રહો એલર્ટ, ન બનો ફ્રોડનો ભોગ, કોરોના વેક્સીન માટે કોઈ માંગે રૂપિયા તો અહીં કરો ફોન

દેશમાં કોરોના વેક્સીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. દેશમાં આ વેક્સીન સરકારની તરફથી લગાવવામાં આવી રહી છે. આ સમયે કોરોના વેક્સીનેશન રજિસ્ટ્રેશનના નામે કોઈ તમારી પાસે તેને માટે રૂપિયાની માંગણી કરે છે તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. આવા કોઈ ફ્રોડના કેસમાં તમે ફસાશો નહીં.

image source

ઓનલાઈન ફ્રોડ કરનારાથી બચવા માટે રાજ્ય સાઈબર પોલિસે એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં લોકોને કહેવાયું છે કે કોરોના વેક્સીનેશનના નામે જો કોઈ પણ વ્યક્તિ તમારી પાસે રૂપિયા માંગે છે તો સાઈબર પોલિસના ટોલ ફ્રીન નંબર 155260 પર કોલ કરીને તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય કઓઈ અજાણ નંબર પરથી આવતા ફોન પર કોઈ પણ વેબસાઈટની માહિતી ન આપો અને ન તો તમારા કોઈ પણ પર્સનલ ડિટેલ્સને શેર કરો.

દગાખોરો પોતાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સાથે જોડાયેલા હોવાનું કહ્યું

image source

હાલમાં રીવાના એક આરક્ષકની સાથે કોરોના વેક્સીનના નામે દગાખોરી કરવાનો કિસ્સો નોંધાયો છે. તેને જોતાં સાઈબર પોલીસે તેનાથી બચવા માટે ખાસ પ્રકારની એડવાઈઝરી જાહેર કરી છે. આ દગાખોરો પોતાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સાથે જોડાયેલા હોવાનું કહ્યું હતું. સાઈબર સેલની એડવાઈઝરીમાં કહેવાયું છે કે સાઈબર અપરાધી મોબાઈલ કે ઈમેલની મદદથી તમારાથી સંપર્ક કરશે અને પોતાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે ભારત સરકારના ડ્રગ ઓખોરિટીના વ્યક્તિ ગણાવે છે. કોરોના વેક્સીનના માટે રજિસ્ટ્રેશન કરવા માટે કહે છે.

તમારી પાસે માંગશે પર્સનલ ડિટેલ્સ

image source

જ્યારે આ દગાખોરો તમને ફોન કરે છે ત્યારે તે તમારી પાસે લિસ્ટમાં નામ જોડાવવાને માટે તમારી પાસે તમારી પર્સનલ જાણકારી માંગે છે. જેમાં તેઓ તમારો આધાર નંબર, મોબાઈલ નંબરની જાણકારી લઈ લે છે. આ સાથે તમારી પાસે આવેલો ઓટીપી નંબર પણ માંગે છે. આ પછી તેઓ તમારું એકાઉન્ટ સરળતાથી ખાલી કરી લે છે. ઓનલાઈન ઠગીનો શિકાર કોરોના વેક્સીનના નામે બનવાથી એલર્ટ રહો તે જરૂરી છે.

સાઈબર સેલે આપી સલાહ

image source

આખરે સાઈબર સેલે સલાહ આપી છે કે તમારા ઓટીપી, આધાર કાર્ડ નંબરને કોઈની પણ સાથે શેર ન કરો. અને કોઈ અજાણ્યા નંબરથી આવેલા ફોન પર તો જરા પણ નહીં. ભારત સરકાર કે કોઈ પણ સ્વાસ્થ્ય સંસ્થા તમારી સાથે ફોન, ઈમેલ આઈડી, ઓટીપી માંગતી નથી. આ પછી તે ડ્રગ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નામ કોઈ પણ સંસ્થા ભારતમાં છે કે નહીં કે જાણો. તમને જણાવી દઈએ કે કોરોના વેક્સીનને માટે કોઈ રૂપિયા આપવાના હોતા નથી. જો વેક્સીન રજિસ્ટ્રેશન કે વેક્સીનેશનને માટે કોઈ તમારી પાસે રૂપિયા માંગે છે તો તમે તેની ફરિયાદ ઉપર આપેલા નંબર પર કરી શકો છો. આ સિવાય તમે સાઈબર સેલની વેબસાઈટ પર જઈને પણ ફરિયાદ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!