પરીક્ષામાં ટોપ આવવું હતું, પરીક્ષાનું કંઈ ઠેકાણું નથી, તો હવે મારે શા માટે જીવવું? કોરોનાના લીધે ભાંગી રહ્યાં છે યુવાનો

હાલમાં માહોલ એવો છે કે લોકો તન કરતાં વધારે મનથી ડરી ગયા છે. કારણ કે હાલમાં જે માહોલ છે એ વિશ્વયુદ્ધ કરતાં પણ વધારે પાંગળો છે. કારણ કે લોકો માનસિક રીતે એટલા કંટાળી ગયા છે કે ન પૂછો વાત. ત્યારે હાલમાં જ એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે અને લોકો ફફડી ગયા છે. કોરોના મહામારીમાં માનસિક સધિયારો આપવા માટે કાર્યરત મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈનમાં હવે લોકોને શારીરિક કરતા માનસિક પીડા અસહ્ય બની હોવાના વધારે કેસ આવતા હાહાકાર મચી ગયો છે. બધાની એક જ ફરિયાદ છે કે આ મહામારીના સમયમાં સતત નકારાત્મક વિચારો જ આવી રહ્યાં છે.

image source

લોકો હાલમાં ધડાધડ હેલ્પલાઈનમાં ફોન કરીને સલાહ માગતા જોવા મળે છે. માહોલ એવો છે કે કોઈને પરિવારની ચિંતા સતાવી રહી છે તો કોઈ વિદ્યાર્થીને અભ્યાસની ચિંતા થઈ રહી છે. એક વિદ્યાર્થીએ હેલ્પલાઈનમાં ફોન કરી પોતાની સમસ્યા અંગે કહ્યું કે, હું પરીક્ષામાં ટોપ આવવા માગતો હતો મારો ફોટો પણ મારી સ્કૂલમાં સ્ટાર તરીકે રહે એવું મારું સપનું છે. આ વખતે એ માટે મેં ખૂબ જ તૈયારી કરી હતી. પણ આ પરીક્ષાનું કઈ ઠેકાણું નથી તો હવે મારો લક્ષ જ પાર પડવાનો નથી તો શા માટે જીવું?

image source

આ સાથે જ જો આપણે વાત કરીએ એવા પ્રશ્નની કે જે લોકોને વધારે મુંજવી રહ્યા છે તો એમાં આવા કંઈક પ્રશ્નોનો સમાવેશ થતો જોવા મળે છે. જેવા કે હું 75 વર્ષનો થયો. આ કોરોના બધાને ભરખી જાય છે. મારે એક જ દીકરો છે. એ પણ કામના લીધે સતત 10 દિવસથી બહાર છે. હું ફોન કરી બોલવું તો મારા પર રાડો નાંખે છે કેમ કરી સમજાવું? મદદ કરો તમે વાત કરો ને? આ સાથે જ લોકોને પ્રશ્ન થાય છે કે શું કોરોના સિવાય કોઈ બીજી બીમારીઓ બચી જ નથી? જ્યાં જોઈએ તેને કોરોના જ હોય? સામાન્ય શરદી, ઉધરસ, તાવ, ફ્લૂ પહેલા પણ હતા જ તો હવે એક કોરોના સિવાય કઈ બચ્યું નથી?

image source

એક એવો પણ પ્રશ્ન સામે આવ્યો હતો કે મેડમ હું 12મા ધોરણમાં છું પણ આ કોરોનાના કારણે બધા મરી જાય છે. હું તો પરીક્ષા આપ્યા વિના જ મરી જઈશ. તો હું આત્મહત્યા જ કરી લઉં મારે આજે પણ મરવું અને કાલે પણ મરવું. હવે હું પરીક્ષા ક્યારેય નહીં આપી શકું મારા જીવનનો કોઈ અર્થ નથી. હું કશું કરી શકવાનો નથી. તો વળી કોઈ કહે છે કે જ્યારે પહેલી વાર કોરોના આવ્યો ત્યારે મારે ત્રીજો મહિનો ચાલતો હતો અત્યારે બાળક છે, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી મારા પતિ મને કે મારા સાસુને ઘરની બહાર નીકળવા જ નથી દીધા.

image source

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી અમે બન્ને ઘરમાં જ છીએ. ક્યારેક પાડોશી બોલાવે કે કોઈ વસ્તુ લાવ્યા હોય તો પાણી અને સેનિટાઇઝરથી સાફ જ કર્યા કરે આ એક વર્ષથી અમે બહાર નીકળ્યા નથી એમને સમજાવોને. વધારે પડતી કાળજી રાખે છે હવે તો કંટાળ્યા છીએ. તો વળી એક વિદ્યાર્થીએ તો હદ કરી નાંખી કે હું પરીક્ષામાં ટોપ આવવા માગતો હતો મારો ફોટો પણ મારી સ્કૂલમાં સ્ટાર તરીકે રહે એવું મારું સપનું છે. મેં ખૂબ જ તૈયારી કરી હતી. પણ આ પરીક્ષાનું કઈ ઠેકાણું નથી તો હવે મારો લક્ષ જ પાર પડવાનો નથી તો શા માટે જીવવું?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!