18 થી 44 વય સુધીના લોકોએ રજિસ્ટ્રેશન વગર રસી લેવા શું કરવું પડશે, જાણો અહિં વિગતે

રજિસ્ટ્રેશન વિના 18+ લોકોને રસી અપાવવાનો આ નિયમ હાલમાં ફક્ત સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) માટે જ લાગુ થશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ નિયમ હાલમાં ખાનગી સીવીસીને લાગુ નહીં પડે. ખાનગી સીવીસીએ તેમાં હાજર રસીઓની સંખ્યા ઓનલાઇન પ્રકાશિત કરવાની રહેશે અને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધા પછી જ રસી આપવામાં આવશે.

રસીનો બગાડ થતો અટકાવવાનો પ્રયાસ

image source

આરોગ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે રસીકરણની આ સુવિધાને સંબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) ના નિર્ણયથી લાગુ કરવામાં આવશે. રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોએ જ 18–44 વર્ષની વયના લોકો માટે રસીકરણ કેન્દ્રોમાં ઓનસાઇટ રસીઓને મંજૂરી આપવાનો નિર્ણય લેવો પડશે. સ્થાનિક સ્તરે રસીનો બગાડ ઓછો કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો રસીનો બગાડ થતો અટકશે તો 18-44 વર્ષની વયના લોકોને આનો લાભ મળશે.

18થી 45 વર્ષની વયજૂથના લોકોને સ્થળ પર નોંધણી થશે

image source

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે, જિલ્લા રસીકરણ અધિકારીઓને 18થી 45 વર્ષની વયજૂથના લોકોને સ્થળ પર નોંધણી પછી રસીકરણ સંબંધી નિર્ણયનું કડકપણે પાલન કરવવવા જણા્વ્યું છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે રિઝર્વ થયેલી રસીને પણ વ્યવસ્થિત રીતે વેક્સિન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે. જે કેન્દ્રો કેન્દ્રો પર બધી રસી રિઝર્વ છે ત્યાં તે સુનિશ્ચિત થવું જોઈએ કે વધુમાં વધુ સંખ્યામાં લોકોને તેનો લાભ મળી શકે.

કેન્દ્ર સરકારે કડક નિયમોનું પાલન કરવાની સલાહ આપી

image source

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને કડક નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે જેથી રસી કેન્દ્રમાં 18-44 વર્ષની વય જૂથના લોકોનો ધસારો ન થાય. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીના કેટલાક ડોઝનો ઉપયોગ થતો નથી કારણ કે કોઈ કારણોસર ઓનલાઇન બુકિંગ કરનાર સ્થળ પર આવી શકતા નથી. આવી સ્થિતિમાં, જરૂરિયાતમંદ લોકોને ઓનસાઇટ નોંધણીનો લાભ મળી શકે છે અને રસીનો બગાડ પણ ઓછો થશે.

જે લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી તેમને રસીનો લાભ

image source

હાલમાં કોવિન દ્વારા એક મોબાઇલ નંબર પર ચાર લોકો રસી માટે નોંધણી કરાવી શકે છે. આરોગ્ય સેતુ, ઉમંગ અને સામાન્ય સેવા કેન્દ્ર વગેરે દ્વારા ઓનલાઇન બુકિંગ માટે નોંધણી સુવિધા ઉપલબ્ધ છે. જે લોકો રસી માટે ઇન્ટરનેટ અથવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં અસમર્થ છે, તેઓ ઓનસાઈટ સુવિધાથી લાભ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *