દમદાર સ્કૂટર: જે ચાવી વગર થશે સ્ટાર્ટ, ફૂલ ચાર્જ કરવા પર 90 કિમીની આપે છે ડ્રાઇવિંગ રેન્જ, જાણો બીજા ધાસું ફિચર્સ

Piaggio One Electric Scooter: Piaggio Group (પિયાજીયો ગૃપ) પોતાના નવા ઇ – સ્કૂટર Piaggio One ને નજીકના ભવિષ્યમાં જ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની તેના આ ફૂલ ઇલેક્ટ્રિક સ્કુટરની સત્તાવાર રીતે પહેલી ઝલક દેખાડી છે. Piaggio One ઇલેક્ટ્રિક સ્કુટરને Vespa ની જેમ જ શહેરી યુવાનોને ધ્યાનમાં રાખીને તેમજ આકર્ષિત કરવા ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીએ તેના આ ઇ – સ્કૂટરને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર રજૂ કર્યું છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે આ સ્કૂટર ખાસ યુવાઓને ધ્યાનમાં રાખીને જ બનાવાયું છે.

image source

આ સ્કુટર 28 મે ના રોજ બેઇજીંગ મોટર શો માં ગ્લોબલ ડેબ્યુ થઈ શકે છે. પરંતુ તે પહેલાં જ આ સ્કુટરની તસ્વીર સામે આવી ગઈ છે. કંપનીએ તેના આ નવા ઇલેક્ટ્રિક સ્કુટરના ફીચર્સ અને સ્ટાઇલ વિશે માહિતી આપી હતી. જો કે તેની ટેક્નિકલ ડિટેલ વિશે બેઇજિંગ મોટર શોમાં જાહેરાત કરવામાં આવે તેવું લાગે છે. પિયાજીયો ગૃપ આ સમયે ભારતમાં ફક્ત Vespa અને Aprillia જેવા પ્રોડક્ટનું જ વેંચાણ કરી રહી છે. ભારતીય બજારમાં Piaggio One સ્કુટરની ટક્કર ટીવીએસ આઈકયુબ, બજાજ ચેતક અને અથેર 450X જેવા ઇ – સ્કૂટર સાથે થશે.

image source

કંપનીના જણાવ્યા મુજબ Piaggio One ઇલેક્ટ્રિક સ્કૂટર શહેરમાં ડેલી કમ્યુટર્સ માટે ઘણું ઉપયોગઈ સાબિત થશે. તેનું વજન પણ ઘણું ઓછું છે. જેના કારણે તેની ડ્રાઇવિંગ રેન્જ પણ વધુ મળશે. આ ઇ – સ્કૂટરમાં પોર્ટેબલ લીથીયમ આયન બેટરી આપવામાં આવી છે. જેને ઘર કે ઓફિસમાં સરળતાથી ચાર્જ કરી શકાય છે. અહેવાલ મુજબ આ સ્કૂટર એક વખત ફૂલ ચાર્જીંગ કર્યા બાદ 90 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

image source

Piaggio One ઇલેક્ટ્રિક સ્કુટરમાં એડવાન્સ ટેકનોલોજી સાથે અનેક શાનદાર ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ Piaggio One ચાવી વગર પણ સ્ટાર્ટ થઈ શકે છે. એટલે કે તેમાં રિમોટ સ્ટાર્ટ સિસ્ટમ આપવામાં આવી છે. પિયાજીયોના અન્ય સ્કુટરની જેમ Piaggio One સ્કુટરની બીલ્ટ પણ ઘણી હાઈ ક્વોલિટીની છે. સાથે જ રોડ પર ચાલતા સમયે તે બહુ ઓછો અવાજ કરે છે. સાથે જ સ્કુટરમાં ડીઝીટલ કલર ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, ફૂલ LED લાઇટ્સ, કીલેસ સ્ટાર્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જીંગ અને બે રાઈડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે.

image source

Vespa સ્કૂટર પ્રેરિત Piaggio One સ્કુટરના ફ્રન્ટમાં સિંગલ સાઇડેડ ટ્રેલિંગ અને પાછલા ભાગમાં ડબલ સાઈડેડ સ્વિંગ આર્મ સસ્પેનશન મળે છે. બ્રેકીંગ માટે ફ્રન્ટ અને રિયર બન્ને વહીલમાં ડિસ્ક બ્રેક મળે છે. આ સ્કુટરમાં સૌથી અનોખી ચીજ તેની નીચી સીટ છે. જેના કારણે તે ઓછી ઊંચાઈ ધરાવતા લોકો પણ ચલાવી શકે છે. તેમાં ફ્લેટ ફૂટરેસ્ટ મળે છે જેના કારણે ડ્રાઇવિંગ દરમિયાન આરામદાયક સવારીનો અનુભવ કરી શકાય છે.

image source

આ સાથે જ સ્કુટરમાં મોટો લેગરૂમ મળે છે જેથી લાંબા લોકો માટે ડ્રાઇવિંગમાં સરળતા રહે. કંપની આ સ્કુટરને ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં લોન્ચ કરશે. ભારતીય બજારમાં આ સ્કુટરના લોન્ચિંગ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.