64 MP કેમેરા અને 8GB રેમ વાળા આ સ્માર્ટફોન પર મળી રહી છે બમ્પર છૂટ, કિંમત અને ફીચર્સ જાણીને તમે પણ લઇ લેશો

કોરોના વાયરસને કારણે દેશમાં વિવિધ રાજ્યો અને શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને હવે ધીમે ધીમે કોરોના કેસો ઘટતા ત્યાં અનલોક થઈ રહ્યું છે અને આ સાથે જ વેપાર વાણિજ્ય ક્ષેત્રે પણ ધીમે ધીમે કરન્ટ દેખાતો જાય છે. વિવિધ કંપનીઓ હવે પોતાની પ્રોડક્ટ પણ લોન્ચ કરવા લાગી છે ત્યારે વિવો કંપનીની સબ બ્રાન્ડ IQoo કંપનીએ Z સિરીઝ અંતર્ગત પોતાનો નવો.સ્માર્ટફોન iQoo Z3 ને ગત મંગળવાર 8 જૂનના રોજ આયોજિત એક વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા ભારતમાં લોન્ચ કર્યો છે.

image source

iQoo Z3 સ્માર્ટફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 768G SoC દ્વારા સંચાલિત છે. આ iQoo Z3 સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરાનું સેટઅપ પણ આપવામાં આવ્યું છે. આ ફોન 55W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે 4400 mAh ની બેટરી સાથે આવે છે. iQoo Z3 માં 64 મેગાપિક્સેલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે iQoo Z3 સ્માર્ટફોનમાં અન્ય શું શું વિશેષતાઓ, કિંમત અને ફીચર્સ આપવામાં આવ્યા છે ચાલો જાણીએ.

iQoo Z3 ની કિંમત

image source

ભારતમાં નવા iQoo Z3 ના 6GB RAM + 128 GB સ્ટોરેજ વેરીએન્ટન8 કિંમત 19,990 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 8GB રેમ +128 GB સ્ટોરેજ મોડલની કિંમત એક હજાર રૂપિયા વધુ એટલે કે 20,990 રાખવામાં આવી છે. એ જ રીતે 8 GB રેમ + 256 GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 22,990 રૂપિયા રાખવામાં આવી છે. આ iQoo Z3 સ્માર્ટફોનનું વેંચાણ 8 જૂનથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તે ઇ – કોમર્સ સાઇટ Amazon India પરથી ખરીદી શકાશે. એ ઉપરાંત iQoo Z3 ફોનને ICICI બેંકની ઓફર અંતર્ગત 1500 રૂપિયાની છૂટ સાથે પણ ખરીદી શકાય છે. એ સિવાય iQoo Z3 ફોનને નો કોસ્ટ EMI ના વિકલ્પ અંતર્ગત પણ ખરીદી શકાય છે.

iQoo Z3 ના ફીચર્સ

image source

ડ્યુઅલ સિમ (નેનો) iQoo Z3 એન્ડ્રોઇડ 12 પર આધારિત FunTouch OS 11.1 પર ચાલે છે. આ ફોનમાં 6.58 ઇંચની ફૂલ એચડી + (1,080×2,408 પિકસલ) એલસીડી ડિસ્પ્લે મળે છે. iQoo Z3 2.8 GHz ઓકટા કોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 768G SoC દ્વારા સંચાલિત છે. iQoo Z3 માં ટ્રિપલ રિયર કેમેરાનું સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં f/1.79 લેન્સ સાથે 64 મેગાપિક્સેલ નો પ્રાઇમરી GW3 સેન્સર, અલ્ટ્રા વાઈડ એંગલ f/2.2 લેન્સ સાથે 8 મેગાપિક્સેલ સેન્સર અને એક 2 મેગાપિક્સેલ સેન્સર શામેલ છે.

image source

પ્રાઇમરી કેમેરા ફીચર્સમાં નાઈટ મોડ, પોટ્રેટ, ફોટોગ્રાફી, વિડીયો, પેનોરમા, લાઈવ ફોટો, સ્લો મોશન, ટાઇમ લેપ્સ, પ્રો મોડ શામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ સાથે f/2.0 અપર્ચર વાળો 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. iQoo Z3 સ્માર્ટફોનમાં પાવર બેકઅપ માટે 4400 mAh ની બેટરી પણ આપવામાં આવી છે.