ના ગુણપત્રક અને પ્રમાણપત્રમાં માસ પ્રમોશન એવું લખેલું નહીં આવે. પરંતુ એલસીમાં માસ પ્રમોશન એવી નોંધ કરવામાં આવશે તેવી સ્પષ્ટતાં પણ સાથે સાથે કરવામાં આવી હતી. જેને લઈ વિવાદ સર્જાતા પૂર્વ બોર્ડ સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો.

image source

આ વિવાદના વંટોળ વચ્ચે બુધવારે શિક્ષણ બોર્ડે ફરી નિર્ણય બદલ્યો છે કે, શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળા છોડ્યાની 31-05-2021ની તારીખ દર્શાવવાની રહેશે અને માસ પ્રમોશન લખવામાં નહીં આવે. આ સાથે જ નોંધવું રહ્યું કે ધોરણ,10ના પરિણામમાં કોઈ ઉમેદવારોએ પરિણામને લઈ અસંતોષ હશે તો તેવા ઉમેદવારો પરીક્ષા સચિવને અરજી કરી શકશે. જે અરજી બોર્ડ દ્નારા સ્કૂલમાં મોકલી આપવામાં આવશે. પરંતુ કોઈપણ વિષયમાં મેળવેલ ગુણની ખરાઈની જોગવાઈ ધોરણ.10ના નિયમિત વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021ની પરીક્ષા માટે લાગૂ પડશે નહીં. ત્યારે હવે સરકારના આ નિર્ણયને લોકો વખાણી અને વધાવી રહ્યાં છે.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો સરકારે ધો.૧થી૯ અને ૧૧ તેમજ ધો.૧૦-૧૨માં પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશન તો આપી દીધુ છે પરંતુ ફી મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી.સ્કૂલ સંચાલકોએ પણ સરકારને ફી મુદ્દે એલસી આપવા બાબતે સ્પષ્ટતા કરતો પરિપત્ર કરવા માંગ કરી છે.જો કે સરકાર તરફથી પુરી ફી ભરવી કે ન ભરવી અને સ્કૂલોએ શું કરવુ તે બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી જેથી હાલ તો વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.

image source

સરકારે કોરોનાને લઈને ૨૦૨૦-૨૧ના વર્ષ માટે ૨૫ ટકા ફી માફી આપી છે પરંતુ વર્ષ દરમિયાન સ્કૂલોમાં પરીક્ષાઓ જ થઈ નથી અને હવે માસ પ્રમોશન પણ આપી દેવાયુ છે ત્યારે ઘણા વાલીઓ ફી ભરવા માંગતા નથી.ઘણા વાલીએ તો આખા વર્ષની તો કેટલાક વાલી અડધા વર્ષની ફી ભરી નથી. વાલીઓની પણ ફરિયાદ છે કે બાળકોએ સ્કૂલની એક પણ સર્વિસ આખા વર્ષમાં વાપરી નથી અને પરીક્ષાઓ પણ થઈ નથી તો માત્ર ઓનલાઈન શિક્ષણ અને તે પણ માત્ર સપ્તાહમાં માંડ ત્રણ દિવસ બે-બે કલાક અપાય છે ત્યારે તેના માટે પુરી ફી ન વસુલાય.બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ સરકારને ફી મુદ્દે સ્પષ્ટતા કરવા અને સ્કૂલ પાસે ફી ન ભરવા સામે શું સત્તા છે તે બાબતોને પરિપત્ર કરવા રજૂઆત કરી છે.ઘણા વાલીએ ફી ન ભરતા સ્કૂલોએ પરિણામ રોકવા અને માસ પ્રમોશનથી આગળ ન મોકલવા કે પુરા માર્કસ ન મુકવાની ધમકી આપી છે તો ઘણા સ્કૂલોએ એલસી આપી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *