જાણો આ મંદિર વિશે, જ્યાં સૂતા જ મહિલાઓ થઈ જાય છે ગર્ભવતિ, જાણો આ પાછળનું રહસ્ય

ભારતમાં એવા ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે જે માણસની કોઈ ખાસ ઇચ્છા પુરી કરવા માટે બન્યું હોય. તમે અત્યાર સુધીમા ઘણા બધા એવા મંદિરો વિષે સાંભળ્યું હશે દા.ત. એક મંદિરમાં ભગવાનને રમકડાનું વિમાન ચડાવવામાં આવે છે. જેની પાછળનો ભક્તનો આશય વિદેશગમનનો હોય છે. તો વળી મુંબઈના એક ચર્ચમાં વિવિદ આકારો વાળી મિણબત્તી ચડાવવામાં આવે છે. જો તમારા શરીરનું કોઈ અંગ દૂખતું હોય દા.ત. પગ દુઃખતો હોય તો અહીં શ્રદ્ધાલુ ચર્ચમાં પગના આકારવાળી મીણબત્તી ચડાવે છે. તેવી જ રીતે ગુજરાતમાં આવેલા ગણેશપુરાના મંદિરમાં ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે ઘઉનો સાથિયો કરે છે.

image source

આવું જ એક ચમત્કારિ મંદિર છે જે ઘણું રહસ્યમયી છે. અને કહેવાય છે કે તેના આ ચમત્કારને જાણીને વિજ્ઞાન પણ ચકિત અને પરેશાન છે. આ ભારત છે અને અહીં કંઈ પણ થઈ શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે આવા જ એક ચમત્કારી મંદિર વિષે. એક એવું મંદિર જ્યાં માત્ર મંદિરના ભોંયતળિયા પર સુવાથી વિવાહિત નિસંતાન મહિલાને સંતાનની પ્રાપ્તી થઈ જાય છે.

આ મંદિર સંતાન-દાત્રી છે.

image source

આ મંદિર હિમાચલ પ્રદેશના એક ગામમા આવેલું છે, હિમાચલના સિમસ ગામમાં એક સિમસા માતાનું મંદિર આવેલું છે જેની જમીન પર સુતા જ નિઃસંતાન મહિલાઓ ગર્ભવતિ બની જાય છે. આ મંદિરને સંતાન-દાત્રીના નામથી જાણવામાં આવે છે. અહીં દૂર દૂરથી મહિલાઓ આ મંદિરની ફરસ પર સુવા માટે આવે છે.

સલિન્દરા ઉત્સવ

image source

નવરાત્રિ દરમિયાન અહીં સલિન્દરા ઉત્સવ ઉજવવામાં આવે છે જેનો અર્થ છે સપના આવવા, નિઃસંતાન મહિલાઓ દિવસ રાત આ મંદિરની ફરસ પર સુવે છે. નવરાત્રીમાં હિમાચલના પાડોશી રાજ્યો, પંજાબ, હરિયાણા અને ચંડીગઢથી આવી સેંકડો મહિલાઓ આ મંદિરના દર્શને આવે છે જેમને સંતાન નથી થતા. અને આ મંદિરમાં જમીન પર સુઈ જાય છે.

સ્વપ્નમાં આપે છે આશિર્વાદ

image source

નવરાત્રિમાં નિઃસંતાન મહિલાઓ મંદિરના પરિસરમાં આવે છે અને દિવસરાત મંદિરની ફરસ પર સુતી રહે છે. એવું માનવામા આવે છે કે જે મહિલાઓ માતા સિમસા પ્રત્યે મનમાં શ્રદ્ધા લઈને આવે છે તેને માતા સિમસા તેમના સ્વપ્નમાં માનવ રૂપે કે પ્રતિક રૂપે દર્શન આપીને સંતાનનો આશિર્વાદ આપે છે. જો કોઈ નિઃસંતાન હોય, ધાતુ, લાકડી કે પથ્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો કહેવાય છે કે તેને સંતાન નથી થતું.

image source

માણસને જ્યારે કોઈનો પણ આશરો ન રહે ત્યારે તે ભગવાન તરફ પોતાની યાચનાનો કટોરો લઈને ઉભો રહે છે. અને જો પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન પાસે પોતાની ઇચ્છા પ્રગટ કરે અને ભક્તિભાવથી ભગવાનની આરાધના કરે તો તેની ઇચ્છા પુરી થાય છે. આ મંદિરનુ પણ કંઈક તેવું જ છે. માટે જ દર વર્ષે સેંકડોની સંખ્યામાં નિઃસંતાન મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે આ મંદિરની મુલાકાત લે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ