Site icon News Gujarat

ખુશખબર: અમદાવાદમાં મ્યૂકરમાઈકોસિસના કેસ ઘટયા, આંકડો જાણીને તમે પણ હાંશકારો અનુભવશો

ભારતમાં કોરોનાના કેસનો આંકડો હવે કાબૂમાં આવતો દેખાઈ રહ્યો છે પરંતુ ગઈકાલની સરખામણીમાં નવા કેસ અને કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના કેસ 1.30 લાખની અંદર પહોંચ્યા હતા અને મૃત્યુઆંક 3000થી ઓછો નોંધાયો હતો, જોકે, પાછલા 24 કલાકમાં નોંધાયેલા આંકડામાં તેમાં વધારો થયો છે. કોરોનાના દર્દીઓ ઘટતા હોસ્પિટલો પરથી હાઉસફૂલના પાટિયા ઉતરવાના શરુ થઈ ગયા છે અને ઓક્સિજનની અછતનું પણ સમાધાન થઈ રહ્યું છે.

image source

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મ્યૂકર માઈકોસિસના નવા દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા તબીબોએ હાશકારો અનુભવ્યો છે, ૨૦ દિવસ પહેલાં રોજના ૪૦-૫૦ નવા દર્દી દાખલ થતાં હતા, જોકે હવે ૭થી ૧૨ જેટલા નવા દર્દી દાખલ થઈ રહ્યા છે, સિવિલમાં મંગળવારે નવા સાત દર્દી દાખલ થયા છે જ્યારે સાત દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આમ મંગળવારની સ્થિતિએ સિવિલ અને ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૩૮૭ દર્દી સારવાર લઈ રહ્યા છે તો સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં ૯૦થી વધુ દર્દી સારવાર હેઠળ છે, આમ કેમ્પસમાં ૩૭૭ જેટલા દર્દી છે. સિવિલમાં બીજી લહેરમાં મ્યૂકરના કુલ ૮૫૨ દર્દી દાખલ થયા, જેમાંથી ૪૫૬ સર્જરી કરાઈ છે.

image source

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની પહેલી લહેર પછી મ્યૂકરના ૧૦૦ જેટલા કેસ નોંધાયા હતા, જોકે બીજી લહેર પછી મ્યૂકરના કેસ ૮૫૦ને પાર થઈ ગયા છે, સિવિલ હોસ્પિટલના તબીબોના મતે બીજી લહેરમાં વધેલા કોરોનાના કેસ અને વાયરસના ડબલ મ્યૂટન્ટ એટલે કે બે સ્વરૂપના કારણે પોસ્ટ કોવિડ મ્યૂકર માઈકોસિસના કેસમાં વધારો થયો હોવાનું મનાય છે. આ રોગ સામે સામાન્ય તકેદારી
અને દેખરેખ રાખવામાં આવે અને રોગ થઈ ગયા બાદ સમયસર સારવાર મેળવવામાં આવે તો ચોક્કસ પણે ગંભીર પરિણામોથી બચી શકાય છે. સિવિલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સિવિલમાં નવા સાત કેસ દાખલ થયા છે અને સાત દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

સોલા સિવિલમાં મ્યૂકરના ૭૫ દર્દી, કુલ ૫૦ સર્જરી કરાઈ

image source

સોલા સિવિલના ઈએનટી વિભાગના વડા ડો. નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, સોલા સિવિલમાં અત્યારે ૭૫ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અત્યાર સુધીમાં કુલ ૫૦ જેટલી સર્જરી કરવામાં આવી છે. સોલામાં હજુ સુધી એક પણ દર્દીની આંખ કાઢી લેવી પડી નથી, આંખમાં ફંગસ કાઢવાના કિસ્સા સામે આવ્યા છે. સૂત્રોએ કહ્યું કે, સોલા સિવિલમાં અત્યાર સુધીમાં મ્યૂકરથી એક દર્દીનું મોત થયું છે. વ્હાઈટ ફંગસ કે યલો ફંગસના નવા કોઈ કેસ નોંધાયા નથી, અગાઉ સોલામાં વ્હાઈટ ફંગસના ત્રણ કેસ નોંધાયા હતા.

એલ.જી. હોસ્પિટલ : મ્યૂકરમાઇકોસિસના વધુ ૪ દર્દીનો વધારો ૨ દર્દીનાં ઓપરેશન કરી જડબું કાઢી નખાયું

image source

એલજી હોસ્પિટલમાં મ્યૂકરમાઇકોસિસ વોર્ડમાં વધુ ચાર દર્દીને દાખલ કરાયા હતા, જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર પૈકી બે પુરુષ દર્દીની સ્થિતિ સહેજ ગંભીર જણાય છે જેમના બુધવારે ઓપરેશન કરી ફંગસ દૂર કરાશ. જ્યારે આજે મંગળવારે બે દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં જેમના નાકમાંથી ફંગસ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ જડબું કાઢી
નાખવામાં આવ્યું હતું. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર મ્યૂકરમાઇકોસિસ વોર્ડમાં હવે મ્યૂકરના દાખલ કરવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા ૪૪ થવા પામી છે. આ મ્યૂકરમાઇકોસિસ વોર્ડમાં ઇ.એન.ટી. ન્યૂરો, ફિઝિશિયન અને આંખના રોગના નિષ્ણાત સર્જનોની ટીમ સેવા બજાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version