Site icon News Gujarat

આણંદમાં દીકરીના લગ્ન હતા અને ‘તાઉ તે’ વાવાઝોડાનાં કારણે પિતાનું થયું મોત, માતા પણ ઈજાગ્રસ્ત, પરિવારમાં આક્રંદ

તાઉ-તે વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિનાશ વેર્યો છે. એમાં પણ અમરેલીમાં તો સૌથી વધુ 45 મોત થયા છે અને હજુ પણ અનેક લોકો લાપતા છે અને મોતનો આંકડો વધે એવી શક્યતા છે. તો વળી એ પણ જાણવા મળ્યું છે કે આંકલાવ પંથકમાં વાવાઝોડાની ભારે ભૂંડી અસર જોવા મળી હતી. કારણ કે આંકલાવ તાલુકામાં બપોર બાદ ભારે પવન સાથે વરસતા વરસાદે એક પરિવારનો માળો વીંખી નાખ્યો હતો.

image source

ચમારા ગામના બોરિયા વિસ્તારમાં એક પરિવાર પોતાના મકાનમાં રસોઈ બનાવતો હતો અને અચાનક જ મકાનની નળિયાની છત પડી. જેના કારણે પતિનું સારવાર ન મળતાં મોત થયું અને પત્નીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. આ પરિવાર વિશે વાત કરીએ તો આંકલાવ તાલુકાના ચમારા બોરિયા વિસ્તારમાં ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવતા ભાઇલાલભાઈ મેલાભાઈ પઢિયાર (ઉં.વ 40) પરિવારમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે.

image source

જો ત્યારની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો ભાઇલાલભાઈના પોતાના ઘરે એક બાજુ પોતાના દીકરાના જ્વારાની સ્થાપના કરેલી હતી તો આ શુક્રવારે પોતાની દીકરી કપિલાબેનના લગ્ન પણ લેવાના હતા. જો કે એ તો બંધ રાખવા પડ્યા. મંગળવારે બપોરના ભાઇલાલભાઈ પઢિયાર અને પત્ની સુધાબેન ભાઇલાલભાઈ પઢિયાર, જેઓ ભારે વાવાઝોડામાં ઘરની બહારની રૂમના અડારામાં જમવા માટે રસોઇ બનવી રહ્યાં હતાં ત્યારે અચાનક વાવાઝોડામાં મકાનની નળિયાની છત ઊડીને આવી અને ધડામ કરતી નીચે પડી. જેના કારણે બને દટાઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા.

image source

ત્યારબાદની વાત કરવામાં આવે તો બન્નેને સારવારની સખત જરૂર હતી પણ ભાઇલાલભાઈનું બે કલાક સુધી વાવાઝોડામાં કોઈપણ પ્રકારની સારવાર ન મળતાં મોત નીપજ્યું હતું અને પત્નીને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. પરિવારમાં શોક હોવાના કારણે દીકરીના લગ્ન બંધ રાખી જ્વારા પણ પધરાવી દીધા. ઘરમાં રસોઈ બનાવતા સમયે છત તૂટી પડી વધારે વાવાઝોડાને લઈ બાળકો કાકાને ઘરે જતાં રહ્યાં હતાં જેના કારણે તેમને કોઈ નુકસાન થયું નથી એ સારી વાત જાણવા મળી રહી છે. પતિ-પત્ની ઘરે રસોઇ બનાવી રહ્યાં હતાં ને અચાનક ઘર પરની નળિયાની આખી છત ઊડીને પડતાં બન્ને દટાયા હતા, જેમાં પતિનું સારવાર ન મળતાં મોત થયું હતું ને પત્નીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી.

image source

મૃતકના ભત્રીજા મહેન્દ્રભાઈ રાવજીભાઈ પઢિયારએ આ ઘટના વિશે વાત કરી હતી કે વાવાઝોડું ખૂબ જ વધારે હતું. કોઈ પ્રાઇવેટ સાધન મળવું પણ મુશ્કેલ હતું. મોબાઈલ પણ બધાના બંધ હોવાના કારણે કશું થઈ ન શક્યું. આજુબાજુના સ્થાનિકોની મદદ લઇ કાકા-કાકીને બહાર તો કાઢયાં પરંતુ સારવાર માટે ક્યાંય જવાયું નહીં. બે કલાક સુધી કાકા તડપતા રહ્યા, આખરે તેમને સારવાર ન મળતાં દમ તોડ્યો.

Exit mobile version