હનુમાનજીના આ ઉપાયો રોગ અને દોષમાંથી અપાવે છે છુટકારો, આજે જ અજમાવો તમે પણ

ઘણી વખત તો રોગના મૂળ કારણો પણ જાણી નથી શકાતા. આવામાં જો આયુર્વેદની માનીએ તો દેવતાઓનું ધ્યાન અને સ્મરણ કરવાથી તમામ પ્રકારના શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે. ગમે તે પ્રકારના કષ્ટ અથવા શારીરિક પીડા કેમ ના હોય, હનુમાનજી સાથે સંકળાયેલા ઉપાયો તેને દૂર કરવામાં મદદ કરી શકે છે.

હનુમાનજી સાથે જોડાયેલા આ ઉપાયોથી રોગનો નાશ થશે

image source

મંગળવારના રોજ પવનપુત્ર હનુમાનજીનો દિવસ હોય છે. એવામાં જો તમે પણ કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો અથવા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અથવા વારંવાર રોગ અને પરેશાઓ તમને ઘેરી લે છે, તો હનુમાન જીના આ મંત્ર અને તેનાથી સંબંધિત ઉપાય તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

1. આ મંત્રોથી રોગ થશે દૂર

દોહા મંત્ર

બુદદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌં પવનકુમાર

બલ બુધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેસ બિકાર

image source

ચોપાઈ મંત્ર

નાસૈ રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમત બીરા

હનુમાન ચાલીસાના દોહા અને ચૌપાઈને જો મંત્રની જેમ જાપ કરવામાં આવે તો જટિલથી જટિલ રોગો પણ મટી જાય છે. સાથે જ શારીરિક નબળાઇ અને પરિવારમાં થઇ રહેલા ઝઘડા અને નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે. આ મંત્રોનો જાપ તમે હનુમાનજીના મંદિરમાં, ઘરે, દિવસ દરમિયાન અથવા રાત્રે, જ્યારે મોકો મળે ત્યારે હનુમાનજીનું ધ્યાન કરતા કરી શકો છો.

2. બજરંગ બાળનો પાઠ કરો

image source

એવું માનવામાં આવે છે કે બજરંગ બાળના પાઠ કરવાથી ભયાનક રોગ જેની સારવાર નથી થઈ રહી, તેને પણ દૂર કરવામાં મદદ મળે છે. વળી સાચા દિલથી બજરંગ બાળના પાઠ કરવાથી શત્રુઓનો પણ વિનાશ થાય છે. પરંતુ આ સમય દરમિયાન સ્વચ્છતા, શુદ્ધતા અને તમારા આચરણને સારું રાખો.

3. હનુમાન બાહુકનો પાઠ

જો કોઈ દર્દીને સંધિવા, વટ, માથાનો દુખાવો, ગળાના રોગ, સાંધાનો દુખાવો વગેરેની તકલીફ હોય તો હનુમાન બાહુકનો પાઠ કરો. તેની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી. હનુમાનજીની કૃપાથી શરીરના તમામ પીડાઓથી મુક્તિ મળી શકે છે. એવી વસ્તુઓ અર્પણ કરો કે જે હનુમાનને પ્રસન્ન કરે અને આરતી કરે.હવે તમારા બધા કામ બાલાજીની કૃપાથી થશે.શનિ એક ક્રૂર ગ્રહ છે અને તેને ન્યાયાધીશનુ પદ પણ પ્રાપ્ત છે. શનિ કુંડલીના અન્ય શુભ ગ્રહોના સારી અસરને પણ પ્રભાવિત કરી શકે છે. જ્યોતિષ મુજબ શનિદેવને ભલે ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પણ આ ગ્રહ સારા ફળ પણ પ્રદાન કરે છે. શનિ સૌથી ધીરે ચાલનારો ગ્રહ છે. શનિ જ એકમાત્ર એવો ગ્રહ છે જે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ કારણે શનિદેવને શનૈશ્ચર પણ કહેવામાં આવે છે. કારણ કે એ શ્નૈ: શ્નૈ: ચાલે છે. શનિદેવની ગતિ આટલી ધીમી કેમ છે ? આ સંબંધમાં એવુ કહેવાય છે કે તેઓ લંગડા છે તેથી તે ધીરે-ધીરે ચાલે છે.

image source

ભગવાન શનિને તેલ ચઢાવવામાં આવે છે. આ સંબંધમાં કથા પ્રચલિત છે કે એકવાર હનુમાનજી અને શનિનુ યુદ્ધ થયુ અને યુદ્ધમાં શનિદેવને હારનો સામનો કરવો પડ્યો. ત્યારે હનુમાનજીએ શનિનુ દુખ ઓછુ કરવા માટે તેલ પ્રદાન કર્યુ. આ તેલને લગાવવાથી શનિદેવનુ દર્દ સમાપ્ત થઈ ગયુ. ત્યારથી શનિદેવને તેલ અર્પિત કરવામાં આવે છે. હનુમાનજીના કારણે શનિદેવના દર્દનો અંત થઈ ગયો હતો. અને આ કારણે શનિદેવ હનુમાનજીના ભક્તો પર પણ કૃપા દ્રષ્ટિ રાખે છે. શનિના દોષોની મુક્તિ માટે હનુમાનજીની પૂજા કરવી શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય ધન સંબંધી પરેશાનીયો પણ દૂર થઈ શકે છે.પીપળના પાન પર લખો શ્રીરામ નામ,સવાર સવારે પીપળના કેટલાક પાન તોડી લો અને આ પાન પર ચંદનથી કે કુમકુમથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાનની એક માળા બનાવો અને હનુમાનજીને અર્પિત કરો. આ ઉપાયથી બધા પ્રકારના કષ્ટ અને ક્લેશ દૂર થઈ શકે છે.