Site icon News Gujarat

બંગાળમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં અહીં જતા પહેલા હાલ વિચારી લેજો, 48 કલાકમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી

મળતી વિગતો પ્રમાણે, રાજ્ય પર એકસાથે 2 સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઇ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યભરના ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. લો પ્રેશરના કારણે ગુજરાતને સારો વરસાદ મળશે. બંગાળમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે છૂટાછવાયા સ્થળોએ ઝાંપટાથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. સોમવારે બપોર પછી વરસાદી માહોલ સાથે ભાવનગરના જેસરમાં દોઢ,
તળાજામાં એક, કોટડાસાંગણીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જસદણ, ગારીયાધારમાં હળવા ભારે ઝાપટા પડ્યા હતા. આગામી 48 કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 30થી 40 કિ.મીની ઝડપે તોફાની પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

image source

આજે પણ અસહ્ય ઉકળાટ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બંધાયો હતો. સાંજે 4 વાગ્યાની આસપાસ જસદણમાં જોરદાર ઝાપટું વરસી જતાં ગામમાં પાણી ભરાયા હતા, જ્યારે સાંજના 6 વાગ્યા બાદ કોટડાસાંગણીમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો અને અડધો ઈંચ વરસાદ પડતા ગામમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે ભાવનગરના જેસરમાં પણ અડધો કલાકમાં દોઢ ઈંચ અને તળાજામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.

image source

ગારીયાધારમાં પણ 3 મીમી. વરસાદ પડ્યો હતો. આગામી 48 કલાકમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, જૂનાગઢમાં 30-40 કી.મીની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાનખાતાને ડાયરેકટર કમલજિત રેએ જણાવ્યું હતું કે, ‘બંગાળના અખાતમાં આજ રોજ નવી સિસ્ટમ બંધાઈ છે. અમને આશા છે કે આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ પડશે.’ ગુજરાતમાં નેઋgત્યના મોસમી પવન વરસાદ લાવે છે. સામાન્ય સંજોગોમાં ૨૨મી જુન સુધીમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડી જાય છે. હવામાન વિભાગ દ્વારા શિયાળાને લઇને હજુ પણ આગામી 15 દિવસ રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.  રાજ્યમાં હજુ પણ થોડા દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ઉકળા રહેશે. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભરપૂર રહેશે છે.

9 જૂને આ વિસ્તારોમાં પડી શકે વરસાદ

image source

તો 9 જૂને સુરત, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 11 જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે

image source

રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 29 જૂનથી સત્તાવાર ચોમાસાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થેશે. 9થી 11 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરત, સૌરાષ્ટ્રમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.

Exit mobile version