રિવરફ્રન્ટ જતા લોકો માટે આવ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે આપ્યો આ નિર્દેશ, હવેથી નહિં…

અમદાવાદમાં વારંવાર કોઈના કોઈ દંડને લઈને નાગરિકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતું રહે છે. જેને કારણે ઘણીવાર વાત વધુ વણસી પણ જાય છે. હાલમાં પહેલા હેલ્મેટને લઈને તો અત્યારે માસ્કને લઈને વારંવાર સંઘર્ષના બનાવો સામે આવતા રહે છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને કરોડોનો ખર્ચ કરી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ કરી દીધો છે. પરંતુ હવે બીજી સમસ્યા શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટના રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

image source

નોંધનિય છે કે, અહિં મોટી સંખ્યમાં મુલાકાતીઓ આવી રહ્યા છે એવામાં નવાઈની વાત એ છે કે, હજુ સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિ.એ ડેવલપમેન્ટ પ્લાન-2002માં સાબરમતી નદીના કિનારે એલિસબ્રિજ અને ઉસ્માનપુરામાં બે પ્લોટ પાર્કિંગ માટે નક્કી કર્યા હતા પણ તે સંપાદિત કરવાને બદલે છોડી દેવાયા હતા. અત્યારના સમયની વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે આવનારા હજારો મુલાકાતીઓ ખુલ્લી પડેલી જગ્યા પર મનફાવે તેમ વાહનો મુકી દે છે જેથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. તો બીજી તરફ મ્યુનિસિપલે પાર્કિંગ માટેની કોઈ જગ્યા નક્કી કરી નથી જેથી સમસ્યા વધુ વણસી રહી છે.

image source

આ વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદ્દે એક મહત્વાના સમાચાર સામે આવ્યા છે. આજે ગુજરાત હાઇકોર્ટમાં રિવરફ્રન્ટ પર ‘No Parking’ના નિયમ અંગે કહ્યું છે કે, રિવરફ્રન્ટ પર No parkingનો કોઇ નિયમ જ નથી અને રિવરફ્રન્ટ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં. જેથી અહી આવતા હજારો મુલાકાતીઓ માટે રાહતના સમાચાર છે. હાઈકોર્ટમા આદેશ પ્રમાણે હવે નો પાર્કિંગના નામે રિવરફ્રન્ટ પોલીસ કોઇનું વાહન જપ્ત કરી શકશે નહીં. એટલુ જ નહીં વાહન જપ્તીની સાથે દંડ પણ નહીં વસૂલી શકાય.

image source

તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી રિવરફ્રન્ટ ઓર્થોરિટીએ તેનો સ્વીકાર પણ કરી લીધો છે. જેથી હવે રિવરફ્રન્ટ જતા લોકોને રાહત મળી છે. નોંધનિય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર પાર્ક, રિવરફ્રન્ટ ગાર્ડન, ઝીપ લાઇન સહિતના મોટા પ્રોજેક્ટ બનાવ્યા છે જ્યારે બીજી તરફ હાલના સમયમાં હેરિટેજ ગાર્ડન, ફુટ ઓવર બ્રિજ સહિતના વિકાસના ચાલી રહ્યા છે.

image source

આટલું મોટુ આયોજન હોવા છતા પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા મુશ્કેલી સર્જાઈ છે. જેથી આવનારા સમયમાં તંત્ર આ અંગે કોઈ પાર્કિંગની વ્યવસ્થા કરે અને લોકોને ટ્રાફિકની સમસ્યા સામે જજુમવું ન પડે તેવી લોકો માગ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *