Netflix પર એક જ આઈડીથી વધારે લોકોના યૂઝ માટે આ છે ખાસ ટ્રિક, પાસવર્ડ શેરિંગ નહીં ચાલે લાંબો સમય

Netflix આજકાલ અનેક લોકોની પસંદ બન્યું છે. Netflixને લઈને અત્યારસુધી એવું હતું કે જેની પાસે તેનું સબસ્ક્રિપ્શન રહેતું તે તેમના મિત્રો, પરિવાર કે અન્ય લોકોને તેમના પાસવર્ડ આપીને તેની પરની ફિલ્મો, શો કે અન્ય ચીજો શેરિંગની મદદથી જોઈ શકતા હતા. પરંતુ આવનારા સમયમાં આવું શક્ય બનશે નહીં કેમકે Netflix હવે એવી ટેક્નો લોજી પર કામ કરી રહ્યું છે જેના કારણે એક જ આઈડી સાથે જોડાયેલા યૂઝર તેને જોઈ શકશે જેણે સબસ્ક્રિપ્શન લીધું છે.

image source

એટલે કે સીધી રીતે કહીએ તો આ એ યૂઝર્સને માટે મોટો ઝટકો છે જેઓ જુગાડ કરીને નેટફ્લિક્સનો ઉપયોગ અત્યારે કરી રહ્યા છે. જો કે એક રીત છે જેની મદદથી તમે પહેલાંની જેમ એટલે કે અત્યારે યૂઝ કરો છો તે રીતે તેને ફરીથી જોઈ શકો છો.

image source

કહેવાઈ રહ્યું છે કે Netflixએ આ માટેના ટ્રાયલ શરૂ કર્યા છે. કેટલાક યૂઝર્સ પર તેને એપ્લાય કરીને જોવામાં આવી રહ્યું છે. નેટફ્લિક્સે આ ફેરફાર ત્યારે કર્યો છે જ્યારે તેના વ્યૂરશીપમાં ઉછાળો આવ્યો છે. મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરી 2021માં નેટફ્લિક્સના 200 મિલિયન યૂઝર્સ થઈ ચૂક્યા છે. માનવામાં એમ પણ આવી રહ્યું છે કે પોતાના સબસ્ક્રિપ્શનના નિયમોને આ લેવલ સુધી મોટું કર્યા બાદ વ્યૂઅરશીપમાં ઘટાડો આવી શકે છે.

આ રીતે ફરીથી જોઈ શકાશે Netflix

image source

Netflix ભલે પોતાના સબસ્ક્રિપ્શનમાં પહેલાના કરતા કડક પગલાં લે પણ આ સંપૂર્ણ રીતે શક્ય નથી. તેનો યૂઝર કોઈ એક લેપટોપ કે ટીવીમાં જ હંમેશા Netflixનો ઉપયોગ કરે. કેમકે યૂઝરની પાસે આઈડી અને પાસવર્ડ છે તો તે ક્યાંયથી પણ તેને એક્સેસ કરી શકે છે અને સાથે Netflix પણ બેન કરી શકશે નહીં. તો વધારે નિરાશ થવાની જરૂર નથી કેમકે તેમાં એવું થશે કે જ્યારે યૂઝર કોઈ અન્ય ડિવાઈસ પર લોગ ઈન કરી રહ્યું છે તો તે આ ઓટીપીના ઉપયોગથી જ જોઈ શકશે.

image source

એટલે કે સ્પષ્ટ વાત એ છે કે અત્યાર સુધી સીધા પાસવર્ડથી કામ થતું હતું પણ હવે ઓટીપીની જરૂર રહેશે. એ વાત જોવાની રહેશે કે તમે કેટલી વાર તમારા દોસ્તની પાસે ઓટીપી માંગો છે કે જ્યારે તમે Netflix જોવા ઇચ્છો છો તો દોસ્ત તમને ઓટીપી આપવાની કંડીશનમાં છે કે નહીં.

image source

લોકડાઉનના કારણે દુનિયાભરના લોકોએ Netflixને મોટો ફાયદો કરાવ્યો છે. લોકો ઘરમાં રહેતા અને કોઈ નવી ફિલ્મ કે સિરિયલ્સ આવી રહ્યા ન હતી. એવામાં લોકોએ નેટફ્લિક્સની મદદ લેવાનું શરૂ કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર 2020માં ફક્ત એશિયામાં લગભગ 93 લાખ લોકોએ Netflixને સબસ્ક્રાઈબ કર્યું જે 2019ની સરખામણીએ 65 ટકા વધારે હતું. વાત નફાની કરીએ તો યૂરોપમાં 40 ટકા અને ભારતમાં 62 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પછી નેટફ્લિક્સ હવે એ બજાર સુધી પહોંચવાની કોશિશમાં છે જેઓ તેની પહોચથી દૂર રહી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!