Site icon News Gujarat

આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતા નથી કોઈ મસ્જિદ, અનેક વાર કરવામાં આવી છે માંગ

દુનિયામાં એવા બે દેશ છે જ્યાં મસ્જિદ નથી. વર્ષોથી તેને બનાવવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ સરકાર તેને મંજૂરી આપતી નથી. આકસ્મિક રીતે, આ બંને દેશો નવા દેશ છે. એક છે સ્લોવાકિયા, જે ચેકોસ્લોવાકિયાથી અલગ થઈને બન્યો છે, અને બીજો દેશ એસ્ટોનિયા છે, જો કે તે પણ સાચું છે કે ત્યાં રહેતા મુસ્લિમોની સંખ્યા પણ ખૂબ ઓછી છે. આવી સ્થિતિમાં તેઓ કોઈ ફ્લેટ અથવા કલ્ચર કેન્દ્રમાં નમાઝ પઢે છે.

image source

એસ્ટોનીયામાં મુસ્લિમ વસ્તી ખૂબ ઓછી છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, ત્યાં 1508 મુસ્લિમો રહેતા હતા, એટલે કે ત્યાંની વસ્તીના માત્ર 0.14 ટકા લોકો છે. જોકે ચોક્કસપણે તેમા વર્તમાનમાં વધારો થયો હશે, છતા પણ આ સંખ્યા ખૂબ ઓછી છે.

અહીં કોઈ મસ્જિદ નથી. જો કે, ત્યાં ચોક્કસપણે એક ઇસ્લામિક કલ્ચર કેન્દ્ર છે, જ્યાં મુસ્લિમો સામાન્ય રીતે નમાઝ માટે ભેગા થાય છે. ત્યાં સામાન્ય રીતે સુન્ની તાતાર અને શિયા અઝેરી મુસ્લિમો રહે છે જેઓ એક સમયે રશિયન સૈન્યમાં કામ કરતા હતા. એસ્ટોનીયામાં કેટલાક સ્થળોએ, લોકો નમાઝ માટેના સામાન્ય ફ્લેટમાં પણ એકઠા થાય છે. અહીં સુન્ની અને શિયા પણ નમાઝ પઢે છે. અહીંના મુસ્લિમોને સામાન્ય રીતે માડરેટ માનવામાં આવે છે.

image source

એસ્ટોનિયા 1940ની આસપાસ સોવિયત સંઘમાં ભળી ગયું. જ્યારે સોવિયત યુનિયન તૂટી ગયું, ત્યારે તેણે 1991 માં પોતાને એક અલગ દેશ જાહેર કર્યો. હવે તે યુરોપિયન યુનિયનનો સભ્ય છે અને સુખી દેશોમાં ગણાય છે.

સ્લોવાકિયામાં કેટલા મુસ્લિમો છે

2010 માં સ્લોવાકિયામાં મુસ્લિમોની વસ્તી 5000 ની આસપાસ હતી. તેઓ દેશની કુલ વસ્તીના 0.1 ટકા હતા. મુસ્લિમો જે અહીં 17 મી સદીની આસપાસ આવ્યા હતા તેઓ તુર્ક અને ઉઇગર હતા, જે સ્લોવાકિયાના મધ્ય અને દક્ષિણ ભાગમાં સ્થાયી થયા હતા. આ દેશને એક સમયે યુગોસ્લાવીયા કહેવાતો. તે પછી, જ્યારે તે તૂટી ગયો, સ્લોવાકિયા એક અલગ દેશ બન્યો.

image source

યુગોસ્લાવિયાના તુટવાથી બનેલા અન્ય દેશોમાં બોસ્નીયા અને અલ્બેનિયાથી પણ તમામ મુસ્લિમો અહીં શરણાર્થી તરીકે પહોંચ્યા હતા. આ સ્થાનની રાજધાની બ્રાટિસિઓવા છે. એશિયાના અન્ય મુસ્લિમો પણ અહી રહે છે.

મસ્જિદને લઈને વિવાદ થયો છે

સ્લોવાકિયા એ યુરોપિયન યુનિયનનો સભ્ય જરૂર છે, પરંતુ તે એવો દેશ છે જે સૌથી છેલ્લે તેનો સભ્ય બન્યો છે. અહીં કોઈ મસ્જિદ નથી. આ અંગે વિવાદ પણ થયો છે. વર્ષ 2000 માં, સ્લોવાકિયાની રાજધાનીમાં ઇસ્લામિક કેન્દ્રની રચનાને લઈને ઘણો વિવાદ થયો હતો. બ્રાતિસિઓવાના મેયરે સ્લોવાક ઇસ્લામિક વકફ ફાઉન્ડેશનના આવા કોઈપણ પ્રસ્તાવને નકારી કાઢ્યા.

આ કારણે મુસ્લિમ શરણાર્થીઓને મંજૂરી નથી

image source

2015 માં, જ્યારે શરણાર્થીનું સ્થળાંતર યુરોપનો મોટો મુદ્દો બન્યો હતો, ત્યારે સ્લોવાકિયાએ 200 ખ્રિસ્તીઓને આશ્રય આપ્યો હતો પરંતુ મુસ્લિમોને આશ્રય આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે સ્લોવાકના વિદેશ મંત્રાલયે તેના નિર્ણય અંગે ખુલાસો આપ્યો કે તેમની પાસે મુસ્લિમોની ઉપાસના માટે કોઈ સ્થાન નથી અને આ સ્થિતિમાં મુસ્લિમોને આશરો આપવો દેશમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કે, આ નિર્ણયથી યુરોપિયન યુનિયનની પણ ટીકા થઈ હતી.

ઇસ્લામને સત્તાવાર ધર્મનો દરજ્જો પણ નથી

30 નવેમ્બર 2016 ના રોજ, સ્લોવાકિયાએ ઇસ્લામને સત્તાવાર ધર્મનો દરજ્જો આપવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો, એટલે કે, સ્લોવાકિયામાં ઇસ્લામ ધર્મ તરીકે સ્વીકારશે નહીં. યુરોપિયન યુનિયનમાં સ્લોવાકિયા એકમાત્ર એવો દેશ છે, જ્યાં મસ્જિદો નથી.

એક બિન-સત્તાવાર ઇસ્લામિક કેન્દ્રની જરૂર

image source

જો કે, રાજધાની, બ્રાટિસિઓવાની બહાર, કોરર્ડોબામાં એક ઇસ્લામિક કેન્દ્ર છે, જ્યાં મુસ્લિમો નમાઝ પઢે છે. આખા દેશમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં મુસ્લિમો નમાઝ પઢવા આવે છે, પરંતુ તે એક બિન-સત્તાવાર મસ્જિદ છે. તે દરરોજ ખુલે છે પરંતુ તે ખૂબ જ નાનકડી જગ્યા છે, અહીં માત્ર80 થી 100 લોકો આવી શકે છે. આ બિલ્ડિંગમાં મસ્જિદોમાં થતી પરંપરાગત શણગારની મંજૂરી નથી. સ્લોવાકિયાના મુસ્લિમોએ તેને સત્તાવાર મસ્જિદ બનાવવા માટે ઘણી વાર પ્રયત્ન કર્યો, પરંતુ દરેક સરકાર તેની વિનંતીને નકારી કાઢી

દરેક વ્યક્તિએ પોતાનું ઓળખકાર્ડ રાખવું પડશે

કેટલાક નિયમો અને કાયદા હંમેશાં સ્લોવાકિયામાં અનુસરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, અહીં દરેકએ પોતાનું ઓળખકાર્ડ રાખવું પડે છે. જો તમે સ્લોવાકિયાની મુલાકાત લેવા ગયા છો, તો તમારે હંમેશા પાસપોર્ટ સાથે રાખવો પડશે.

અહીં કોઈ અવાજ નથી કરી શકતા

સ્લોવાકિયામાં ધ્વનિ પ્રદૂષણ સાથે વ્યવહાર કરવા માટે સખત કાયદો છે. સવારે 10 થી સાંજના 06:00 વાગ્યા સુધી તમે ખરાબ વર્તન કરી શકતા નથી, હંગામો કરી શકતા નથી. નહીં તો પોલીસ તમને પકડી શકે છે. આ કરવા માટે ભારે દંડ પણ છે.

Exit mobile version