Site icon News Gujarat

ડાયાબિટિસના દર્દીને માટે લાભદાયી છે આ 1 દાળ, એક્સપર્ટે કહ્યા છે અનેક ફાયદા

ગુજરાતી લોકોનું ભોજન દાળ વિના અધૂરું માનવામાં આવે છે. પરંતુ અનેક દાળમાંથી કઇ દાળ સૌથી સારી છે તેને લઈને કાયમ પ્રશ્ન રહે છે. ખાસ કરીને શાકાહારી લોકો દાળનું સેવન ભરપૂર પ્રમાણમાં કરે છે. આમ તો દરેક દાળના પોતાના અલગ ફાયદા ગણાવાયા છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું અડદની દાળની. જે ખાસ કરીને ડાયાબિટિસના દર્દીઓને માટે લાભદાયી અને અસરકારક માનવામાં આવે છે. આ નાની અડદની દાળના અનેક મોટા ફાયદા છે. જેને તમે ભાગ્યે જ જાણતા હશો. તો જાણીને આજથી જ તેનો ઉપયોગ શરૂ કરો અને સાથે અઢળક ફાયદા પણ મેળવી લો.

શું મળે છે અડદની દાળમાંથી

image source

અડદની દાળમાં પ્રોટીન સિવાય ફેટ, કાર્બોહાઈડ્રેટ, વિટામીન બી, આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરને અનેક બીમારીથી બચવામાં મદદ કરે છે. એક્સપર્ટ કહે છે કે આ દાળમાં અનેક એવા પોષક તત્વો છે જે શરીરને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. આ દાળ ખાસ કરીને ડાયાબિટિસના દર્દીઓે માટે સારી માનવામાં આવે છે.

અડદની દાળના ફાયદા

ડાયાબિટિસને કંટ્રો કરવામાં મદદરૂપ

image source

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે અડદની દાળમાં ફાઈબરના ગુણો સૌથી વધારે હોય છે. જે ખાંડ અને ગ્લૂકોઝનું લેવલ શરીરમાં જાળવી રાખવામાં મદદ કરે છે. ડાયાબિટિસના રોગી ડાયટમાં અડદની દાળને સામેલ કરે છે તો તેમના ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળી રહે છે.

આયર્નની ખામી પૂરી કરે છે અડદની દાળ

અડદની દાળમાં આયર્નનું પ્રમાણ વધારે સારું રહે છે. જે શરીરમાં એનર્જીને કાયમ રાખવામાં મદદ કરે છે. મહિલાઓને માટે અડદની દાળનું સેવન કરવાનું ફાયદારૂપ રહે છે.

પાચનતંત્રને સારું રાખે છે અડદની દાળ

image source

અડદની દાળમાં ઓગળે તેવા અને ન ઓગળે તેવા બંને પ્રકારના ફાઈબર હોય છે જે પાચનતંત્રને સારું રાખવામાં મદદ કરે છે. અડદની દાળના સેવનથી પાચન, કબજિયાતની સમસ્યાને ઝડપથી દૂર કરી શકાય છે.

માથાના દુઃખાવાથી રાહત

image source

જો તમને માથાના દુઃખાવાની સમસ્યા છે તો તમે અડદની દાળનું સેવન કરશો તો તમને આરામ મળશે. તેમાં મળનારા મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો શરીરને હેલ્ધી રાખવાનું કામ કરી શકે છે.

Exit mobile version