કોરોના વાયરસે આ દેશમાં મચાવી તબાહી, એક દિવસનો મોતનો આંક ચોંકાવનારો, જાણો કુલ કેસની સંખ્યા

કોરોના વાયરસે દુનિયાના એક દેશમાં ભયંકર તબાહી મચાવી છે. અહીં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તુટી ગયા છે તેવો મૃત્યુઆંક સામે આવ્યો છે. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયંટ અમેરિકા સહિત ભારતમાં તબાહી મચાવી રહ્યો છે. ત્યારે રશિયામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રશિયાથી જે મૃત્યુઆંકના આંકડા સામે આવ્યા છે તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

image source

રશિયાથી જે આંકડા સામે આવ્યા છે તે અંગે જે જાણકારી સામે આવી છે તે અનુસાર અહીં કોરોનાના ગામા વેરિયંટે ભુક્કા બોલાવી દીધા છે. રશિયામાં ગામા વેરિયંટે લોકોની ચિંતા વધારી દીધી છે. બ્રાઝિલમાં જોવા મળેલો ગામા વેરિયંટ હવે રશિયામાં તબાહી મચાવી રહ્યો છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર રશિયામાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે અને સરકાર પણ દોડતી થઈ છે. આ સ્થિતિ જોઈ અને વિશ્વના અન્ય દેશોની ચિંતા પણ વધી છે.

image source

ગામા વેરિયંટના કારણે રશિયામાં એક જ દિવસમાં 808 લોકોના જીવ લેવાયા છે. આંકડાકીય માહિતી અનુસાર રશિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 65 લાખથી વધુ થઈ ચુકી છે. જો કે અહીં 50 લાખથી વધુ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જ્યારે કુલ 1,68,049 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે ગત જૂન માસ સુધીમાં કોરોનાથી રશિયાનો એડિશનલ ફેટલિટી ટોલ 5,31,000થી વધારે હતો, તેવામાં રશિયાની કોવિડ-19 ટાસ્ક ફોર્સે ગુરુવારે 21,932 નવા કોવિડ-19 કેસની પુષ્ટિ કરી હતી. અહીં એક જ દિવસમાં 800થી વધુ લોકોના મોત પણ થયા છે. જાણવા મળતી માહિતી મુજબ રસીકરણ અભિયાનની ધીમી ગતિના કારણે અહીં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં અહીંની 19.7% વસ્તીને જ રસીના બે ડોઝ મળ્યા છે.