અર્જુન કપૂરને આ કારણે સ્કૂલમાંથી કાઢી મુક્યો હતો, થયુ હતુ કંઇક એવું કે…

અર્જુન કપૂર એમની બહેન સોનમ કપૂરની ખૂબ જ નજીક છે. બધા જાણે છે કે અર્જુન કપૂર અને સોનમ કપૂર કઝીન છે. અર્જુન કપૂર બોની કપૂરનો પુત્ર છે અને સોનમ કપૂર અનિલ કપૂરની પુત્રી છે. બંને ભાઈ-બહેન વચ્ચે ઘણો પ્રેમ છે. ઇશકઝાદે ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર અર્જુન કપૂર આજે લાખો દિલો પર રાજ કર્યું છે.

image source

સોનમ કપૂર ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચુકી છે કે અર્જુન કપૂર એમને લઈને ખૂબ જ પ્રોટેકટિવ છે. હવે અર્જુન કપૂરે જણાવ્યું છે કે એ સ્કૂલમાં સોનમ કપૂરના કારણે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે..

રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કન્નત સાથેની વાતચીતમાં અર્જુન કપૂરે એમના સ્કૂલ ટાઇમનો એક કિસ્સો સંભળાવ્યો હતો. અર્જુન કપૂરના કહેવા અનુસાર સ્કૂલના સમયમાં એ ખૂબ જ ગોળ મટોળ દેખાતા હતા. એક દિવસ એ અને સોનમ કપૂર એકસાથે બાસ્કેટ બોલ રમી રહ્યા હતા ત્યારે અમુક સિનિયર્સ ત્યાં આવી ગયા.

image source

અર્જુન કપૂરના કહેવા અનુસાર એ સિનિયર્સે ત્યા આવીને સોનમ કપૂરના હાથમાંથી બોલ છીનવી લીધો હતો. એમને કહ્યું કે એ હવે અહીંયા રમશે. સિનિયરની આ હરકતથી પરેશાન સોનમ કપૂર રડતા રડતા પોતાના ભાઈ અર્જુન કપૂર પાસે આવી.

આ વિશે અર્જુન કપૂરે આગળ જણાવ્યું કે સોનમ કપૂરે મને કહ્યું કે એ છોકરાઓએ મારી સાથે ગેરવર્તન કર્યું. આ સાંભળીને મને ગુસ્સો આવું ગયો અને મેં જઈને એ સિનિયર છોકરાને ગાળ બોલી દીધી. ત્યાર બાદ એ સિનિયરે મને ઘુરીને જોયો.

image source

અર્જુન કપૂરે આગળ કહ્યું કે ગાળો સાંભળીને એ સિનિયર છોકરાએ મારા મોઢા પર મુક્કો મારી દીધો. એ પછી મારી આંખ પર કાળું નિશાન પડી ગયું. ઘરે પહોંચીને જ્યારે સોનમ કપૂરે નિશાન જોયું તો ભાઈને સોરી કહ્યું.

અર્જુન કપૂરે કહ્યું કે જે સિનિયરે એમને મુક્કો માર્યો હતો એ બોક્સિંગ ચેમ્પિયન હતો. એકટર અર્જુન કપૂરે એ પણ જણાવ્યું કે ન ફક્ત સિનિયરનો માર ખાધો પણ એમને સ્કૂલમાંથી સસ્પેન્ટ થવું પડ્યું હતું.

image source

એકટર અર્જુન કપૂરે એ છોકરાને ગાળ બોલી હતી. એ કારણે એમને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના પછી અર્જુન કપૂરે પોતાની બહેન સોનમ કપૂરને કહ્યું હતું કે એ પોતાનું ધ્યાન હવે જાતે જ રાખતા શીખે.

image source

અર્જુન કપૂર તાજેતરમાં જ સરદાર કા પૌત્રમાં ચાહકો દ્વારા જોવા મળ્યો હતો, જેમાં નીના ગુપ્તા, જોન અબ્રાહમ, અદિતિ રાવ હૈદરી, રકુલ પ્રીત સિંહ અને સોની રઝદાન પણ છે. તેની પાસે પાઇપ લાઇનમાં એક વિલન રિટર્ન્સ અને ભૂત પોલીસ પણ છે. જ્યારે સોનમ ઘણા સમયથી પડદાથી દૂર હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *