કેમિકલ વાળા સિંદૂરથી પણ વાળને થઈ શકે છે નુકસાન, જાણો ઘરે જ હર્બલ સિંદૂર બનાવવાની રીત

હિંદુ ધર્મમાં સુહાગન મહિલાઓને માટે સોળ શણગારનું મહત્વ ખાસ રીતે સમજાવાયું છે. અનેક મહિલાઓ રોજ સેંથો પૂરવાની પરંપરા જાળવે છે તો અનેક મહિલાઓ તહેવારના દિવસોમાં સેંથામાં સિંદૂર લગાવે છે. સનાતન ધર્મમાં સિંદૂરને મહિલાઓનું સૌભાગ્ય માનવામાં આવે છે.

image source

આજકાલ માર્કેટમાં મળનારા સિંદૂરમાં લેડ, સલ્ફેટ જેવા અનેક ઘાતક કેમિકલ્સ મિક્સ કરવામાં આવે છે. જેના કારણે મહિલાઓને વાળ સંબંધિત સમસ્યાઓ થાય છે અને તેનાથી ગંજાપણાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ સિવાય વાળમાં ખંજવાળ આવવાની સમસ્યા પણ સર્જાય છે. વાળ ખરવા લાગે છે, જો તમને પણ એક મહિલા તરીકે આવા કોઈ લક્ષણો દેખાય તો તમે તરત જ આ કેમિકલ વાળું સિંદૂર લગાવવાનું બંધ કરો તે જરૂરી છે. તમે ઓછા ખર્ચે ઘરે જ સસ્તામાં હર્બલ સિંદૂર બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરવાથી તમને આવી કોઈ સમસ્યાઓ થતી નથી.

image source

આ ચીજોની મદદથી ઘરે જ સરળ રીતે બનાવી લો હર્બલ સિંદૂર

હળદર -1 ચમચી

ચૂનો – અડધી ચમચી

ગુલાબજળ – જરૂર પ્રમાણે

ગુલાબની પાંખડીઓ -10-15

આ છે હર્બલ સિંદૂર બનાવવાની રીત

image source

હર્બલ સિંદૂર બનાવવા માટે સૌ પહેલા એક વાટકીમાં 1 ચમચી હળદર, પા ચમચી ચૂનો, જરૂર જેટલું ગુલાબજળ અને ગુલાબની પાંખડીઓ મિક્સ કરો. આ દરેક ચીજોને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે તમે આ ચીજોને મિક્સ કરશો તો તેનો રંગ લાલ થશે. ધ્યાન રાખો કે પેસ્ટ સૂકાશે ત્યારે તે કેસરી કલરની થશે. પેસ્ટને નરમ રાખવા માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરો. આ સિંદૂરને જ્યારે તમે તમારા માથા પર લગાવો છો તો તેનાથી તમને કોઈ નુકસાન થતું નથી. આ વાતનું ધ્યાન રાખો કે તમે હળદરમાં ચૂનાનો ઉપયોગ ઓછો કરો. સિંદૂરમાં ચૂનાનું પ્રમાણ વધારે હશે તો પણ તમારી સ્કીનને નુકસાન થઈ શકે છે અને તે જગ્યા પર જલ્દી જ ટાલિયાપણાની સમસ્યા આવે છે.

સિંદૂર લગાવવાથી થાય છે આ મોટા ફાયદા

image source

લગ્ન બાદ સેંથામાં સિંદૂર લગાવવાથી પતિ અને પત્નીના સંબંધો ગાઢ થાય છે.

હળદર, ચૂનો અને પારાથી બનેલું સિંદૂર શરીરમાં લોહી વહેવાની ક્રિયાને નિયંત્રિત કરે છે.

સિંદૂર લગાવવાથી ચીડિયાપણું અને તાણ ઘટે છે.

જે પત્ની સેંથામાં સિંદૂર ભરે છે તેના પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે.

image source

મહિલાના માથાનો ભાગ કોમળ અને સંવેદનશીલ હોય છે. સિંદૂર લગાવવાથી તેની સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને સાથે જ મહિલાઓને અનેક કામ એકસાથે કરવાના હોવાથી તેનું સ્ટ્રેસ લેવલ ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!