આલિશાન બંગલામાં રહે છે કપિલ શર્મા શોની અર્ચના પૂરણ સિંહ, આ કૂતરો બહારના લોકોને નથી કરવા દેતો ઘરમાં પ્રવેશ, જોઇ લો તસવીરોમાં ખાસ

અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ અંદાજીત ૪૦ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમ છતાં અર્ચના પૂરણ સિંહએ ક્યારેય પણ મુખ્ય ભૂમિકાનું પાત્ર ભજવ્યું નથી, પરંતુ અર્ચના પૂરણ સિંહને તે સમયના તમામ દિગ્ગજ કલાકારોની સાથે કામ કરતા જોવા મળી હતી. અર્ચના પૂરણ સિંહ હાલમાં સોની ટીવી પર પ્રસારિત પોપ્યુલર કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં કામ કરી રહી છે. ત્યારે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અર્ચના પુરણસિંહના ઘરની અંદરના દ્રશ્યો….

image source

અર્ચના પૂરણ સિંહનો બંગલો મુંબઈ શહેરના મડ અઈલેન્ડમાં વિશાળ બંગલો ધરાવે છે. અર્ચના પૂરણ સિંહ કેટલીક વાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના બંગલોના ફોટોસ અને વિડીયો પોસ્ટ કરતા રહે છે. અભિનેત્રી અર્ચના પૂરણ સિંહનો બંગલો અંદરથી અત્યંત ભવ્ય દેખાવ ધરાવે છે. અર્ચનાના બંગલાની બહારની બાજુ ઘણી મોટી લોન છે. આ લોનની સાફસફાઈ અર્ચના પૂરણ સિંહના પતી પરમીત સેઠી જાતે કરે છે.

અર્ચના પૂરણ સિંહ પાલતું પ્રાણીઓને પાળવાનો શોખ ધરાવે છે. અર્ચના પૂરણ સિંહના બંગલાની દેખરેખ તેમના પાળતું પેટ્સ દ્વારા જ કરવામાં આવે છે. નોંધનીય છે કે, અર્ચના પૂરણ સિંહનો કરોડોની માલિક છે તે ફક્ત ‘ધ કપિલ શર્મા શો’ ના એક એપિસોડના ૧૦ લાખ રૂપિયા ફી મેળવે છે. અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીને સંતાન તરીકે બે દીકરા છે.

image source

સામાન્ય રીતે તો અર્ચના પૂરણ સિંહને ઘણા બધા કોમેડી સીનમાં જોવા મળી છે તેમજ અર્ચનાને કિસિંગ સીન કરવાની ઓફર કરવામાં આવી છે. અહિયાં સુધી કે એકવાર તો અર્ચના પૂરણ સિંહએ કિસિંગ કરવા માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. ‘ધ કપિલ શર્મા શો’માં અર્ચના પૂરણ સિંહએ પોતાનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો આ કિસ્સામાં અર્ચના પૂરણ સિંહના જણાવ્યા મુજબ, ‘મે અભિનેતા અનુપમ ખેરની સાથે ફિલ્મ ‘લડાઈ’ કરી હતી, આ ફિલ્મમાં મારો અને અનુપમ ખેરનો એક કિસિંગ સીન હતો. પરંતુ મે તે કિસિંગ સીન કરવા માટે મનાઈ કરી દીધી હતી.

અર્ચના પૂરણ સિંહના જણાવ્યા પ્રમાણે, મને બરાબર યાદ તો નથી કે, મે ફિલ્મના ડાયરેક્ટરને કહ્યું હતું કે, હું કિસિંગ સીન નથી કરી શકતી કે પછી મને એવું લાગે છે કે, અનુપમ ખેરએ તેમની પત્ની કિરણ ખેરને ફોન કરીને પૂછ્યું હતું કે, શું હું કિસિંગ સીન કરી શકું છું? જો કે, ત્યાર બાદ મેકર્સ દ્વારા સ્ક્રીપ્ટ માંથી જ આ સીનને દુર કરી દેવામાં આવ્યો હતો.

image source

જો કે, અર્ચના પૂરણ સિંહએ ભલે અભિનેતા અનુપમ ખેરની સાથે કિસિંગ સીન કરવાની મનાઈ કરી દીધી હોય પરંતુ વર્ષ ૧૯૯૦માં રીલીઝ થયેલ ફિલ્મ ‘આગ કા ગોલા’માં અર્ચના પૂરણ સિંહએ અભિનેતા સની દેઓલની સાથે લિપલોક કિસિંગ સીન આપ્યો હતો. ત્યાર બાદ અર્ચના પૂરણ સિંહએ ફિલ્મ ‘રાત કે ગુનાહ’ જેવી બી- ગ્રેડ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.

મુંબઈ શહેરમાં અર્ચના પૂરણ સિંહએ પોતાના કરિયરની શરુઆતમાં ઘણા બધા વિજ્ઞાપનો કર્યા હતા. પરંતુ અર્ચનાને સફળતા ત્યારે મળી જયારે પ્રોડ્યુસર જલાલ આગાણી ‘બેન્ડ એડ’ની જાહેરાતથી મળી હતી. ત્યાર બાદ અર્ચના પૂરણ સિંહની અભિનય કલાને ધ્યાનમાં લેવામાં આવી હતી અને ત્યાર બાદ અર્ચનાએ કોમેડી ટીવી શો ‘મિસ્ટર એન્ડ મીસેઝ’માં રોલ મળ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૧૯૮૫માં ડાયરેક્ટર પંકજ પરાશરણી સીરીયલ ‘કરમચંદ’માં મોટો બ્રેક મળ્યો હતો. ત્યાર બાદ અર્ચના પૂરણ સિંહએ કેટલીક સીરીયલમાં અભિનેત્રી અને પ્રેજન્ટર તરીકે કામ કર્યું છે. ઉપરાંત અર્ચના ઘણા બધા સોમ જજ તરીકે પણ જોવા મળી છે.

image source

અર્ચના પૂરણ સિંહએ વર્ષ ૧૯૮૭માં આદિત્ય પંચોલીણી સાથે ટીવી શો ‘અભિષેક’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ત્યાર બાદ અર્ચના નસીરુદ્દીન શાહની સાથે ફિલ્મ ‘જલવા’અ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મ ‘જલવા’ સુપરહીટ થઈ જતા અર્ચના પૂરણ સિંહ રાતોરાત મોટી અભિનેત્રીઓમાં ગણના થવા લાગી હતી. તેમ છતાં અર્ચના પૂરણ સિંહએ મુખ્ય અભિનેત્રી તરીકે વધારે ફિલ્મો કરી નથી.

ટીવીના આ ચર્ચિત કપલ અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. અર્ચના પૂરણ સિંહનો છેલ્લો સંબંધ નિષ્ફળ થતા તેમણે બીજીવાર લગ્ન કરવાનો વિચાર કર્યો હતો નહી. પરંતુ જયારે અર્ચના પૂરણ સિંહની મુલાકાત પરમીત સેઠી સાથે થાય છે ત્યારે અર્ચનાને તેમની સંભાળ લેનાર અને પ્રેમ કરનર એક સારી વ્યક્તિ મળે છે. આ બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા આયોજિત પાર્ટી દરમિયાન મળે છે અને ત્યાર બાદ બંનેની મિત્રતા ધીરે ધીરે પ્રેમ તરફ આગળ વધતી જાય છે અને પ્રેમમાં બદલાઈ જાય છે જુન, ૧૯૯૨માં અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી એકબીજાની સાથે લગ્ન કરી લે છે. આ કપલને બે દીકરા છે.

image source

અભિનેત્રી અર્ચના પૂરણ સિંહએ બિગ બેનર્સની ફિલ્મ ‘અગ્નિપથ’, ‘સૌદાગર’, શૌલા ઔર શબનમ’, આશિક આવારા’ અને ‘રાજા હિન્દુસ્તાની’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી છે જયારે ફિલ્મ ‘બાઝ’, ‘અગ્નિપથ’ અને ‘જજ મુઝરિમ’માં અર્ચના પૂરણ સિંહએ આઈટમ સોંગ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *