બોલીવુડની એવી સુપરહિટ ફિલ્મ, જેના રિલીઝ પછી થઈ આ સ્ટાર્સનું થઇ ગયુ કંઇક એવું કે… આ વાત ફેન્સને ખબર પડતા જ લાગ્યો હતો મોટો ઝાટકો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કપલ્સ છે જેઓ કોઈ ફિલ્મ દરમિયાન એકબીજાની નજીક આવ્યા અને બંનેએ લગ્ન પણ કરી લીધા. તો એવામાં કેટલાક કપલ્સ એવા પણ છે જે કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાથી અલગ પણ થઈ ગયા હોય. એવામાં આજે અમે તમને બોલીવુડની એવી જ સુપરહિટ ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છે.

image source

જેમાં કામ કર્યા પછી લીડ સ્ટાર્સનું જીવન જ બદલાઈ ગયું. અમે વાત કરી રહ્યા છે બોલીવુડની સુપરહિટ ફિલ્મ જિંદગી ના મિલગી દોબારાની. આ ફિલ્મ તો હિટ સાબિત થઈ પણ આ ફિલ્મમાં કામ કરનાર કલાકારોનું એક પછી એક પોતાના પાર્ટનર સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.

1. ઋત્વિક રોશન અને સુઝેન ખાન

image source

આ ફિલ્મમાં ઋત્વિક રોશને ભજવેલું પાત્ર બધાને જ ખૂબ જ ગમ્યું હતું. ફિલ્મમાં ઋત્વિક રોશનનું પાત્ર એવા વ્યક્તિનું હોય છે જે પોતાના કામને મહત્વ આપે છે પણ જ્યારે એ પોતાના મિત્રો સાથે વેકેશન માટે જાય છે ત્યારે એમને જિંદગી જીવવાની સાચી રીત ખબર પડે છે. આ ફિલ્મ પછી ઋત્વિક રોશન અને એમની પત્ની સુઝેન ખાનના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી અને બંનેનો ડિવોર્સ થઈ ગયો હતો.

2. અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ.

image source

ફિલ્મમાં અભય દેઓળનું પાત્ર એક એવા વ્યક્તિનું હોય છે જે ભૂલમાં લગ્ન માટે પોતાની ફ્રેન્ડને પ્રપોઝ કરી દે છે પણ એ લગ્ન કરવા નથી માંગતો. આ ફિલ્મ પછી અભય દેઓલનું પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે 4 વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા પછી અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ વર્ષ 2015માં અલગ થઈ ગયા હતા.

3. કલકી કોચલીન અને અનુરાગ કશ્યપ.

image source

આ ફિલ્મમાં કલકી કોચલીનનું મહત્વનું પાત્ર હતું. ફિલ્મ રિલીઝ થઈ એ વર્ષે જ કલકી કોચલીને ડાયરેકટર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા પણ વર્ષ 2015માં બંનેનાં ડિવોર્સ થઈ ગયા હતા.

4. ફરહાન અખ્તર અને અધુના.

image source

આ ફિલ્મના રિલીઝ પછી ફરહાન અખ્તર અને એમની પત્ની અધુના પણ એકબીજાથી અલગ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે આ બંનેએ પોતાના 15 વર્ષના લગ્નને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. આ કપલને બે દીકરીઓ પણ છે.

5. કેટરીના કેફ અને રણબીર કપૂર.

image source

કેટરીના કેફ અને રણબીર કપૂરનો સંબંધ પણ જગ જાહેર હતો પણ આ ફિલ્મના રિલીઝ પછી આ બંને પણ બ્રેકઅપ થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *